VIDEO/PICS : તેવરના આયટમ સૉંગ ‘મૅડમિયાં...’માં મદહોશ કરતી શ્રુતિ
અમદાવાદ, 18 ડિસેમ્બર : શ્રુતિ હસને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને આઝ્મા ફિલ્મ માટે તેમણે જે ગીત રેકૉર્ડ કર્યુ હતું, તે ચાર્ટ-ટૉપર બન્યુ હતું.
હવે શ્રુતિ હસન તેવર ફિલ્મ માટે વધુએક ગીત લઈને આવી રહ્યાં છે. શ્રુતિએ તેવરના આ ગીત ‘મૅડમિયાં...'ને માત્ર પોતાનો અવાજ જ નથી આપ્યો, પણ ગીતમાં તેઓ અર્જુન કપૂર સાથે ઠુમકાં પણ લગાવી રહ્યાં છે.
બોની કપૂર નિર્મિત અને અર્જુન તેમજ સોનાક્ષી સિન્હા અભિનીત તેવરનું આ ગીત હાલમાં ચાર્ટ-બસ્ટર પર ટોચે છે. ગીતનો વીડિયો હવે રિલીઝ થઈ ગયો છે. મીકા સિંહ તથા મમતા શર્માએ પણ મૅડમિયાં... ગીત માટે અવાજ આપ્યાં છે.
શ્રુતિ હસન આ ગીતને આયટમ નંબર ગણાવવા નથી માંગતાં. તેઓ કહે છે, ‘આ એક ફન સૉંગ છે અને તે આયટમ નંબર નથી. તે સ્પેશિયલ ટ્રૅક છે.'
અર્જુન કપૂર શ્રુતિના પરફૉર્મન્સના વખાણ કરતા કહે છે, ‘મેં તેમને આખીક્રેડિટ આપી દીધી. તેમની પાસે રિહર્સલ માટેનો સમય નહોતો, પરંતુ આમ છતાં તેમણે સો ટકા પરફૉર્મન્સ આપ્યું.'
તેવરમાં આ ગીત કરવા અંગે શ્રુતિ કહે છે, ‘અમે સારા મિત્રો છીએ. હું તેવર માટે જોગનનિયાં... ગીત ગાઈ ચુકી હતી અને અર્જુને જ્યારે બીજું ગીત ગાવા માટે કહ્યું, તો હું ખુશ થઈ ગઈ.'
અમિત શર્મા દિગ્દર્શિત તેવર ફિલ્મના નિર્માતાઓમાં બોની કપૂર ઉપરાંત, સંજય કપૂર, સુનીલ લુલા, નરેશ અગ્રવાલ તથા સુનીલ મનચંદાનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ 9મી જાન્યુઆરી, 2015ના રોજ રિલીઝ થવાની છે.
જુઓ મૅડમિયાં... ગીતની તસવીરી ઝલક અને વીડિયો પણ :

મૅડમિયાં... રિલીઝ
તેવર ફિલ્મનું વધુ એક ગીત મૅડમિયાં... રિલીઝ થઈ ગયું છે.

મદહોશ કરતી શ્રુતિ
શ્રુતિ હસન મૅડમિયાં... ગીતમાં મદહોશ કરતી અદાઓ સાથે દેખાઈ રહ્યાં છે.

બીજું ગીત
શ્રુતિ તેવરમાં અગાઉ જોગનિયાં... ગીતમાં પરફૉર્મ કરી ચુક્યાં છે. મૅડમિયાં... તેમનું બીજું ગીત છે.

અર્જુન સાથે ઠુમકાં
મૅડમિયાં... ગીતમાં શ્રુતિ અર્જુન કપૂર સાથે ઠુમકાં લગાવી રહ્યાં છે.

શ્રુતિનો અવાજ
મૅડમિયાં... ગીતમાં શ્રુતિ હસને પણ પોતાનો અવાજ આપ્યો છે. ઉપરાંત મીકા સિંહ અને મમતા શર્મા પણ આ ગીતના ગાયકો છે.

અર્જુન સાથે ખુશ
શ્રુતિ હસન કહે છે કે અર્જુન કપૂર સાથે આ આયટમ સૉંગ કરતા તેઓ ખુશ થઈ ગયાં. જોકે શ્રુતિ મૅડમિયાં... ને આયટમ સૉંગ ન ગણતા ફન સૉંગ ગણે છે.
|
તમે પણ માણો મૅડમિયાં... ગીત
તેવર ફિલ્મનું ગીત મૅડમિયાં... માણવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
