આ હસીના હતી કરણ જોહરનો પહેલો પ્રેમ, જાણો કેમ ન થઈ શક્યા લગ્ન?
બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અને ઘણી સફળ ફિલ્મો આપનારા નિર્માતા કરણ જોહર તેનો 51મોંં જન્મ દિલસ ઉજવી રહ્યા છે. કરણ જોહર બે બાળકોના પિતા છે પરંતુ હજુ પણ અન મેરિડ છે. જો કે કણ જોહર પણ કોઈના પ્રેમમાં હતા. તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

કરણ જોહર બોલિવૂડનું ખુબ જાણીતુ નામ છે. કરણ જોહરે મોહબ્બતેં, કુછ કુછ હોતા હૈ, કભી અલવિદા ના કહેના જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. કરણ જોહરની આ રોમેન્ટિક ફિલ્મો તો લોકોને ખુબ પસંદ આવી પણ હજુ સુધી તેને પોતાનો પ્રેમ મળ્યો નથી. તેની લવ લાઈફ સાથે ઘણી એવી બાબતો છે જેના વિશે કેટલાક લોકો જ જાણે છે.
આજે અમે તમને કરણ જોહરની લાઈફમાં આવેલી એ મહિલા પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તે ખૂબ જ પ્રેમ કરતા હતા અને પ્રપોઝ પણ કર્યું હતું. જો કે આ અભિનેત્રીએ તેનું દિલ માટે તોડી નાખ્યું. આ વાતનો ખુલાસો ખુદ કરણ જોહરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે.
કરણ જોહરે કહ્યું કે તેને આજ સુધી તેના જીવનમાં માત્ર એક જ છોકરીને પ્રેમ કર્યો છે. આ છોકરીને તે લગભગ બાળપણથી ઓળખતો હતો. કરણ જોહર જે અભિનેત્રીની વાત કરી રહ્યો છે તે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના છે. એક જમાનામાં ટ્વિંકલ ખન્ના કરણ જોહરનો પહેલો પ્રેમ હતી.
અહેવાલો અનુસાર, ટ્વિંકલ ખન્ના અને કરણ જોહર પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં સાથે હતા અનેે બન્નેની ફ્રેન્ડશિપની ખુબ ચર્ચા હતી. કરણ જોહર સ્કૂલથી જ ટ્વિંકલના પ્રેમમાં હતા. આ વાતનો ખુલાસો ખુદ કરણ જોહરે ટ્વિંકલ ખન્નાની બુક મિસિસ ફનીબોન્સના લોન્ચ દરમિયાન કર્યો હતો. આટલું જ નહીં, કરણે એકવાર કોફી વિથ કરણ શોમાં ટ્વિંકલ ખન્નાને પોતાના દિલની વાત કહી હતી.
જો કે ટ્વિંકલ ખન્નાએ કરણ જોહરનો પ્રેમ ન સ્વીકારી. કરણ જોહરે તેને ફિલ્મ કુછ કુછ હોતા હૈની ઓફર પણ કરી હતી પરંતુ અભિનેત્રીએ ઓફર ઠુકરાવી દીધી હતી. આવું કરીને તેણે કરણનું દિલ તોડી નાખ્યું હતું. ત્યારબાદ ટ્વિંકલે વર્ષ 2001માં અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા.












Click it and Unblock the Notifications
