પાર્ટીઓમાં ધમાલ કરવા માટે જાણીતા છે આ સ્ટાર કિડ્સ, એકના તો ફોટો સતત વાયરલ થતા રહે છે

બોલિવૂડ સ્ટાર કિડ્સના પાર્ટીઓના ફોટો સતત વાયરલ થતા રહે છે. હાલમાં ન્યાસા દેવગનથી લઈને ખુશી કપૂર સુધીના સ્ટાર કિડ્સ છવાયેલા રહે છે.

બોલિવૂડની રંગીન દુનિયામાં સિતારાઓની પાર્ટીઓ ચાલતી રહે છે. ફિલ્મોની સફળતા હોય કે પારિવારિક પ્રસંગ, દરેક પ્રસંદને બોલિવૂડ સ્ટાર ખુબ જ એન્જોય કરે છે. બોલિવૂડના સ્ટાર કિડ્સ આ પાર્ટીઓમાં છવાઈ જાય છે. બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ પાર્ટી પ્રેમી છે અને પાર્ટીઓમાં ધમાલ કરતા જોવા મળે છે. આ લિસ્ટમાં શાહરૂખ ખાનની લાડલી સુહાનાથી લઈને ખુશી કપૂર સુધીના નામ સામેલ છે. આ સ્ટાર કિડ્સ અવારનવાર પાર્ટીઓમાં જોવા મળે છે.

ન્યાસા દેવગન

ન્યાસા દેવગન

આ દિવસોમાં તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજને કારણે છવાયેલી ન્યાસા દેવગન મોસ્ટ પોપ્યૂલર સ્ટાર કિડ્સમાંથી એક છે. તેનું ઈન્સ્ટાગ્રામ પ્રાર્ટીના ફોટોથી ભરેલુ છે. અવારનવાર તેના પાર્ટીના ફોટો વાયરલ થતા રહે છે.

સુહાના ખાન

સુહાના ખાન

આ દિવસોમાં બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી કરી રહેલી સુહાના ખાન બોલિવૂડની મોસ્ટ પોલ્યુલર સ્ટાર કિડ્સમાં સામેલ છે. તે ઘણી વખત મિત્રો સાથે પાર્ટીમાં ધમાલ કરતી જોવા મળે છે. સુહાના તેના પાર્ટીના ફોટો ફેન્સ માટે શેર કરે છે.

શનાયા કપૂર

શનાયા કપૂર

શનાયા કપૂર તેના મિત્રો સાથે ઘણી વખત ક્લબમાં પાર્ટી કરતી જોવા મળે છે. તેને પાર્ટી કરવી ખુબ જ પસંદ છે. પાર્ટીમાં તેના બોલ્ડ અવતાર વાયરલ થતા રહે છે.

જ્હાન્વી કપૂર

જ્હાન્વી કપૂર

બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂર પાર્ટીની શોખીન છે. તે તેના ફ્રેન્ડ સર્કલ સાથે ઘણી વખત ક્લબમાં પાર્ટી કરતી જોવા મળે છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

નાની ઉમરમાં બોલિવૂડમાં છવાઈ ગયેલી અનન્યા પાંડે પણ પાર્ટી પ્રેમી છે. તેને પાર્ટી પસંદ છે. તે ઘણી વખત મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. અનન્યા પાંડે ફિલ્મો સાથે તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે.

આર્યન ખાન

આર્યન ખાન

બોલિવૂડમાં કિંગ ખાનના નામથી ફેમસ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બોલિવૂડ પાર્ટીઓની શાન છે. તે પાર્ટી પ્રેમી છે અને ઘણી વખત પાર્ટીઓમાં ધમાલ કરતો જોવા મળે છે. આર્યન ખાનની મોટી ફેન ફોલોઈંગ છે.

ખુશી કપૂર

ખુશી કપૂર

ખુશી કપૂર આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ ધ આર્ચિજને લઈને ચર્ચામાં છે. શ્રીદેવી અને બોની કપૂરની લાડલી પાર્ટી પ્રેમી છે અને ઘણી વખત મિત્રો સાથે ચીલ કરતી કેમેરામાં કેદ થાય છે.

આરવ ભાટીયા

આરવ ભાટીયા

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ ભાટીયા હવે ધીરે ધીરે લાઈમલાઈટમાં આવી રહ્યો છે. આરવ પણ પાર્ટી પ્રેમી છે અને બોલિવૂડની પાર્ટીઓમાં જોવા મળે છે.

ઈરા ખાન

ઈરા ખાન

આમિર ખાનની લાડલી ઈરા ખાન હાલમાં તેની સગાઈને લઈને ચર્ચામાં આવી હતી. ઈરા ખાન તેના પાર્ટીના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેને પણ પાર્ટીઓ પસંદ છે.

સારા અલી ખાન

સારા અલી ખાન

બોલિવૂડની ક્યૂટ અભિનેત્રી સારા અલી ખાનને પાર્ટી પ્રિય છે. તે પાર્ટીમાં ખુબ જ ધમાલ કરવા માટે જાણીતી છે. તેના પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. સારા અલી ખાન બિંદાસ્ત અભિનેત્રી છે.

નવ્યા નવેલી નંદા

નવ્યા નવેલી નંદા

બોલિવૂડના બાદશાહ અમિતાબ બચ્ચ્ચની ભાણેજ નવ્યા નવેલી નંદા પણ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નવ્યા તેના મિત્રો સાથે ઘણી વખત ક્લબમાં પાર્ટી કરતી જોવા મળે છે.

ઈબ્રાહિમ અલી ખાન

ઈબ્રાહિમ અલી ખાન

સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર અને સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન પાર્ચી પ્રેમી છે. તે ઘણી વખત ક્લબમા સ્પોટ થાય છે. ઈબ્રાહિમ અલીને પાર્ટી ખુબ જ પસંદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X