B'day Spcl : ઐશે હૉલીવુડમાં 10 વખત ભારતનું ગૌરવ વધાર્યું

વિશ્વના મોસ્ટ બ્યુટીફુલ વુમન્સમાં સામેલ એક જાજરમાન અભિનેત્રી 1લી નવેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયની. ઐશ્વર્યાએ બૉલીવુડ જ નહીં, પણ હૉલીવુડ સુધી પોતાની કીર્તિ અને યશ ફેલાવ્યા છે અને પોતાના કૌશલ્યને સાબિત કર્યા છે.

ઐશ્વર્યા રાયે ધ ઓપ્રા વિન્ફ્રે શો જેવા શોમાં ભાગ લીધો છે, તે પણ એક વાર નહીં, બે વાર. એટલુ જ નહીં, ઐશ્વર્યાએ પોતાની ડેબ્યુ હૉલીવુડ ફિલ્મના પ્રમોશન દરમિયાન ડેવિડ લેટરમૅનના લાસ્ટ નાઇટ શોમાં પણ ભાગ લીધો હતો.

ઘણા પ્રસંગોએ આ ભારતીય સુંદરીએ હૉલીવુડમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે. દાખલા તરીકે, ઐશ્વર્યા એવા પહેલા ભારતીય મહિલા છે કે જેમનું મીણનું પૂતળુ મૅડમ તુષાદ મ્યુઝિમમાં મૂકવામાં આવ્યું. ઐશ્વર્યા લોરિયલનો પહેલો ભારતીય ચહેરો બનવાનો સૌભાગ્ય પણ ધરાવે છે. તેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્યુટી બ્રાન્ડ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને તે પણ દર વર્ષે.

ચાલો ઐશ્વર્યા રાયના જન્મ દિવસે જોઇએ તેમના દ્વારા હૉલીવુડમાં ભારતનું ગૌરવ વધારનાર 10 પ્રસંગો :

ધ મોસ્ટ બ્યુટીફુલ વુમૅન ઇન ધ વર્લ્ડ ટૅગ

ધ મોસ્ટ બ્યુટીફુલ વુમૅન ઇન ધ વર્લ્ડ ટૅગ

1994માં મિસ વર્લ્ડ ખિતાબ જીતનાર ઐશ્વર્યા રાય સાથે વૈશ્વિક રીતે આ ટૅગ જોડાયેલો છે. તેમની આંખો અને ફ્લૉલેસ સ્કિનના પગલે વિશ્વની પાંચ મોસ્ટ બ્યુટીફુલ સ્ત્રીઓમાં સામેલ છે. 2014માં ઐશ્વર્યા રાય મોનિકા બેલુક્કી, કેટ અપ્ટૉન તથા એંજેલિના જોલી બાદ ચોથા સ્થાને રહ્યા હતાં.

હૉલીવુડ ફૅન્સ

હૉલીવુડ ફૅન્સ

ઐશ્વર્યા રાયના ફૅન્સ માત્ર ભારત કે એશિયામાં જ નહીં, પણ હૉલીવુડમાં પણ છે. જુલિયા રૉબર્ટ્સ ઐશના મોટા ફૅન છે. જુલિયાએ એક વખત ઐશ્વર્યા વિશે કહ્યુ હતું, ‘ધ મોસ્ટ બ્યુટીફુલ વુમૅન ઇન ધ વર્લ્ડ, મોર બ્યુટીફુલ ધૅન એની હૉલીવુડ એક્ટ્રેસ.' એટલુ જ નહીં, એલેક બાલ્ડવિને એક વખત કહ્યુ હતું કે તેઓ આ ભારતીય સુંદરીના બિગ ફૅન છે. તેમણે કહ્યુ હતું કે હૉલીવુડ ફ્રૅટરનિટી ઐશ વિશે ક્રૅઝી છે.

