મળો બોલિવૂડની 5 સૌથી અમીર એક્ટ્રેસને, લાઈફ સ્ટાઈલ પરનો ખર્ચ સાંભળીને દંગ રહી જશો
બોલિવૂડની રંગબેરંગી દુનિયા રાતો રાત ગમે તે વ્યક્તિને સ્ટાર બનાવી શકે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે સામાન્ય પરિવારોમાંથી આવ્યા અને આજે અબજોમાં જીવી રહ્યા છે. આ લિસ્ટમાં અભિનેત્રીઓ પણ છે. આપણે આજે આવી જ અભિનેત્રીઓની વાત કરવાના છીએ.
ફિલ્મી દુનિયામાં પહેલા જેવુ નથી, હવે સ્ટાર્સને નામ સાથે સાથે કરોડો રૂપિયા પણ મળે છે. ફિલ્મોમાં સફળતા બાદ મોટા સ્ટાર્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડોની કમાણી કરે છે. આજે આપણે બોલિવૂડની સૌથી અમીર 5 અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ઐશ્વર્યા રાય
પોતાની ખૂબસૂરતીથી દુનિયાભરમાં છવાયેલી અને બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યા રાય બોલિવૂડની અમીર અભિનેત્રીઓમાં સામેલ છે. અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાયની કુલ નેટવર્થ અધધ 828 કરોડ રૂપિયા છે.
પ્રિયંકા ચોપરા
બોલિવૂડથી હોલિવૂડ સુધી જાણીતી બનેલી દેશી ગર્લ પણ અમીર અભિનેત્રીઓની યાદીમાં છે. પોતાની અદભુત ફેશન સેન્સ અને હોલિવૂડ ફિલ્મોને લઈને ચર્ચામાં રહેતી પ્રિયંકાની નેટવર્થ 580 કરોડ રૂપિયા છે.
આલિયા ભટ્ટ
બોલિવૂડની ક્યૂટ અભિનેત્રીઓમાં સામેલ આલિયા ભટ્ટ પણ અમીર અભિનેત્રીઓમાં સામેલ છે. ગુચ્ચી જેવી મોટી બ્રાન્ડનું પ્રમોશન કરી રહેલી આલિયાની નેટવર્થ 557 કરોડ રૂપિયા છે.
કરીના કપૂર
બોલિવૂડની સ્ટાલિસ્ટ અભિનેત્રી અને નવાબ પરિવારની વહુ કરીના કપૂર પણ કરોડોમાં રમે છે. પોતાની સ્ટાઈલ અને મેકઅપ માટે કરોડો બગાડતી કરીના કપૂરની નેટવર્થ અંદાજે 440 કરોડ રૂપિયા છે.
દીપિકા પાદુકોણ
બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક દીપિકા પાદુકોણ પણ આ લિસ્ટમાં સામેલ છે. કરોડોની ફી લેતી દીપિકાની નેટવર્થ 314 કરોડ રૂપિયા આસપાસ છે.












Click it and Unblock the Notifications
