તાપસી પન્નુએ શેર કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શોષણની કહાની
તાપસીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો. વાંચો અહી..
મુંબઈઃ મોટાભાગે મહિલા પ્રધાન ફિલ્મો કરનારી તાપસી પન્નૂ હાલમાં ખુલીને પોતાની વાતો કહેવાનુ શરૂ કરી ચૂકી છે. થપ્પડ ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિમાગ પર પોતાની છાપ છોડનાર તાપસી પન્નુએ એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે લોકો તેને પરેશાન કરીને તેનુ જીવવુ મુશ્કેલ કરી દીધુ હતુ. આ સાથે જ તાપસીએ બીજા પણ ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો.

હીરોની પત્નીને હું પસંદો નહોતી એટલા માટે...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગના દમ પર પોતાની જગ્યા બનાવનાર તાપસીએ કહ્યુ કે બૉલિવુડમાં શરૂઆતના કરિયરમાં મે ઘણી વિચિત્ર વસ્તુઓનો સામનો કર્યો. તેમણે કોઈનુ નામ લીધા વિના જણાવ્યુ કે એક ફિલ્મમાંથી તેને એટલા માટે કાઢી દેવામાં આવી હતી કારણકે હીરોની વાઈફ નહોતી ઈચ્છતી કે હું એ ફિલ્મમાં કામ કરુ. થપ્પડ, મિશન મંગળ અને બદલા જેવી ફિલ્મોમાં સફળતા મેળવનાર તાપસી પન્નુએ ખુલાસો કર્યો કે ક્યારેક એવો પણ સમય હતો જ્યારે તેને બેડ લક ચાર્મ કહેવામાં આવતી હતી અને પ્રોડ્યુસર તેને ફિલ્મોમાં સાઈન કરવાથી ગભરાતા હતા.

તેની સાથે ભેદભાવ પણ થયો
તાપસી પન્નુએ ફિલ્મ નિર્માતાઓ, નિર્દેશકો અને કલાકારોના નામ લીધા વિના ઈન્ટરવ્યુમાં બધા પર વાર કર્યો. તેણે ઈશારામાં જણાવ્યુ કે કેવી રીતે લોકોએ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને પરેશાન કરી. આવનારી ફિલ્મો હસીન દિલરુબા અને રશ્મિ રૉકેટમાં જોવા મળનાર તાપસીએ જણાવ્યુ કે તે આ મુકામ પર ખૂબ મુશ્કેલીથી પહોંચી. તેની સાથે ભેદભાવ પણ થયો. એક ફિલ્મની ડબિંગ દરમિયાન બનેલી ઘટના વિશે તાપસીએ કહ્યુ કે પોતાની એક ફિલ્મની ડબિંગ કરી રહી હતી ત્યારે અભિનેતાએ તેને ડબિંગ દરમિયાન અમુક ડાયલૉગ બદલવા માટે કહ્યુ. આના માટે તાપસીએ ના પાડી દીધી. તો બાદમાં એ સંવાદોને કોઈ બીજી ડબિંગ આર્ટિસ્ટ પાસે કરાવી લેવામાં આવ્યા. તે પણ તાપસીને જાણ કર્યા વિના.

હીરોએ આટલા માટે બદલાવી દીધા આ સીન
તાપસીએ જણાવ્યુ કે એક ફિલ્મમાં તાપસી પાસે નિર્માતાએ તેની ફી ઘટાડવા માટે કહ્યુ અને કારણ એ જણાવવામાં આવ્યુ કે હીરોની છેલ્લી ફિલ્મ ચાલી નથી માટે મને કહેવામાં આવ્યુ કે આપણે આપણુ બજેટ કંટ્રોલ કરવાનુ છે. તાપસીએ એ પણ જણાવ્યુ કે અમુક હીરો એવા પર હતા કે જે તાપસીનો ઈન્ટ્રોડક્શન સીન બદલવા ઈચ્છતા હતા કારણકે તેમને લાગતુ હતુ કે આનાથી તેમનો ઈન્ટ્રોડક્શન સીન દબાઈ જશે કારણકે તાપસી તેનાથી એક્ટિંગમાં દમદાર દેખાઈ રહી હતી. તાપસીએ કહ્યુ કે આ બધુ મારી આંખો સામે થયુ છે. હું નથી જાણતી કે મારી પીઠ પાછળ શું શું થયુ હશે. વુમન ઓરિએન્ટેડ ફિલ્મો કરવાનુ શરૂ કર્યુ તો તાપસીને લોકોએ કહ્યુ કે વુમન ઓરિએન્ટેડ ટેગ લાગવાથી મેલ સ્ટાર્સ તેને પોતાની સાથે લીડ રોલમાં લેવાુ ટાળવા લાગશે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
