For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉક્સ ઑફિસ પર છવાણી ઘી કાશ્મીર ફાઇલ્સ, 5મા દિવસે રચ્યો ઈતિહાસ

બૉક્સ ઑફિસ પર છવાણી ઘી કાશ્મીર ફાઇલ્સ, 5મા દિવસે રચ્યો ઈતિહાસ

|
Google Oneindia Gujarati News

અનુપમ ખેર અને દર્શન કુમાર સ્ટારર ધી કાશ્મીર ફાઇલ્સ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ વધુ મજબૂત થતી જઈ રહી છે અને પાછલા કેટલાક વર્ષોમાં આવું પ્રદર્શન બહુ ઓછી ફિલ્મોએ કર્યું છે. મંગળવારે 15 માર્ચે ધી કાશ્મીર ફાઇલ્સે બટક્સ ઑફિસ પર રિલીઝના પાંચમા દિવસે 17.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

17.8 કરોડની કમાણી સાથે ફિલ્મે પાંચ દિવસમાં મંગળવારે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવી સૌને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ત્યારે જ્યારે સામાન્ય રીતે વીક ડેમાં કામકાજના દિવસોમાં ફિલ્મોની કમાણી ઓપનિંગ અને રજાના દિવસોથી ઓછી જ હોય છે.

ધી કાશ્મીર ફાઇલ્સની ધમાલ

ધી કાશ્મીર ફાઇલ્સની ધમાલ

પરંતુ ધી કાશ્મીર ફાઇલ્સની કમાણી દરરોજ શાનદાર રીતે વધી રહી છે. મંગળવારની કમાણી સોમવારના મુકાબલે 14 ટકા વધુ થઈ. સોમવારે ફિલ્મે 15.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે મંગળવારે આ આંકડો 17.8 કરોડ પર પહોંચી ચૂક્યો છે.

ઓપનિંગથી 408 ટકા બઢત

ઓપનિંગથી 408 ટકા બઢત

ઉલ્લેખનીય છે કે ધી કાશ્મીર ફાઇલ્સે બૉક્સ ઑફિસ પર માત્ર 3.5 કરોડની ઓપનિંગ કરી હતી. મંગળવારે ફિલ્મે 17.8 કરોડની કમાણી સાથે ઓપનિંગથી 408 ટકાની બઢત દેખાડી સૌને ચોંકાવી દીધા છે. ફિલ્મે મંગળવારે 50 ટકા ઑક્યૂપેંસી નોંધાવી છે. અને ત્યારે ફિલ્મના આંકડા આટલા શાનદાર છે.

જબરદસ્ત વીકેંડ

જબરદસ્ત વીકેંડ

ધી કાશ્મીર ફાઇલ્સે બૉક્સ ઑફિસ પર ઓપનિંગ સાથે જ પ્રભાસ સ્ટારર રાધે શ્યામને પાછળ છોડી દીધી હતી. જ્યારે ફિલ્મને ઓપનિંગ સાથે એટલું જબરદસ્ત વર્ડ ઑફ માઉથ મળ્યું કે આગલા જ દિવસે શનિવારે ફિલ્મે 139%ની બઢત દેખાડતાં 8.5 કરોડની કમાણી કરી. રવિવારે 15.1 કરોડની કમાણી સાથે બૉક્સ ઑફિસ પર આંકડાઓએ પોતાનો અસલી રંગ દેખાડ્યો. ફિલ્મે કુલ 27 કરોડનું વીકેંડ આપ્યું.

