Pics/Vidoes : ફરી સાક્ષાત્ થશે ઝીનતનો હૉટ અવતાર!
મુંબઈ, 3 માર્ચ : અને અંતે અનેક ઉતાર-ચઢાવ બાદ ધ એક્સપોઝ ફિલ્મનો ટ્રેલર રિલીઝ થઈ ગયો છે જે કે બહુ ઇમ્પ્રેસિવ છે. 1960માં આપણું બૉલીવુડ કેવુ હતું? આ જ દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે ધ એક્સપોઝ ફિલ્મમાં કે જેમાં હીરો છે હિમેશ રેશમિયા. હિમેશે આ ફિલ્મ માટે પોતાનું વજન 20 કિલો ઘટાડ્યું છે, પરંતુ ફિલ્મના ટ્રેલરની શરુઆત બિલ્કુલ તે જ રીતે કરાઈ છે કે જેમ રાજ કપૂર પ્રોડક્શનની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમની થઈ હતી.
ધ એક્સપોઝ ફિલ્મના ટ્રેલરમાં સોનાલી રાઉત પલળેલી સાડીમાં તેવી જ રીતે શિવ લિંગની પૂજા કરી રહ્યાં છે કે જેવી રીતે સત્યમ શિવમ સુંદરમમાં ઝીનત અમાને કરી હતી. ફિલ્મમાં હની સિંહનું એક ગીત પણ જોવા મળશે, તો લાંબા સમય બાદ અનંત મહાદેવન પણ રૂપેરી પડદે નજરે પડશે. તેઓ ફિલ્મના દિગ્દર્શક પણ છે. ધ એક્સપોઝ ફિલ્મમાં ડિઝાયર, સ્કૅન્ડલ તથા મર્ડરની સ્ટોરી દર્શાવાઈ છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ફર્સ્ટ લુક રિલીઝ
હિમેશ રેશમિયાની ફિલ્મ ધ એક્સપોઝનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં હિમેશ ઉપરાંત હની સિંહ, ઇરફાન ખાન, સોનાલી રાઉત, આદિલ હુસૈન અને સવ્યસાચી ચક્રવર્તી પણ છે.

હની સિંહ નેગેટિવ રોલમાં
ધ એક્સપોઝ ફિલ્મમાં હની સિંહ નેગેટિવ રોલમાં છે. ફિલ્મમાં હની સિંહનું એક ગીત પણ છે કે જે સ્લાઇડ ફેરવી સાંભળી શકાય છે.

ટ્રેલર રિલીઝ
ધ એક્સપોઝ ફિલ્મનો ટ્રેલર પણ રિલીઝ થઈ ગયો છે કે જેની શરુઆત સોનાલી રાઉતના સીનથી થાય છે.

ઝીતનના અવતારમાં સોનાલી
ધ એક્સપોઝ ફિલ્મના ટ્રેલરમાં સોનાલી રાઉતે સત્યમ શિવમ સુંદરમના ઝીનત અમાન જેમ હૉટ અવતાર ધારણ કર્યો છે કે જે આગળ સ્લાઇડર ફેરવતા ફિલ્મના ટ્રેલરના વીડિયોમાં જોઈ શકાય છે.
માણો ટ્રેલર
ધ એક્સપોઝ ફિલ્મનો ટ્રેલર માણવા માટે સ્લાઇડર ઉપર બસ ક્લિક કરી નાંખો.
આઇસ ક્રીમ ખાઉંગી..
ધ એક્સપોઝ ફિલ્મમાં હની સિંહનું ગીત આઇસ ક્રીમ ખાઉંગી... પણ છે. તેને માણવા માટે બસ સ્લાઇડર પર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
