For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના પાટેકરને 10 દિવસમાં જવાબ આપવાની ચેતવણી મળી, તનુશ્રી દત્તા કેસમાં મુસીબત વધી

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો, રોજ એક પછી એક ખબરો તેના વિશે આવી જ રહી છે.

|
Google Oneindia Gujarati News

તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હવે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો, રોજ એક પછી એક ખબરો તેના વિશે આવી જ રહી છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ તનુશ્રી દત્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પછી નાના પાટેકરની મુસીબત વધી ચુકી છે અને ઘણા લોકો તેમના વિરુદ્ધ પણ થઇ ગયા છે. આ બાબતે નાના પાટેકરની ચુપ્પી તેમના માટે કોઈ સમસ્યાથી ઓછી નથી. ખબર આવી રહી છે કે હવે મહારાષ્ટ્ર મહિલા આયોગે નાના પાટેકરને નોટિસ મોકલી છે કે તેમને 10 દિવસની અંદર તેનો જવાબ આપવો પડશે.

આ પણ વાંચો: નાના પાટેકરે તોડ્યુ મૌન, 10 વર્ષ પહેલા કહી આટલી મોટી વાત, ચોંકી જશો

આ નોટિસ નાના પાટેકરની સાથે સાથે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યૂસર સામી સિદીકી અને નિર્દેશક રાકેશ સારંગને પણ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ લોકો એક સાથે હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. ત્યારપછી આ મામલો સામે આવ્યો હતો.

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

10 વર્ષ જુના મામલે ફરિયાદ નોંધાવી

તનુશ્રી દત્તાએ જણાવ્યુ કે ફિલ્મ 'Horn Ok Pleassss' ના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે દૂર્વ્યવહાર કર્યો હતો. નાના પાટેકર તેનો હાથ પકડીને તેને ખેંચવા લાગતા હતા અને તેને ડાંસ શીખવાડવા લાગતા હતા. તનુશ્રીએ જણાવ્યુ કે નાના પાટેકરે મેકર્સ પાસે ગીતમાં એક ઈન્ટીમેટ સ્ટેપની પણ માંગ કરી હતી. તનુશ્રીના જણાવ્યા અનુસાર ગીતના કોન્ટ્રાક્ટમાં આવો કોઈ સીન હતો નહિ. તેણે એ પણ કહ્યુ કે પાટેકરે રાજકીય પક્ષ એમએનએસના કાર્યકર્તાઓને બોલાવીને તેની ગાડીની તોડફોડ કરાવી તેને ડરાવી હતી.

તનુશ્રીની ગાડી પર હુમલો

તનુશ્રીની ગાડી પર હુમલો

આ ઘટના દરમિયાન અમુક ગુંડાઓએ તનુશ્રીની ગાડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે મીડિયા પર ત્યાં હાજર હતી. દ્રશ્ય ખૂબ ભયાવહ હતુ. ગાડીની અંદર બેઠેલી તનુશ્રી ખૂબ ડરી ગયેલી દેખાઈ રહી હતી. તનુશ્રીનું કહેવુ છે કે નાનાએ મનસેના ગુંડાઓને બોલાવ્યા હતા. આ વીડિયો 10 વર્ષ બાદ હાલમાં જબરદસ્ત વાયરલ થયો છે.

પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

નાના હાલમાં હાઉસફૂલ 4 નું શૂટિંગ કરવામાં બિઝી હતા. તેમણે કહ્યુ હતુ કે પાછા આવીને મીડિયા સાથે વાત કરશે પરંતુ પાછા આવતા જ તેમણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી દીધી. એટલું જ નહીં પરંતુ નાના પાટેકર મીડિયાને એવોઈડ કરતા જોવા મળ્યા

નાના પાટેકરે ધમકાવી

નાના પાટેકરે ધમકાવી

એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે નાના પાટેકરે તેને ધમકાવી હતી. તનુશ્રીએ કહ્યું કે, 'હા, મને ધમકાવવામાં આવી હતી અને મારી કાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ સમયે મારા માતા-પિતા પણ મારી સાથે કારમાં હાજર હતા. નાના પાટેકરના કહેવા પર એક રાજકીય પક્ષના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે પાટેકરના કહેવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેની ગાડી પર હુમલો કર્યો હતો.'

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર વહેંચાયું બોલિવૂડ

તનુશ્રી દત્તાના આરોપો પછી બોલિવૂડમાં ખલબલી મચી ગઈ છે. તનુશ્રી દત્તા વિવાદ પર હાલમાં બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ અમિતાભ અને સલમાન ખાન જેવા સ્ટાર છે જેઓ આ મામલે ચૂપ છે. બીજી બાજુ પ્રિયંકા ચોપરા, સ્વરા ભાસ્કર, પરિણીતી ચોપરા, સોનમ કપૂર, ટ્વિન્કલ ખન્ના, ફરહાન અખ્તર અને અનુરાગ કશ્યપ તેના સમર્થનમાં આવ્યા છે.

English summary
Nana pataker has truoble in Tanushree dutta allegations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X