તનુશ્રી દત્તાએ નાના પાટેકરનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી

અભિનેત્રી તનુશ્રી દત્તાએ શનિવારે માંગ કરી કે નાના પાટેકર અને અન્ય ત્રણ લોકોનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવામાં આવે.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ શનિવારે માંગ કરી કે નાના પાટેકર અને અન્ય ત્રણ લોકોનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવામાં આવે. તનુશ્રી દત્તાએ આ ચારે વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. તનુશ્રી દત્તાએ પોતાના વકીલ નીતિન સાતપુતે ઘ્વારા ઓશિવારા પોલીસ ચોકીમાં તેના સંબંધમાં એક અરજી પણ આપી છે. તનુશ્રી દત્તાએ પોતાની એક લેખિત ફરિયાદમાં કહ્યું હતું કે ફિલ્મ "હોર્ન ઓકે પ્લીઝ" શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેનું યૌન શોષણ કરવાની કોશિશ કરી હતી.

આ પણ વાંચો: રેપનો આરોપ લગાવનાર વિંતા નંદા પર આલોક નાથે કર્યો માનહાનિનો કેસ

તેમની ફરિયાદના આધાર પર ઓશિવારા પોલીસે નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યૂસર સમી સીદીકી અને નિર્દેશક રાકેશ સારંગ વિરુદ્ધ આઇપીસી ઘ્વારા 354 અને ધારા 509 હેઠળ કેસ નોંધી લીધો છે. વકીલ નીતિન સાતપુતે ઘ્વારા શનિવારે જણાવવામાં આવ્યું કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર, ગણેશ આચાર્ય, પ્રોડ્યૂસર સમી સીદીકી, સારંગ અને તેમના "નકલી સાક્ષીઓ" ની ધરપકડની માંગ કરી છે.

આ પણ વાંચો: બિકીનીમાં ફોટા માગી પ્રાઈવેટ પાર્ટ અડવાની વાત કરતો સાજિદ ખાન

તનુશ્રી દત્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે આરોપીઓ ખુબ જ પ્રભાવશાળી અને હાઈ પ્રોફાઈલ લોકો છે અને તેમના સારા રાજનીતિ સંપર્ક પણ છે. એટલા માટે આશંકા છે કે આ લોકો સાક્ષીઓને ડરાવી અને ધમકાવી શકે છે.

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

તનુશ્રીની ગાડી પર હુમલો

તનુશ્રીની ગાડી પર હુમલો

આ ઘટના દરમિયાન અમુક ગુંડાઓએ તનુશ્રીની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે મીડિયા પર ત્યાં હાજર હતી. દ્રશ્ય ખૂબ ભયાવહ હતુ. ગાડીની અંદર બેઠેલી તનુશ્રી ખૂબ ડરી ગયેલી દેખાઈ રહી હતી. તનુશ્રીનું કહેવુ છે કે નાનાએ મનસેના ગુંડાઓને બોલાવ્યા હતા. આ વીડિયો 10 વર્ષ બાદ હાલમાં જબરદસ્ત વાયરલ થયો છે.

પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

નાના હાલમાં હાઉસફૂલ 4 નું શૂટિંગ કરવામાં બિઝી હતા. તેમણે કહ્યુ હતુ કે પાછા આવીને મીડિયા સાથે વાત કરશે પરંતુ પાછા આવતા જ તેમણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી દીધી. એટલું જ નહીં પરંતુ નાના પાટેકર મીડિયાને એવોઈડ કરતા જોવા મળ્યા

નાના પાટેકરે ધમકાવી

નાના પાટેકરે ધમકાવી

એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે નાના પાટેકરે તેને ધમકાવી હતી. તનુશ્રીએ કહ્યું કે, 'હા, મને ધમકાવવામાં આવી હતી અને મારી કાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ સમયે મારા માતા-પિતા પણ મારી સાથે કારમાં હાજર હતા. નાના પાટેકરના કહેવા પર એક રાજકીય પક્ષના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે પાટેકરના કહેવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેની ગાડી પર હુમલો કર્યો હતો.'

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X