આ ફિલ્મોને અશ્લિલતાના આરોપ સાથે બેન કરી દેવાઈ, હવે ઓટીટી પર ધમાલ મચાવી રહી છે

બોલિવૂડ ફિલ્મોને લઈને વિવાદ થવા એ કોઈ મોટી બાબત નથી. ઘણી ફિલ્મો તેના સ્ટાર કાસ્ટથી લઈને અમુક સીન્સને લઈને વિવાદોમાં ફસાઈ ચુકી છે. બોલિવૂડમાં એવી ફિલ્મોનું લિસ્ટ લાંબુ છે જેમાં અશ્લિલતાનો આરોપ લગાવીને ફિલ્મોને થિયેટર પહોંચતા પહેલા જ બેન કરી દેવાઈ. જો કે આ ફિલ્મો હવે ઓટીટી અને નેટફ્લિક્સ પર લોકો સુધી પહોંચી છે અને જોવાઈ રહી છે.

કામસૂત્ર 3D
શર્લિન ચોપરા અને આભા પોર સ્ટારર આ ફિલ્મ 2013માં આવી હતી. જો કે ફિલ્મ પર અશ્લિલતા ફેવાવવાનો આરોપ લાદ્યો અને સેન્સર બોર્ડ દ્વારા બેન કરી દેવાઈ. આ ફિલ્મ પણ યુટ્યુબ પર જોઈ શકાય છે.

સિન્સ
આ ફિલ્મ એક ક્રિશ્ચિયન પ્રિસ્ટ પર આધારિત છે. જે એક મહિલાના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં ઘણા ન્યુડ સીન હતા. આ ફિલ્મના ટ્રેલરે મોટો હોબાળો મચાવ્યો, જે બાદ સેન્સર બોર્ડે કાર્યવાહી કરતા પ્રતિબંધ લગાવી દીધો.

ધ પેઇન્ટેડ હાઉસ
આ ફિલ્મ એક વૃદ્ધ અને યુવાન છોકરી પર આધારિત છે. ફિલ્મમાં બોલ્ડ સીન્સની ભરમાર છે. આ કારણે જ સેન્સર બોર્ડે ધ પેન્ડન્ટ હાઉસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ ફિલ્મ યુટ્યુબ પર જોઈ શકાય છે.

અનફ્રીડમ
આ ફિલ્મ સમલૈંગિકતા પર આધારીત હતી. 2004માં આવેલી આ ફિલ્મને ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડે બેન કરી દીધી હતી. જો કે હવે તે યુટ્યુબ પર જોઈ શકાય છે.

વોટર
જ્હોન અબ્રાહમ અને લિસા રે સ્ટારર ફિલ્મ વોટરને પણ સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધિત કરાઈ હતી. આ ફિલ્મને હવે OTT પર જોઈ શકાય છે.

યુઆરએફ પ્રોફેસર
અંતરા માલી, શરમન જોશી અને મનોજ પવાહા સ્ટારર આ ફિલ્મ પર પણ અશ્લિલતા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. પંકજ અડવાણીની આ ફિલ્મને અશ્લીલતા દર્શાવવા બદલ સેન્સર બોર્ડે પ્રતિબંધિત કરી હતી.

એન્ગ્રી ઈન્ડિયન ગોડેસ
ફિલ્મ એન્ગ્રી ઈન્ડિયન ગોડેસને પર સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્રણ છોકરીઓના જીવન પર આધારિત આ ફિલ્મ ત્યારબાદ OTT પર રિલીઝ થઈ હતી.

પાંચ
કેકે મેનન અભિનીત આ ફિલ્મને સેન્સર બોર્ડે સમાજ માટે ખતરો જાહેર કરી હતી. અનુરાગ કશ્યપ ન નિર્દેશિત આ ફિલ્મને બાદમાં આ ફિલ્મ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી.

ફાયર
1998 માં આવેલી આ ફિલ્મ એક ગે લવ સ્ટોરી પર આધારીત હતી. આ ફિલ્મ પર સેન્સર બોર્ડ દ્વારા સમલૈંગિકતા દર્શાવવા બદલ પ્રતિબંધ મુકાયો હતો. હવે આ ફિલ્મ OTT પર જોઈ શકો છો.












Click it and Unblock the Notifications
