ટીવીના એ અભિનેતાઓ જેને પુરી પેઢી કૃષ્ણ તરીકે જાણે છે, જાણો આમાંથી કોણ તમારા ફેવરીટ છે?
ભારતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી વચ્ચે ટીવીની દુનિયામાં કેટલાક એવા ચહેરા છે જેને એક પુરી પેઢી કૃષ્ણ તરીકે ઓળખે છે. આપણે આજે ટીવીની દુનિયાના આવા જ કેટલાક અભિનેતાઓની વાત કરવાના છીએ, જેને કૃષ્ણ તરીકે બધા ઓખળે છે.
ટીવીમાં આવા ઘણા શો આવ્યા જેમાં શ્રી કૃષ્ણની રાસ લીલાઓ જોવા મળી. ઘણા કલાકારોએ આ શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી છે અને તેમના દમદાર અભિનયથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા.

શ્રી કૃષ્ણ - સર્વદમન ડી બેનર્જી
સર્વદમન ડી બેનર્જીએ 90ના દાયકામાં ટીવી પર શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી હતી. લોકો તેમની એક્ટિંગ જ નહીં પરંતુ લુકના પણ દિવાના હતા. તેમને લોકોએ કૃષ્ણ તરીકે ખુબ જ પસંદ કર્યા.
મહાભારત 1998 - નીતિશ ભારદ્વાજ
નીતિશ ભારદ્વાજે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 94 એપિસોડની આ સિરિયલ સૌપ્રથમ 1988 થી 1990 દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી. આ સિરિયલનો દરેક એપિસોડ 45 મિનિટનો હતો. વર્ષ 2003માં નીતિશ ભારદ્વાજે વિષ્ણુ પુરાણમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.
મહાભારત 2013 - સૌરભ રાજ જૈન
સૌરભ રાજ જૈન વર્ષ 2013માં ટીવીના ધાર્મિક શો મહાભારતથી જાણીતા થયા. આ શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ રોલ બાદ તે ખૂબ જ લોકપ્રિય બન્યા અને ઘરે ઘરે જાણીતા બન્યા.
સૂર્યપુત્ર કર્ણ - સૌરભ પાંડે
સૌરભ પાંડે સોની ટીવીના શો સૂર્યપુત્ર કર્ણમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં સૌરભ પાંડેના અભિનયને લોકોએ ખુબ જ વખાણ કર્યા. આ રોલમાં તે એકદમ ફીટ બેસતા હતા.
દ્વારકાધીશ - વિશાલ કર્ણવાલ
અભિનેતા વિશાલ કર્નવાલ ટીવી શો દ્વારકાધીશમાં જોવા મળ્યા હતા. આ શોમાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. લોકોએ તેમની એક્ટિંગની સાથે તેમના લુકને પણ ખુબ જ પસંદ કર્યો.
જય શ્રી કૃષ્ણ - મેઘન જાધવ
2009માં ટીવી પર જય શ્રી કૃષ્ણ શો ઘરે ઘરે જાણીતો બન્યો. આ શોમાં મેઘન જાધવે ભગવાન શ્રી કૃષ્ણની ભુમિકા ભજવી હતી. લોકોને તેમનો અભિનય ખુબ જ પસંદ આવ્યો.












Click it and Unblock the Notifications
