બોલિવૂડની આ હોટ એન્ડ સેક્સી અભિનેત્રી ઈતિહાસ રચવા જઈ રહી છે, પહેલી વખત કરશે આ કામ!

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા જે પોતાની સુંદરતા અને હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. એ જ ઉર્વશી રૌતેલા હવે 70મી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં સ્પર્ધકોને જજ કરતી જોવા મળશે.

મુંબઈ, 09 ડિસેમ્બર : બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા જે પોતાની સુંદરતા અને હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. એ જ ઉર્વશી રૌતેલા હવે 70મી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં સ્પર્ધકોને જજ કરતી જોવા મળશે. અભિનેત્રીએ આ ઇવેન્ટમાંથી તેનો લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઉર્વશી રૌતેલા આ સ્પર્ધામાં જજની ખુરશી પર બેસીને નવો ઈતિહાસ રચવા જઈ રહી છે.

મિસ યુનિવર્સ સ્પર્ધા જજ કરીને ઈતિહાસ રચશે

મિસ યુનિવર્સ સ્પર્ધા જજ કરીને ઈતિહાસ રચશે

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના લાખો ફોલોઅર્સ છે, હવે તે મિસ યુનિવર્સ સ્પર્ધાને જજ કરી રહી છે, તેણે મિસ યુનિવર્સ માટે એક જજની ખુરશી પર બેસીને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ સ્પર્ધામાં જજની ખુરશી પર બેસનારી ઉર્વશી અત્યાર સુધીની સૌથી નાની વયની જજ છે. અત્યાર સુધીની સૌથી યુવા જજ તરીકે આ સ્પર્ધામાં સામેલ થવાથી ઉર્વશી ખૂબ જ ખુશ છે.

સ્પર્ધાને જજ કરવા ઉર્વશી ઈઝરાયલ પહોંચી

સ્પર્ધાને જજ કરવા ઉર્વશી ઈઝરાયલ પહોંચી

બોલીવુડની સૌથી યુવા સુપરસ્ટાર અને બ્યુટી ક્વીન ઉર્વશી રૌતેલા જજની ખુરશી સંભાળીને ભારતને ગૌરવ અપાવવા માંગે છે. તે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધાને જજ કરવા માટે ઈઝરાયેલ પહોંચી છે. તમામ પ્રયાસો, મહેનત અને પોતાના વ્યવસાય પ્રત્યેના સમર્પણ સાથે અન્ય દેશોમાં પોતાના રાષ્ટ્રીય ગૌરવ ત્રિરંગોને લહેરાવતા જોવું એ આપણા ભારતીયો માટે આનંદની વાત છે. આ કાર્યક્રમ 170 થી વધુ દેશોમાં 600 મિલિયનથી વધુ લોકો માટે રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરવામાં આવશે. આ સૌંદર્ય સ્પર્ધામાં 90 દેશો અને પાંચ ખંડોના સ્પર્ધકો ભાગ લેશે.

ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી

ઇન્સ્ટાગ્રામ પર ખુશી શેર કરતા ઉર્વશીએ એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, હું 70મી વાર્ષિક મિસ યુનિવર્સ સ્પર્ધા માટે પસંદગી સમિતિમાં સામેલ થવા માટે ખૂબ જ સન્માનિત મહેસૂસ કરૂ છું. આ ઉપરાંત હું બુદ્ધિશાળી મહિલાઓના આવા જૂથમાંથી સામેલ થવાથી માત્ર રોમાંચિત જ નહી પરંતુ આભારી છુ, ત્યાં હાજર રહેવા માટે અને તમામ સ્પર્ધકોને ટેકો આપવા માટે અને તેમને સફળ થતા જોવા માટે આભારી છું. તે મારા માટે ગર્વની ક્ષણ હશે. આ સાથે રૌતેલાએ કહ્યું કે મને ભારતનું ગૌરવ છે.

ઉર્વશી રૌતેલા આ ફિલ્મોમાં જોવા મળશે

ઉર્વશી રૌતેલા આ ફિલ્મોમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટ પર ઉર્વશી રૌતેલા વેબ ફિલ્મ ઇન્સ્પેક્ટર અવિનાશમાં અભિનેતા રણદીપ હુડ્ડા દ્વારા નિભાવવામાં આવેલી ઇન્સ્પેક્ટર અવિનાશ મિશ્રાની વાસ્તવિક જીવનની પત્ની પૂનમ મિશ્રાના પાત્રમાં જોવા મળશે. ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં દક્ષિણની ફિલ્મોમાં જોવા મળશે, જેમાં તેલુગુ ફીચર બ્લેક રોઝનો સમાવેશ થાય છે, જેમાં તે મુખ્ય ભૂમિકા ભજવશે, આ સિવાય સરવણ અભિનીત 200 કરોડની તમિલ બ્લોકબસ્ટર પણ છે. ફિલ્મનું આગામી શિડ્યુલ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઉર્વશી રૌતેલાએ તેની આગામી ફિલ્મ દિલ હૈ ગ્રેનું અધિકૃત પોસ્ટર શેર કર્યું છે, જે હિટ તમિલ ફિલ્મ થિરુટ્ટુ પાયલ 2 નું હિન્દી વર્ઝન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X