તનુશ્રી અંગે MNS ની બિગ બોસને ધમકી પર સ્વરાઃ ‘ગુંડાઓ સાથે કોણ ફોટા પડાવે છે?'
રાજ ઠાકરેની પાર્ટી મનસેની યુવા પાંખ દ્વારા બિગ બોસના મેકર્સને ધમકીભર્યો પત્ર આપવા પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુસ્સો કાઢ્યો છે.
રાજ ઠાકરેની પાર્ટી મનસેની યુવા પાંખ દ્વારા બિગ બોસના મેકર્સને ધમકીભર્યો પત્ર આપવા પર અભિનેત્રી સ્વરા ભાસ્કરે ગુસ્સો કાઢ્યો છે. સ્વરાએ ટ્વિટ કરીને પૂછ્યુ કે ધમકી આપનાર ગુંડા સાથે ફોટા કોણ પડાવે છે? તમને જણાવી દઈએ કે મનસે પાર્ટીની યુથ વિંગે બિગ બોસના મેકર્સને પત્ર સોંપતા તનુશ્રી દત્તાને શો મા ન લેવાની ધમકી આપી હતી. પાર્ટીએ કહ્યુ હતુ કે જો તનુશ્રીને શો માં લેશે તો તે સેટ તોડી નાખશે.

‘ગુંડા સાથે ફોટા કોણ પડાવે છે?'
સ્વરાએ પૂછ્યુ, ‘ગુંડા સાથે ફોટા કોણ પડાવે છે?' મનસેની યુવા પાંખની બિગ બોસને ધમકી પર સ્વરા ભાસ્કરને ખૂબ ગુસ્સો આવ્યો છે. સ્વરાએ આના પર સવાલ ઉઠાવતા પૂછ્યુ કે શું હવે આપણને સંસ્થાગત ગુંડાવાદમાં રહેવાની આદત પડી ગઈ છે. સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યુ, ‘શું આ એક મજાક છે? કે પછી આપણને સંસ્થાગત ગુંડાવાદમાં રહેવાની કોઈ મુશ્કેલી નથી? અને તોડફોડની ધમકી આપનાર ગુંડાની સાથે ફોટા કોણ પડાવે છે? આપણને શું થઈ ગયુ છે?'

પાર્ટીએ આપી હતી સેટ પર તોડફોડની ધમકી
સ્વરાનું આ ટ્વિટ એ ફોટા અંગે હતુ જેમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેની યુવા પાંખ બિગ બોસ મેકર્સને એક ધમકીભર્યો પત્ર સોંપી રહી છે. આ પત્રમાં પાર્ટીએ મેકર્સને ધમકી આપી છે કે જો તનુશ્રી દત્તાને શો માં લેશો તો સેટને બરબાદ કરી દેવામાં આવશે. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ સમાચાર આવ્યા હતા કે તનુશ્રી બિગ બોસમાં જઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

મનસેની તનુશ્રીએ કરી હતી ISIS સાથે તુલના
નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનાર તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટી સામે પણ ગુસ્સો કર્યો હતો. તનુશ્રીએ કહ્યુ હતુ કે 10 વર્ષ પહેલા ફિલ્મના સેટ પર નાના પાટેકરે એમએનએસ પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવીને તેમની ગાડીની તોડફોડ કરાવી હતી. તેમણે મનસે પાર્ટીની તુલના અલકાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સાથે કરી એક હિંસક પાર્ટી ગણાવી હતી.

તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ
મનસે પાર્ટી સામે બોલીને તનુશ્રી મુસીબતમાં ફસાઈ ગઈ છે. આ અંગે તનુશ્રી સામે મહારાષ્ટ્રમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સુમંત દાસ નામના એક વ્યક્તિએ તનુશ્રી સામે આ ફરિયાદ રાજ ઠાકરે અને એમએનએસ પાર્ટીને બદનામ કરવાના આરોપમાં લગાવી છે. દાસે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કેજ પોલિસ સ્ટેશનમાં તનુશ્રી સામે નોન કોગ્નીઝેબલ ફરિયાદ કરી છે.












Click it and Unblock the Notifications
