તનીષા સિંહે દિવાળી માટે કરાવ્યું ખાસ ફોટોશૂટ
મુંબઈ, 28 ઑક્ટોબર : દિવાળીને હવે થોડાક જ દિવસ બાકી રહી ગયા છે, ત્યારે બૉલીવુડ પણ દિવાળી ઉજવવાની તૈયારીઓમાં લાગી ગયું છે અને તેમાં પણ લાગે છે કે તનીષા સિંહને દિવાળી ઉજવવાની બહુ વધારે જ આતુરતા છે. એટલે જ તો તેમણે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું દિવાળી નિમિત્તે.

તનીષાએ તો નવરાત્રિ દરમિયાન મુંબઈમાં અંધેરી ખાતે આવેલ નૃત્યવાટિકા સ્ટુડિયો પહોંચી બૅકલેસ ડાંડિયા બૉડી પેંટ કરાવ્યું. તેમણે પોતાની પીઠ ઉપર જય માતા દી લખાવ્યું હતું. બૉડી પેંટ પછી તેમણે ફોટોશૂટ કરાવ્યું. તનીષા સિંહ આ પ્રસંગે માત્ર ખુશ જ નહોતા દેખાતાં, પરંતુ તેઓ ડાંડિયા બૉડી પેંટ કરાવ્યા બાદ ખિલી પણ ઉઠ્યા હતાં.












Click it and Unblock the Notifications
