સલમાન ખાનના નામથી જ દુર ભાગે છે આ અભિનેત્રીઓ, લિસ્ટમાં એકથી એક મોટા નામ
બોલિવૂડના સૌથી વિવાદીત અભિનેતાઓમાંથી એક સલમાન ખાન તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી અભિનેત્રીઓ સલમાન ખાનનું નામ પણ સાંભળવા નથી માંગતી.
બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ક્યારેક સલમાન ખાન સાથે કામ પણ કરી ચુકી છે પરંતુ હવે તે તેના નામથી પણ દુર ભાગે છે. આ લિસ્ટમાં ઘણા મોટા નામ સામેલ છે.

ઉર્મિલા માતોંડકર
ઉર્મિલા માતોંડકર બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ રહી છે. તે માત્ર એક જ વાર સલમાન સાથે ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નામ હતું જાનમ સમજા કરો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી અને બંને ફરી સાથે જોવા પણ મળ્યા નથી.
ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ અભિનયને અલવિદા કહી દીધું. તે સલમાન સાથે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈમાં જોવા મળી હતી અને બાદમાં બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી.
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે અને સલમાન ખાનની જોડીને ફિલ્મોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ બંને ફિલ્મ હમ સાથ સાથ હૈમાં જોવા મળ્યા હતા. જો કે પછી બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. કહેવાય છે કે કાળા હરણ કેસ બાદ સોનાલીએ સલમાન ખાનથી દુરી બનાવી લીધી.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય અને સલમાન ખાનને લઈને હજુ પણ વિવાદ થતો રહે છે. એક સમય એવો હતો જ્યારે બંને ખૂબ જ નજીક આવ્યા હતા અને હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરવા પણ લાગ્યા હતા. જો કે બાદમાં બંનેનું ખરાબ રીતે બ્રેકઅપ થયું અને ત્યારપછી ઐશ્વર્યા અને સલમાન આજ સુધી સાથે જોવા મળ્યા નથી.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બોલીવુડની ટોપ અભિનેત્રી છે. કહેવાય છે કે દીપિકાએ સલમાનની ફિલ્મને એક-બે વાર નહીં પરંતુ છ વખત રિજેક્ટ કરી છે. સલમાને દીપિકાને તેની પહેલી ફિલ્મની ઓફર પણ કરી હતી અને પછી અભિનેત્રીએ મોડલિંગના કારણે તેને ફગાવી દીધી.












Click it and Unblock the Notifications