શો ઍપીયરેંસિસ

શો ઍપીયરેંસિસ

ઐશ્વર્યા રાયે ડેવિડ લેટરમૅન સાથે લેટ શો, મર્થા સ્ટીવર્ટ સાથે મર્થા, તાયરા બૅંક'સ સો અને ઓપ્રા વિન્ફ્રે શો જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત શોઝમાં ભાગ લીધો છે. ઐશ્વર્યા રાય ઓપ્રા વિન્ફ્રેના શોમાં ભાગ લેના પહેલા બૉલીવુડ પર્સનાલિટી બન્યા હતાં.

કાન્સ ઍપીયરેંસિસ

કાન્સ ઍપીયરેંસિસ

ઐશ્વર્યા રાય એકમાત્ર ભારતીય ચહેરો છે કે જેમણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 14 વખત ભાગ લીધો છે. ઐશ લોરિયલનો ચહેરો છે અને ફ્રેંચ રિવેરા ખાતે છેલ્લા 13 વર્ષથી પોતાની હાજરી નોંધાવે છે. કાન્સમાં ઐશ્વર્યા રાય પહેલી વખત 2002માં દેવદાસના કો-સ્ટાર શાહરુખ ખાન અને દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળી સાથે ગયા હતાં.

ફેસ ઑફ લોરિયલ

ફેસ ઑફ લોરિયલ

ઐશ જાજરમાન ભારતીય સુંદરી છે કે છેલ્લા 13 વર્ષથી લોરિયલ પેરિસના બ્રાન્ડ એમ્બેસેડર છે. ઐશ લોરિયલનો આંતરરાષ્ટ્રીય ફેસ છે અને દર વર્ષે ફ્રેંચ રિવેરા ખાતે હાજરી આપે છે.

વિશ્વની અસરકારક મહિલા

વિશ્વની અસરકારક મહિલા

ટાઇમ મૅગેઝીને વિશ્વની 100 અસરકારક મહિલાઓની યાદીમાં ઐશ્વર્યા રાયનો સમાવેશ કર્યો હતો.

ફિલ્મો

ફિલ્મો

ઐશ્વર્યા રાયે બ્રાઇડ એન્ડ પ્રીજ્યુડિસ ફિલ્મ સાથે હૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું. તે પછી ઐશ્વર્યાએ મિસ્ટ્રેસ ઑફ સ્પાઇસેસ, પ્રોવોક્ડ, ધ લાસ્ટ લીજિયન અને પિંક પૅંથર 2 જેવી હૉલીવુડ ફિલ્મો કરી છે.

મીણનું પુતળું

મીણનું પુતળું

ઐશ્વર્યા રાય એવા પહેલા ભારતીય મહિલા છે કે જેમનું મીણનું પુતળુ મૅડમ તુષાદ મ્યુઝિયમ ખાતે મૂકવામાં આવ્યું. ઐશનું મીણનું પુતળુ મૉન્ટ્રિયલ મ્યુઝિયમમાં પણ મૂકવામાં આવ્યું છે.

ઐશ અંગે 17 હજારથી વધુ વેબસાઇટ્સ

ઐશ અંગે 17 હજારથી વધુ વેબસાઇટ્સ

ગ્લોબલ ગૉડેશ ઐશ્વર્યા રાય અંગેની 17 હજાર કરતા વધુ વેબસાઇટ્સ બનેલી છે.

ટ્રેડિશનલ

ટ્રેડિશનલ

ઐશને ઓપ્રા વિન્ફ્રે શો અને ડેવિડ લેટરમૅનના શોમાં જોયા બાદ તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે શું ઐશના તે શો પરિવાર સાથે માણી શકાય? પરંતુ સવાલનો જવાબ એ છે કે ઐશ્વર્યા રાયે આંતરરાષ્ટ્રીય મંચે પણ ભારતીય પરમ્પરા જાળવી રાખી છે. ઓપ્રા વિન્ફ્રે શોમાં એક વખત ઐશે કહ્યુ હતું - મારૂ પરિવારિક જીવન એક ટૉપિક જેવું છે. પરિવાર સાથે સ્ટેઇંગ બાબતે ઐશે કહ્યુ હતું - ભારતમાં સાથે રહેવું અને એક-બીજા સાથે જોડાઈને રહેવું, એ બધાનું બહુ મહત્વ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X