કાજોલની આ તસવીરો જોઇને તમે કહેશો "વાઉવ, આ કાજોલ જ છે!"

બોલીવૂડની કોઇ હિરોઇન તેવી હોય જે તમને કોઇ પણ સમયે સપ્રાઇઝ કરી શકે છે તો તે છે કાજોલ. કાજોલ વિષે જ્યારે આપણે માનવા લાગીએ છીએ કે તે હવે તેના પરિવાર અને બાળકો સાથે વ્યસ્ત થઇ ગઇ છે ત્યારે જ તે શાહરૂખ ખાન સાથે તેની સિઝલિંગ કેમેસ્ટ્રી અને પોતાની દમદાર એક્ટિંગ સ્કીલ દ્વારા તમને ફરી એક મંત્રમુગ્ધ કરી દે છે. અને ફરી તે ભૂલાયેલી કાજોલ તમને ગમવા લાગે છે.

ત્યારે હાલમાં જ કાજોલે એક ફોટોશૂટ કરાવ્યું છે. અને પોતાના સ્લીમ ટ્રીમ અવતારમાં કાજોલ આ ફોટોમાં લાગી રહી છે સુપર ગોર્ઝિયસ. પ્યાર તો હોના હી થા જેવી ફિલ્મમાં કાજોલને યાદ કરીએ અને હાલ તો આ ફોટોશૂટ જોઇએ તો તમને કાજોલની સુંદરતાથી લઇને સ્ટાઇલીંગ સુધીમાં કેટલો જમીન આસમાનનો ફરક આવી ગયો છે તે યાદ આવી જશે. તો જુઓ ચુલબુલી અને બ્યૂટીફૂલ કાજોલની આ તસવીરો...

મોડેલ

મોડેલ

કાજોલના આ બ્લેક વેલવેટ ડ્રેસના આ ફોટોમાં કાજોલ કોઇ હોલીવૂડની ટોપ મોડેલની ઓછી નથી લાગતી.

બેકલેસ બ્યૂટી

બેકલેસ બ્યૂટી

કાજોલ હંમેશા તેના કપડાંને લઇને કમ્ફર્ટને વધુ ધ્યાન આપે છે પણ આ બેકલેસ ડ્રેસમાં કાજોલની આ સુંદર તસવીર જોતા લાગે છે કે આ ફોટોશૂટમાં કાજોલે પોતાના તમામ નિયમો તોડ્યા છે.

દિવા

દિવા

તો આ ફોટોમાં કાજોલ કોઇ સુપર દિવા જેવી લાગી છે. અને આ લોંગ અને ક્રોપ સ્લીવ વાળો ડ્રેસ તેના સ્કીન સાથે એકદમ મેચ થાય છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

તો આ ફોટોમાં કાજોલનો ચાર્મ તેની બ્યૂટી અવર્ણિય છે. તેની આ 100 વોલ્ટની સ્માઇલ દરેકના મન મોહનારી છે.

કાજોલ

કાજોલ

જો કે દિલવાલે માટે જ ભલે કાજોલ તેનું વજન મેનટેન કર્યું હોય પણ કાજોલનો આ સ્લીમ ટ્રીમ અવતાર તેને ખૂબ જ આકર્ષક બનાવે છે.

ગોલ્ડન બ્યૂટી

ગોલ્ડન બ્યૂટી

તો બીજી તરફ કાજોલનો ગોલ્ડન ડ્રેસમાં ફોટો તેની સુંદરતાને લગાવે છે ચાર ચાંદ. અને સાથે જ આ ગોલ્ડન ડ્રેસ રેખાની યાદ પણ અપાવે છે.

ગોર્ઝિયસ

ગોર્ઝિયસ

તો કાજોલના આ ફોટા જોઇને કોઇ માની જ ના શકે કે તે બે બાળકોની માતા છે. વળી તેનો ગ્લીટરી બેકલેસ ડ્રેસ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.

કાજોલ

કાજોલ

તો આ બ્લેક એન્ડ વાઇટ ફોટામાં કાજોલ લાગે છે નખશિખ સુંદર. માછલી જેવી તેની આંખો, વાકંડિયા વાળ, લાઇટ બ્રાઉન આંખો અને તેના ચહેરાની સૌમ્યતા તેને બનાવે છે સુંદર.

મનચલી

મનચલી

કાજોલ બોલીવૂડની તમામ અભિનેત્રીઓ કરતા અલગ છે. પોતાના મનનું માનનારી આ અભિનેત્રીનો પોતાનો એક આગવો ચાર્મ છે.

કાજોલ

કાજોલ

બોલીવૂડમાં કાજોલ એક ટોમ બોઇસ ઇમેજ ધરાવે છે પણ કુછ કુછ હોતા હૈમાં કાજોલના સાડી અવતારમાં તેને જોયા બાદ તેવું જ લાગે છે કે તે સાડી માટે જ બની છે.

રેડ બ્યૂટી

રેડ બ્યૂટી

જો કે વાત હોય સાડીમાં દેખાવાની કે પછી આવા રેડ વેસ્ટર્ન ગાઉનમાં દેખાવાની કાજોલનો કોન્ફિડન્સ હંમેશા તેની આંખોમાં દેખાય છે.

કાજોલ

કાજોલ

ત્યારે કાજોલ આવી જ રીતે થોડા વધુ ફોટોશૂટ અને ફિલ્મો કરીને તેના ચાહકોના દિલમાં પોતાની જગ્યા આવી જ રીતે બનાવી રાખે અમારી તો એજ આશા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X