સુકેશ પાસેથી ગિફ્ટ લેનારી એકલી જેકલીન નથી, આ અભિનેત્રીઓ પણ જેલમાં મુલાકાત કરી હતી!
બોલિવૂડની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને મહાથુગ સુકેશ ચંદ્રશેખરનો કેસ જોર પકડી રહ્યો છે. ગત દિવસે જેકલીન ફર્નાન્ડીઝની દિલ્હી પોલીસે આ સંબંધમાં લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને મહાથુગ સુકેશ ચંદ્રશેખરનો કેસ જોર પકડી રહ્યો છે. ગત દિવસે જેકલીન ફર્નાન્ડીઝની દિલ્હી પોલીસે આ સંબંધમાં લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત અભિનેત્રી નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું છે, જેની આજે આ કેસમાં પૂછપરછ થવાની છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલામાં કેટલીક ટીવી સુંદરીઓના નામ પણ સામે આવ્યા છે, જેમણે ન માત્ર ઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ લીધી હતી પરંતુ તેને તિહાર જેલમાં પણ મળી હતી.

આ અભિનેત્રીઓ મળી હતી
અહેવાલ મુજબ, તિહાર જેલમાં સુકેશ ચંદ્રશેખરને મળેલી આ ટીવી સુંદરીઓમાં બિગ બોસ 14ની નિક્કી તંબોલી અને ટીવી અભિનેત્રી ચાહત ખન્નાનો સમાવેશ થાય છે. આ સિવાય તિહાર જેલમાં સુકેશને મળનારી સુંદરીઓમાં મોડલ સોફિયા સિંહ અને આરુષા પાટીલનું નામ પણ સામે આવ્યું છે.

પિંકી ઈરાની મુલાકાત કરાવતી હતી
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સુકેશને આ અભિનેત્રીઓ કોઈ બીજા નહીં પરંતુ તેની સહયોગી પિંકી ઈરાની સાથે મળી હતી. સુકેશ ચંદ્રશેખરને મળવાના બદલામાં તેને મોંઘી બેગ, ઘડિયાળો, પરફ્યુમ અને અન્ય વસ્તુઓ મળતી હતી. નિક્કી તંબોલી 2018માં સુકેશ ચંદ્રશેખરને મળી હતી.

સુકેશ મોંઘી ગિફ્ટ આપતો હતો
ચાર્જશીટ અનુસાર, નિક્કી તંબોલી વર્ષ 2018માં સુકેશ ચંદ્રશેખરને કથિત રીતે બે વાર મળી હતી. જ્યારે તેની પહેલી મુલાકાત પિંકી ઈરાની સાથે થઈ હતી, બીજી વખત તે સુકેશને એકલી મળી હતી. પહેલી મીટિંગમાં નિક્કી તંબોલીને દોઢ લાખ રૂપિયા રોકડા મળ્યા, જ્યારે બીજી મીટિંગમાં તેને ગુચીની બેગ અને બે લાખ રૂપિયા રોકડા મળ્યા.

નિક્કી તંબોલીએ શું કહ્યું?
નિક્કી તંબોલીએ પણ સુકેશ ચંદ્રશેખરના સંબંધમાં નિવેદન આપ્યુ હતું. તેણે કહ્યું હતું કે પિંકીએ સુકેશને સાઉથનો ફિલ્મ પ્રોડ્યુસર કહીને તેનો પરિચય કરાવ્યો હતો. આ સાથે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે ચાહત પોતે પણ સુકેશને મળવા તિહાર જેલમાં આવી હતી, જેના બદલામાં તેને 2 લાખ રૂપિયા રોકડા અને ઘડિયાળ મળી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