નાના બજેટની ફિલ્મ

નાના બજેટની ફિલ્મ

ધી કાશ્મીર ફાઇલ્સ બહુ ઓછા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મને 20 કરોડની લાગત પર બનાવવામાં આવી છે અને આ કારણે જ ફિલ્મને બ્લૉકબસ્ટર થતાં કોઈ રોકી નહીં શકે. જે હિસાબે ફિલ્મ પ્રદર્શન કરી રહી છે, તેની સરખામણી 2019માં વિકી કૌશલ સ્ટારર ઉરી સાથે કરવામાં આવી રહી છે. ધી કાશ્મીર ફાઇલ્સ પણ બૉક્સ ઑફિસ પર ઘણા લાંબા સમય સુધી ટકનાર છે અને એવી જ ધુંઆધાર કમાણી કરશે.

200 ટકાનો પ્રોફિટ થયો

200 ટકાનો પ્રોફિટ થયો

ધી કાશ્મીર ફાઇલ્સે અત્યારથી જ બૉક્સ ઑફિસ પર 200 ટકાનો પ્રોફિટ કમાઇ લીધો છે. ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયા છે અને ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 59.9 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે અત્યાર સુધીમાં ફિલ્મે 200 કરોડનો પ્રોફિટ કર્યો છે. ગુડ ન્યૂઝ એ છે કે આ આંકડા માત્ર પાંચ દિવસના જ છે, જ્યારે ફિલ્મની એડવાંસ બુકિંગથી સ્પષ્ટ છે કે ફિલ્મ આખું અઠવાડિયું ધુંઆધાર કમાણી કરશે.

શો વધવા છતાં હાઉસફુલ

શો વધવા છતાં હાઉસફુલ

કેટલાય શહેરોમાં ધી કાશ્મીર ફાઇલ્સની ટિકિટ નથી મળી રહી. ફિલ્મ તરફ જબરદસ્ત પ્રતિક્રિયા મળ્યા બાદ સિનેમાઘરોએ જ્યાં ફિલ્મના શો વધારી દીધા છે ત્યાં જ કેટલાય શહેરોમાં ફિલ્મની સ્ક્રીન પણ વધારવામાં આવી છે. પરંતુ તેમ છતાં લોકોને ફિલ્મની ટિકિટ નથી મળી રહી અને ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે. કેટલાંય નાના શહેરોમાં રાતે 10-11.30 વચ્ચે ચારથી પાંચ શો છે પરંતુ તે પણ હાઉસફુલ છે. મોટા શહેરોમાં ફિલ્મનો પહેલો શો સવારે 6 વાગ્યે શરૂ થઈ રહ્યો છે. તેના પરથી જ આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.

મંગળવારની ઑક્યૂપેંસી

મંગળવારની ઑક્યૂપેંસી

જો મંગળવારની ઑક્યૂપેંસીની વાત કરીએ તો ફિલ્મે સવારે શોમાં 22 ટકા ઑક્યૂપેંસી નોંધાવી હતી જે તેજીથી બપોરના શોમાં 40 ટકા સુધી પહોંચી. સાંજ સુધી આ આંકડો 66 ટકા અને રાતના શોમાં ફિલ્મની ઑક્યૂપેંસી 72 ટકા હતી. લગભગ તમામ મોટા શહેરોમાં ફિલ્મની ઑક્યૂપેંસી 50 ટકાથી ઉપર રહી અને ભોપાલ- અમદાવાદ જેવા કેટલાક શહેરોમાં રાતના શોમાં 90 ટકા ઑક્યૂપેંસી નોંધાવવામાં આવી.

તેજીથી 100 કરોડ તરફ

તેજીથી 100 કરોડ તરફ

ધી કાશ્મીર ફાઇલ્સ તેજીથી 100 કરોડ તરફ પોતાના ડગલાં માંડી રહી છે અને જે હિસાબે ફિલ્મ કમાણી કરી રહી છે, આગલા વીકેંડથી પહેલાં જ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઈ લેશે. જોવાનું દિલચસ્પ રહેશે કે શું ધી કાશ્મીર ફાઇલ્સ, અક્ષય કુમારની હોલી રિલીઝ બચ્ચન પાંડેની આગળ પણ ટકી શકે છે કે નહીં.

English summary
The kashmir files box office collection report in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X