પોતાના એક્સ બોયફ્રેન્ડ વિશે ખુલ્લીને વાત કરી ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, એક તો તમામ સિક્રેટ પણ ખોલી ચુકી છે

હાલમાં જ દીપિકા પાદુકોણે કોફી વિથ કરણમાં ઘણા એવા રાઝ ખોલ્યા જેને લઈને હંગામો મચ્યો હતો. અહીં દીપિકાએ તેની આગળની રિલેશનશિપ વિશે બિંદાસ્ત વાત કરી હતી.

જો કે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ માત્ર દીપિકા જ નહીં પરંતુ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ તેના એક્સ વિશે જાહેરમાં વાત કરી ચુકી છે. આ લિસ્ટ ઘણુ મોટુ છે.

Sara Ali Khan

સારા અલી ખાન
સારા અલી ખાન હાલમાં જ કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 8માં તેની બેસ્ટી અનન્યા પાંડે સાથે પહોંચી હતી. આ સમય દરમિયાન કરણ જોહરે તેના સંબંધો વિશે વાત કરી તો તેણે ખૂબ જ હિંમતભેર જવાબ આપ્યો. કરણે પૂછ્યું કે, શું તે શુભમન ગિલને ડેટ કરી રહી છે તો તેણીએ કહ્યું કે આખી દુનિયા ખોટી સારા પાછળ છે. કરણે તેને પૂછ્યું કે શું તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે મિત્રતા રાખવી તેના માટે સરળ છે. તો તેણે કહ્યું કે, આ મુશ્કેલ ચોક્કસ છે, પણ અશક્ય નથી. આ ઈસારો કાર્તિક આર્યન તરફ હતો.

ઐશ્વર્યા રાય
બોલિવૂડની ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય પણ તેના એક્સ બોયફ્રેન્ડ અને અભિનેતા સલમાન ખાન વિશે ઘણી વખત ખુલીને વાત કરી ચૂકી છે. એક ઈન્ટરવ્યુમાં તેણીએ ખુલાસો કર્યો કે, અમારા બ્રેકઅપ પછી તે મને ફોન કરતો અને બકવાસ વાતો કરતો. તેને મારા પર શંકા પણ હતી કે મારા એક કોસ્ટાર સાથે મારું અફેર છે.

દીપિકા પાદુકોણ
બધાને ખબર છે કે રણવીર સિંહની દુલ્હન બનતા પહેલા દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંનેનો પ્રેમ વર્ષ 2008માં શરૂ થયો હતો. પરંતુ તેઓ બે વર્ષ પછી તૂટી ગયા. દીપિકાએ બ્રેકઅપ વિશે ઘણી વખત ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, મેં રિલેશનશિપમાં રહીને ક્યારેય કોઈની સાથે છેતરપિંડી કરી નથી. જો તમારે આ કરવું હોય તો તમારે સિંગલ જ રહેવું જોઈએ. જ્યારે તેણે મારી સાથે પહેલીવાર છેતરપિંડી કરી ત્યારે મને લાગ્યું કે અમારા સંબંધોમાં કંઈક ખૂટે છે, પછી આવું થયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X