ફિલ્મી રોમાંસ કરતા કરતા પ્રેમમાં પડી લગ્ન સુધી પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં એક ક્રિકેટર પણ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બન્ને શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રોમાન્સ કરતા કરતા બન્ને રિયલ લાઈફમાં પ્રેમમાં પડ્યા અને હવે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે.
બોલિવૂડ સ્ટાર પહેલા ફિલ્મી પડદે અને પછી રિયલ લાઈફમાં રોમાન્ક કરતા જોવા મળે છે. બોલિવૂડમાં આવી અઢળક લવ સ્ટોરી છે જે ફિલ્મી લવ સ્ટોરી તરીકે ફિલ્માવાઈ રહી હતી અને બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ યાદીમાં એકથી એક મોટા નામ સામેલ છે. એક ફેમસ જોડી તો હાલમાં લગ્ન કરવા જઈ રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બન્ને શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રોમાન્સ કરતા કરતા બન્ને રિયલ લાઈફમાં પ્રેમમાં પડ્યા અને હવે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
હાલમાં પઠાણમાં જોવા મળવા જઈ રહેલી અભિનેત્રી દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે. બન્ને ગોલિયો કી રાસલીલામાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. અહીંથી જ બન્ને એકબીજાની નજીક આવ્યા અને લગ્ન કર્યા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ એક એડના શૂટિંગ માટે પહેલી વખત મળ્યા હતા. અહીંથી જ બન્ને એકબીજાની નજીક આવ્યા અને સમય સાથે વિતાવ્યા બાદ બન્નેએ લગ્ન કર્યા. હાલ બન્ને એક બાળકના માતા-પિતા છે.

રિચા ચઢ્ઢા અને અલી ફજલ
રિચા ચઢ્ઢા અને અલી ફજલની જોડી ફિલ્મ ફુકરેના સેટ પર બની છે. બન્ને આ ફિલ્મમાં સાથે હતા અને અહીંથી જ પ્રેમમાં પડ્યા. ગયા વર્ષે જ બન્નેએ લગ્ન કર્યા છે.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનું નામ બોલિવૂડની સફળ જોડીઓમાં સામેલ છે. અહેવાલો અનુસાર બન્ને ફિલ્મફેર મેગેઝીનના ફોટોશૂટ દરમિયાન એકબીજાને મળ્યા હતા. અહીંથી જ અક્ષયને ટ્વિંકલ સાથે પ્રેમ થયો હતો.

કાજોલ અને અજય દેવગન
કાજોલ અને અજય દેવગને ઘણી ફિલ્મો સાથે કરી છે. આ જોડી એક જમાનાની પોપ્યુલર જોડી સામે છે. કાજોલ અને અક્ષય હલચલમાં સાથે જોવા મળ્યા હતા. અહીંથી જ બન્ને એકબીજાની નજીક આવ્યા અને પ્રેમમાં પડ્યા.

કરીના કપૂર અને સૈફ અલી ખાન
સૈફ અલી ખાને કરીના સાથે બીજા લગ્ન કર્યા છે. કરીના અને સૈફ ટશનના શૂટિંગ દરમિયાન એકબીજાના નજીક આવ્યા અને લગ્ન સુધી પહોંચ્યા. અહેવાલો અનુસાર, આ ફિલ્મના શૂટિંગ બન્નેએ એકબીજા સાથે સમય વીતાવીને લગ્ન કરવાનું નક્કી કર્યુ.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન
બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર જોડીઓમાંથી એક ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ફિલ્મ દરમિયાન જ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્ને ગુરૂ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતા. અહીંથી જ બન્ને પ્રેમમાં પડ્યા હતા.












Click it and Unblock the Notifications
