For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થલાઈવી-કંગનાના લુકને જોઈને સૌ કોઈ ચોંક્યા, જાણો કેવી રીતે બની જયલલિતા

બોલિવુડ અભિનેત્રી કંગના રનોતની આવનારી ફિલ્મ થલાઈવીનુ ટીઝર અને પોસ્ટર રિલીઝ થયુ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી કંગના રનોતની આવનારી ફિલ્મ થલાઈવીનુ ટીઝર અને પોસ્ટર રિલીઝ થયુ ગયુ છે. કંગનાની ફિલ્મનુ ટીઝર રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયુ છે. આ ફિલ્મમાં કંગના તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે. આના માટે કંગનાને જયલલિતાનો લુક આપવામાં આવ્યો છે. જેમાં તે ઘણી અલગ લાગી રહી છે.

પ્રોસ્થેટિક મેકઅપનો સહારો

પ્રોસ્થેટિક મેકઅપનો સહારો

માહિતી મુજબ આ ભૂમિકા નિભાવવા માટે કંગનાને ઘણી મહેનત કરવી પડી છે. તેના આ લુક જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. આ લુકમાં કંગના ઓળખાતી પણ નથી. આના માટે કંગનાએ પ્રોસ્થેટિક મેકઅપનો સહારો લીધો છે.

ત્રણ ભાષાઓમા આવશે ફિલ્મ

ત્રણ ભાષાઓમા આવશે ફિલ્મ

સોશિયલ મીડિયા પર અમુક લોકો કંગનાના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક લોકોને તે સારી ન લાગી. થલાઈવીમાં અભિનેતા અરવિંદ સ્વામી એમજીઆરની ભૂમિકામાં દેખાશે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે આ ત્રણે ભાષાઓ હિંદી, તમિલ અને તેલુગુમાં એકસાથે બનાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પોતાની ભૂમિકામાં જીવ રેડવા માટે કંગનાએ તેલુગુથી લઈને ક્લાસિકલ ડાંસ પણ શીખ્યો છે.

આ પણ વાંચોઃ બિગ બૉસ 13: દુશ્મની છોડી રોમેન્ટીક થયા સિદ્ધાર્થ-રશ્મિ, જુઓ પુલમાં HOT Videoઆ પણ વાંચોઃ બિગ બૉસ 13: દુશ્મની છોડી રોમેન્ટીક થયા સિદ્ધાર્થ-રશ્મિ, જુઓ પુલમાં HOT Video

ફિલ્મ આવતા વર્ષે થશે રિલીઝ

ફિલ્મ આવતા વર્ષે થશે રિલીઝ

જયલલિતાના જીવન પર આધારિત આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આમાં પ્રસિદ્ધ દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજ પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધીની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ફિલ્મની રિલીઝ પહેલા જ વિવાદ

ફિલ્મની રિલીઝ પહેલા જ વિવાદ

જો કે ફિલ્મ માટે વિવાદ પણ શરૂ થઈ ગયો છે. જયલલિતાના ભત્રીજાએ આ ફિલ્મ પર રોક લગાવવા માટે મદ્રાસ હાઈકોર્ટ પાસે માંગ કરી છે. તેમનુ કહેવુ છે કે ફિલ્મના નિર્દેશક એએલ વિજયે તેમની સંમતિ લીધી નથી.

English summary
thalaivi teaser out, know how kangana looks like jayalalitha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X