બોલિવૂડની આ સફળ અભિનેત્રીઓ કોઈ સ્ટારકિડ્સ નથી, પોતાના દમ પર મેળવી છે સફળતા!
બોલિવૂડમાં કામ કરવા માટે ભારતના વિવિધ ભાગોમાંથી લાખો લોકો મુંબઈની આવે છે. જો કે તેમાંથી બહુ ઓછા લોકોને સફળતા મળે છે.
મુંબઈ : બોલિવૂડમાં કામ કરવા માટે ભારતના વિવિધ ભાગોમાંથી લાખો લોકો મુંબઈની આવે છે. જો કે તેમાંથી બહુ ઓછા લોકોને સફળતા મળે છે. બોલિવૂડ પર સમયે સમયે નેપોટિઝમના આરોપો લાગતા રહે છે અને સ્ટારકિડને વગર કારણે મહત્વ મળતુ હોવાનું પણ કહેવાય છે. જો કે બીજી તરફ બોલિવૂડમાં ઘણા એવા લોકો પણ છે જે કોઈ સ્ટારકિડ નથી અને પોતાના દમ પર સફળતા મેળવી છે. આજે આપણે બોલિવૂડની આવી જ અભિનેત્રીઓ વિશે વાત કરવાના છીએ.

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અયોધ્યા જન્મી છે. અનુષ્કાના પરિવારમાં પણ કોઈ ફિલ્મો સાથે જોડાયેલુ નથી. અનુષ્કાએ પોતાના દમ પર ફિલ્મોમાં સફળતા મેળવી છે. અનુષ્કાએ 2006માં ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.

તાપસી પન્નુ
તાપસી પન્નુ દિલ્હીમાં જન્મી છે અને બોલિવૂડમાં આવ્યા પહેલા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. તાપસી પન્નુએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાના ઝંડા ગાળ્યા છે.

કૃતિ સેનન
કૃતિ સેનન મૂળ દિલ્હીની છે અને તેના પરિવારનો ફિલ્મો સાથે કોઈ જૂનો સંબંધ નથાી. કૃતિએ પણ પોતાના દમ પર બોલિવૂડમાં પોતાનો પગ જમાવ્યો છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ સ્પોર્ટ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેના પિતા પ્રકાશ પાદુકોણ દેશના જાણીતા બેડમિન્ટન ખેલાડી છે. દીપિકા પાદુકોણે સાઉથ સિનેમાથી શરૂ કરી બોલિવૂડમાં સફળતા મેળવી છે.

કંગના રનૌત
કંગના રનૌત મુળ હિમાચલ પ્રદેશની છે. કંગનાએ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં પગ જમાવ્યો હતો. કંગનાના પરિવારમાં પણ કોઈ ફિલ્મો સાથે સંકળાયેલુ નથી.

પ્રિયંકા ચોપરા
હોલિવૂડ સુધી પહોંચનારી પ્રિયંકા ચોપરાના માતા-પિતા આર્મી ડોક્ટર છે. તેના પરિવારમાં પણ કોઈ ફિલ્મો સાથે જોડાયેલુ નથી. પ્રિયંકાએ બોલિવૂડ અને હવે હોલિવૂડમાં પોતાનો પગ જમાવ્યો છે.












Click it and Unblock the Notifications
