શાહરૂખ ખાન માટે આ અભિનેત્રીએ તોડ્યો No Bikini Rule, જાણો કેમ?
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોકસ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ હવે તે જવાનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા જોવા મળવાની છે. નયનતારા જવાનથી તેનુ બોલિવૂડ ડેબ્યુ કરી રહી છે. નયનતારા આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે અને તેને પોતાનો 176 વર્ષ જુનો રુલ તોડ્યો છે.

નયનતારાએ પોતાનો રૂલ જ તોડશે
હવે નયનતારાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ માટે પોતે બનાવેલો નિયમ તોડવાનો નિર્ણય કર્યો છે. નયનતારા 16 વર્ષથી નો બિકીની રૂલ ફોલો કરી રહી છે પરંતુ હવે જવાનમાં તે સ્ક્રીન પર બિકીનીમાં જોવા મળશે. નિર્માતાઓએ નયનતારાને આમ કરવા માટે મનાવી લીધી છે.

જવાનમાં સ્વિમસૂટ સીન શૂટ કરશે
મીડિયા રિપોર્ટ અનુસાર, નયનતારા એ જ સ્વિમસૂટ સીન શૂટ કરશે જે રીતે દીપિકા પાદુકોણે પઠાણમાં કર્યો હતો. ફિલ્મના આ સીનને ફિલ્માવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને ઘણા વિચાર બાદ નયનતારાએ સ્વિમસૂટ પહેરવા હા કહી છે.

16 વર્ષથી ફિલ્મોમાં ક્યારેય બિકીનીમાં જોવા મળી નથી
અહીં તમને જણાવી દઈએ કે, નયનતારા છેલ્લા 16 વર્ષથી ફિલ્મોમાં ક્યારેય બિકીનીમાં જોવા મળી નથી. છેલ્લે 2007માં બિલ્લામાં નયનતારા બોલ્ડ અંદાજમા્ં સ્ક્રીન પર જોવા મળી હતી. હવે નયનતારાએ બિકીની પહેરવા હા કરી છે.

ફિલ્મ 2 જૂને રિલીઝ થશે
ફિલ્મ જવાનનું નિર્દેશન એટલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને નયનતારા સિવાય વિજય સેતુપતિ પણ મહત્વના રોલમાં જોવા મળશે. વિજય સેતુપતિ ફિલ્મમાં વિસ્તૃત કેમિયો હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આ વર્ષે 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
