પ્રેમમાં ઉમરનું કોઈ મહત્વ નથી એ સાબિત કરે છે આ બોલિવૂડ કપલ, આ કપલ વચ્ચે છે સૌથી વધુ એજ ગેપ!

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તમામ સ્ટાર્સ લવ મેરેજ કરે છે. આ સ્ટાર્સ પ્રેમ સામે ઉંમરને કોઈ મહત્વ આપતા નથી.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તમામ સ્ટાર્સ લવ મેરેજ કરે છે. આ સ્ટાર્સ પ્રેમ સામે ઉંમરને કોઈ મહત્વ આપતા નથી. સૈફ અલી ખાન-કરિના કપૂરથી માંડીને દિલીપ કુમાર-સાયરા બાનુ સુધીના તમામ સ્ટાર્સે ઉંમરને ધ્યાનમાં લીધા વિના પ્રેમને મહત્વ આપ્યુ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે પ્રિયંકા ચોપરા 37 વર્ષની હતી અને નિક જોનાસ 27 વર્ષનો હતો. આ રીતે બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનના બીજા લગ્ન અને કરીના કપૂરના પ્રથમ લગ્ન હતા. આ કપલ વચ્ચે ઉંમરમાં 11 વર્ષનું અંતર છે.

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની

ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ધર્મેન્દ્ર પરિણીત હતો. ધર્મેન્દ્ર અને તેમની બીજી પત્ની હેમા માલિની વચ્ચે ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.

કબીર બેદી અને પરવીન દુસાંજ

કબીર બેદી અને પરવીન દુસાંજ

પીઢ અભિનેતા કબીર બેદી પોતાના અભિનયની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. કબીર બેદીએ તેની ગર્લફ્રેન્ડ પરવીન દુસાંજ સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. બંને વચ્ચે ઉંમરમાં 29 વર્ષનું અંતર છે.

દિલીપ કુમાર અને સાયરા બાનુ

દિલીપ કુમાર અને સાયરા બાનુ

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારે 45 વર્ષની ઉંમરે સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. દિલીપ કુમાર સાથેના લગ્ન સમયે સાયરા બાનુની ઉંમર 22 વર્ષની હતી.

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા

બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રાજેશ ખાનની ઉંમર 31 વર્ષની હતી અને ડિમ્પલ કાપડિયા 16 વર્ષની હતી.

સંજય દત્ત અને માન્યતા

સંજય દત્ત અને માન્યતા

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સંજય દત્તે માન્યતા દત્ત સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. જ્યારે સંજય દત્તે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા ત્યારે તે તેમના કરતા 16 વર્ષ નાની હતી.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે. મીરા રાજપૂત ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી આવતી નથી. શાહિદ કપૂર અને મીરા રાજપૂતની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.

મિલિંદ સોમન અને અંકિતા કોંવર

મિલિંદ સોમન અને અંકિતા કોંવર

બોલિવૂડ એક્ટર અને મૉડલ મિલિંદ સોમન અવારનવાર પોતાની બીજી પત્ની અંકિતા કોવર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. મિલિંદ સોમન અને અંકિતા કોંવરની ઉંમરમાં 27 વર્ષનું અંતર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X