રાહુલ અને આસિનના લગ્નની આ નવા Inside Pics જોવાનું ના ભૂલતા
જાણીતી કંપની માઇક્રોમેક્સના કોફાઉન્ડર રાહુલ શર્મા સાથે સાઉથ અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી આસિનના 19મી જાન્યુઆરીએ દિલ્હીમાં લગ્ન થઇ ગયા છે. હવે આસિન મિસસ આસિન શર્મા બની ચૂકી છે. ત્યારે આ લગ્નને મીડિયાથી દૂર અને ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યું હતું. પણ તેમ છતાં આ લગ્નના કેટલાક ફોટો હાલ બહાર આવ્યા છે. જેમાં રાહુલ અને આસિન લાગી રહ્યા છે ખુબ જ સુંદર.
તો આસિન અને રાહુલના આ દિલ્હી લગ્નના કેટલાક અનસીન અંદરની તસવીરો જુઓ અહીં. જેમાં આસિન અને રાહુલના ભવ્ય લગ્ન અને બન્નેની સાદગીને પ્રેમ જોતા જ નજરે પડે છે. સાથે જ તેમના લગ્ન પ્રસંગે દિલ્હી અને કોચિનના અનાથ આશ્રમમાં પણ કલપ દ્વારા ખાસ લંચ આપવામાં આવ્યું હતું. તો જુઓ આસિન અને રાહુલના લગ્નની આ ખાસ તસવીરો....

આસિનની એન્ટ્રી
આસિનના લગ્ન ફેરામાં કંઇક આ રીતે એન્ટ્રી લીધી હતી. આસિનને જ્યારે રાહુલની કંઇ ક્વોલિટી ગમે તે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે રાહુલ ખૂબ જ સાદગી પસંદ અને સરળ વ્યક્તિ છે અને તેમની આ વાત મને ખૂબ જ ગમે છે.

આસિન અને અક્ષય
આસિન કહ્યું કે જ્યારે મને અક્ષયે કહ્યું કે મને લાગે છે કે તમે બન્ને એક માટે સારા છો. ત્યારે મને લાગ્યું કે ખરેખરમાં?

આસિન અને રાહુલ
આસિન કહ્યું કે રાહુલે જ મારા માતા-પિતા જોડે વાત કરીને અને લગ્ન માટે મારો હાથ માંગ્યો.

રાહુલ અને આસિન
આસિને વધુમાં રાહુલના વખાણ કરતા કહ્યું કે તે પોતાના વિચારોને લઇને ખૂબ જ સ્પષ્ટ છે. અને આજ વાત મારા માતા-પિતાને પણ ગમી.

આસિન અને રાહુલ મેડ ઓફ ઇચ અધર
આસિને વધુમાં જણાવ્યું કે તેને થોડો સમય જોયતો હતો અને તેમની પરવાનગી મળ્યા બાદ અમે બન્ને એકબીજાને વધુ સારી રીતે જાણવાનો પ્રયાસ કર્યો.

બ્યૂટીફૂલ આસિન
એક જાણીતા અખબારના જણાવ્યા મુજબ રાહુલે આસિનને 20 કેરેટનો એક હિરો ભેટ આપ્યા છે. જેને ખાસ બેલઝિયમથી લાવવામાં આવ્યો છે અને તેની ડિઝાઇન પણ રાહુલે પોતે જ પોતાના એક ડિઝાઇનર ફ્રેન્ડ જોડે બનાવી છે

અક્ષય કુમાર
અક્ષય કુમારે જ આસિન અને રાહુલની મીટિંગને પ્લાન કરી હતી. અને આ માટે જ તે તેમના લગ્નમાં રાહુલનો બેસ્ટ મેન પણ બન્યો હતો.

લગ્નની તસવીરો
આસિને જ્યાં ચર્ચ જેવા બ્રેકગ્રાઉન્ડમાં સવારે લગ્ન કર્યા હતા. તો સાંજે હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા.

ચાર વર્ષથી કરતા હતા ડેટ
પાછલા ચાર વર્ષથી રાહુલ અને આસિન એકબીજાને ડેટ કરતા હતા અને 19મી જાન્યુઆરીએ તે લગ્નગ્રંથિએ બંધાયા.

પ્રેમ માટે કેરિયર છોડ્યું
તો સાથે જ આસિને લગ્ન પછી લગ્ન જીવનને પૂરી રીતે માણવા માટે પોતાના ફિલ્મ કેરિયરને પણ બાય-બાય કહી દીધું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
