નાના પાટેકરે મને ધમકાવી, કાર પર હુમલો પણ કર્યોઃ તનુશ્રી

નાના પાટેકરે મને ધમકાવી, કાર પર હુમલો પણ કર્યોઃ તનુશ્રી

મુંબઈઃ બૉલીવુડની હસીના તનુશ્રી દત્તાએ દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યો હતો, 10 વર્ષ પહેલા એક ફિલ્મના સેટ પર નાનાએ યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો. તનુશ્રીએ ખુલાસો કર્યો કે કેવી રીતે 10 વર્ષ પહેલા ફિલ્મ 'Horn ok Pleasss'ના સેટ પર એનું શારીરિક શોષણ થયું હતું. એક્ટ્રેસે નાના પાટેકરની સાથોસાથ કોરિયગ્રાફર ગણેશ આચાર્ય પર પણ ગંભીર આરોપ લગાવ્યો. એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રીએ જણાવ્યું કે નાના પાટેકરે એમને ધમકાવી હતી અને તેની કાર પર હુમલો પણ થયો હતો.

નાના પાટેકરે ધમકાવી

નાના પાટેકરે ધમકાવી

એનડીટીવીને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે નાના પાટેકરે તેને ધમકાવી હતી. તનુશ્રીએ કહ્યું કે, 'હા, મને ધમકાવવામાં આવી હતી અને મારી કાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ સમયે મારા માતા-પિતા પણ મારી સાથે કારમાં હાજર હતા. નાના પાટેકરના કહેવા પર એક રાજકીય પક્ષના લોકોએ મારા પર હુમલો કર્યો હતો. તનુશ્રીએ જણાવ્યું કે પાટેકરના કહેવા પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ તેની ગાડી પર હુમલો કર્યો હતો.'

પોલીસે કરી હતી મદદ

પોલીસે કરી હતી મદદ

તનુશ્રીનો આરોપ છે કે કાર્યકર્તાઓએ તેમની ગાડીમાં તોડફોડ કરી હતી અને એ સમયે તે પોતાના માતા-પિતાની સાથે હતી. એક્ટ્રેસે જણાવ્યું કે પોલીસને આ વિશે માલુમ પડ્યું ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તનુશ્રી અને તેમના માતા-પિતાને બચાવ્યા હતા. તનુશ્રીએ કહ્યું કે બૉલીવુડે એવા વ્યક્તિ સાથે કામ ન કરવું જોઈએ જે રાજનૈતિક પાર્ટીના ગુંડાઓને બોલાવીને છોકરી અને તેના પરિવાર પર હુમલો કરે.

મીડિયા ટ્રાયલ દ્વારા મળશે ન્યાય

મીડિયા ટ્રાયલ દ્વારા મળશે ન્યાય

જ્યારે તનુશ્રીને પૂછવામાં આવ્યું કે નાના પેટકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવશે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, 'મારે કરવું જોઈતું હતું તે જ કર્યું છે. એ ફરિયાદોથી કોઈ ફરક ન પડ્યો. આનાથી બસ મારા અને મારા પરિવાર માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. આપણા દેશમાં ન્યાય અને કાનૂન પીડિતાની સાથે હોવાને બદલે આરોપીની સાથે હોય છે. હું ના તો ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું, ના તો કરોડો કમાઈ રહી છું. મને મીડિયા ટ્રાયલ દ્વારા ન્યાય મળશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X