અનપ્રોફેશનલ બિહેવિયર માટે કુખ્યાત છે આ બોલિવૂડ સ્ટાર્સ, કરતા રહે છે વિચિત્ર હરકતો!
સામાન્ય રીતે ફિલ્મી સ્ટાર્સ સહિતની મોટી હસ્તીઓ પાસેથી પ્રોફેશનલ બિહેવિયરની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે બદનામ છે.
સામાન્ય રીતે ફિલ્મી સ્ટાર્સ સહિતની મોટી હસ્તીઓ પાસેથી પ્રોફેશનલ બિહેવિયરની અપેક્ષા રાખવામાં આવે છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે બદનામ છે. આજે આપણે કેટલાક એવા ફિલ્મી સ્ટાર્સની વાત કરવાના છીએ, જે પોતાના અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે બદનામ છે.

કપિલ શર્મા
કપિલ શર્માના નામે મોટા વિવાદ છે. સુનીલ ગ્રોવર સાથે વિવાદ બાદ તેને લઈને ઘણી વાતો સામે આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનીલ ગ્રોવર સાથેના ઝઘડા પછી તેને શોમાં પાછો લાવતા નિર્માતાઓએ તેના વલણને અનપ્રોફેશનલ ગણાવ્યું હતું.

બોબી દેઓલ
બોબી દેઓલ તેના અનપ્રોફેશનલ બિહેવિયર માટે બદનામ છે. જો કે તેને આ બાબતે કહ્યું પણ હતું કે, તેના પર કોઈપણ પ્રકારના કારણો વગર આ આરોપો લગાવાયા છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યનને વિવાદો સાથે જૂનો નાતો છે. તેઆલા વૈકુંઠપુરમલોના હિન્દી વર્ઝન વખતે વિવાદમાં આવ્યો હતો. આ ફિલ્મ વખતે તેણે નિર્માતાને કહ્યું હતું કે, આલા વૈકુંઠપુરમલોનું હિન્દી ડબ વર્ઝન મોટા પડદા પર રિલીઝ થશે તો તે શહેજાદામાંથી બહાર થઈ જશે. મેકર્સે કાર્તિકના આ વર્તનને અનપ્રોફેશનલ ગણાવ્યું હતું.

હિના ખાન
ટીવી સ્ટાર હિના ખાન પણ વિવાદોમાં આવી ચુકી છે. તે શુટીંગમાં મોડા પહોંચવા માટે બદનામ છે અને તેને અનપ્રોફેશનલ ગણવામાં આવી છે.

દિશા પટણી
દિશા પટણીનું નામ પણ અનપ્રોફેશનલ સ્ટાર્સની યાદીમાં સામેલ છે. દિશાના અનપ્રોફેશનલ વર્તનને કારણે એકતા કપૂરે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી.

મૌની રોય
મૌની રોયનું નામ પણ આ યાદીમાં સામેલ છે. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ બોલે ચૂડિયામાં તે મહત્વની ભૂમિકામાં આવવાની હતી. પરંતુ તેના બિનવ્યાવસાયિક વલણને કારણે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે રીડિંગ સેશન માટે સમયસર આવી નહોતી.

ગોવિંદા
ગોવિંદાની ગણતરી બોલિવૂડના જાણીતા અભિનેતાઓમાં થાય છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો, ગોવિંદા ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર મોડો પહોંચતો હતો, જેના કારણે તેને અનપ્રોફેશનલ ટેગ મળ્યું છે.

રાજેશ ખન્ના
રાજેશ ખન્ના પર પણ અનપ્રોફેશનલ હોવાનો આરોપ લાગી ચુક્યો છે. એક વખત હેમા માલિનીએ કહ્યું હતું કે તેઓ સેટ પર મોડા આવતા હતા અને ખૂબ જ અનપ્રોફેશનલ હતા.

દિવ્યાંકા ત્રિપાઠી
યે હૈ મોહબ્બતેં ફેમ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીનું નામ પણ અનપ્રોફેશનલ લોકોમાં આવે છે. એકતા કપૂર અને તેની વચ્ચેના વિવાદનું કારણ પણ તેનું અનપ્રોફેશનલ બિહેવિયર જ હતું.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
