જાવેદ અખ્તર સાથે પંગો કંગનાને મોઘો પડશે, જલ્દી કોર્ટમાં સૂનાવણી શરૂ થશે
કંગના રનૌતને લઈને જાવેદ અખ્તરે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં જાવેદ અખ્તરનો કેસ સ્વીકારાયો છે અને સૂનાવણી માટે મંજુરી આપી દીધી છે.
નવી દિલ્હી : બોલિવૂડની બડબોલી અભિનેત્રી કંગના રનૌતને જાવેદ અખ્તર સાથે પંગો લેવો મોંઘો પડી શકે છે. પોતાના બકવાસને કારણે ચર્ચામાં રહેતી કંગના રનૌત જાવેદ અખ્તર પર નિવેદન આપીને ફસાઈ ગઈ છે. હવે જે સ્થિતી બની રહી છે તે જોતા આગામી દિવસોમાં તેને જેલની હવા પણ ખાવી પડી શકે છે.

કંગના રનૌતને લઈને જાવેદ અખ્તરે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં જાવેદ અખ્તરનો કેસ સ્વીકારાયો છે અને સૂનાવણી માટે મંજુરી આપી દીધી છે. આ મુદ્દે 23 માર્ચે કોર્ટમાં સૂનાવણી થવા જઈ રહી છે. છેલ્લે આ કેસમાં 23 નવેમ્બર 2022ના રોજ સૂનાવણી થઈ હતી અને આગામી સુનાવણી માટે 19 એપ્રિલની તારીખ અપાઈ હતી. હવે જાવેદ અખ્તરના વકીલે વિનંતી કરી હતી કે ફરિયાદી વૃદ્ધ હોવાથી જલ્દી તારીખ આપવામાં આવે.
હવે આ મામલે કોર્ટે 23 માર્ચની તારીખ આપી છે. આ વિવાદ 2020નો છે. અહાં જાવેદ અખ્તરે કંગના પર ટીવી પર તેની ઈમેજ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે માર્ચ 2016માં એક મીટિંગમાં તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
મામલો કોર્ટમાં પહોંચ્યા છત્તા પણ કંગનાના નિવેદનો અટકવાના નામ નથી લઈ રહ્યા. હાલમાં જ તેને ટ્વીટ કરીને ખાલિસ્તાનીઓ વિરૂદ્ધ વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે મેં 3 વર્ષ પહેલા ખાલિસ્તાનીઓ વિરુદ્ધ વાત કરી ત્યારે તમામ મોટી બ્રાન્ડે મારી સાથે કરારને સમાપ્ત કરી દીધો હતો. લાખો લોકોએ મને અનફોલો કરી. ડિઝાઇનરોએ મારા ચિત્રો કાઢી નાખ્યા. મને લાગે છે કે તેઓ આજે પંજાબમાં આતંક જોઈને શરમ અનુભવે છે?












Click it and Unblock the Notifications
