#Baahubali2: 500 લોકોએ મળી 50 દિવસમાં રેડી કર્યો ભવ્ય સેટ
બાહુબલીનો ભવ્ય સેટ જ્યારે સંપૂર્ણ રીતે કેમેરામાં ઢાળવામાં આવ્યો તો લોકો જોઇને દંગ રહી ગયા.
ફિલ્મ બાહુબલી-2 રિલીઝ માટે તૈયાર છે. બાહુબલી 2 અંગે થયેલ વિવાદના વંટોળ શમી ગયાં છે. લોકો ફરી એક વાર લાર્જર ધેન લાઇફ કેરેક્ટર્સ અને ભવ્ય સેટ પર ફિલ્માવવામાં આવેલી આ વાર્તા જોવા માટે આતુર બન્યા છે. બાહુબલી ફિલ્મનો પહેલો પાર્ટ ખૂબ વખણાયો હતો, ત્યારથી ફેન્સ આતુરતાથી બીજા પાર્ટની રાહ જોઇ રહ્યાં છે.

ભવ્ય ફિલ્મ
આ ફિલ્મની વાર્તા, એક્ટર્સ-કેરેક્ટર્સ, કોશ્ચ્યુમ, ભવ્ય સેટ, ડાયલોગ્સ, સિનેમેટોગ્રાફી, એક્શન વગેરેની દર્શકો પર ઊંડી છાપ છે. આથી સ્વાભાવિક છે કે, ફિલ્મના બીજા પાર્ટ માટે પણ લોકોને ખૂબ આશા હોય! આ માટે જ તો ડાયરેક્ટર રાજામૌલીએ ફિલ્મના બીજા પાર્ટ પર અત્યંત મહેનત કરી છે, જેથી લોકો નિરાશ ન થાય.

ભવ્ય અને વિશાળ સેટ
બાહુબલી 2 એ આગળની ફિલ્મની પ્રિક્વલ છે. આથી પહેલી ફિલ્મના સેટમાં જ કેટલાક સુધારા-વધારા કરી તેમાંથી નવો સેટ ઊભો કરવામાં આવ્યો છે. ફિલ્મનો સેટ અત્યંત ભવ્ય અને વિશાળ છે.

500 લોકો, 50 દિવસ
ફિલ્મનો વિશાળ સેટ જોઇ સૌ કોઇ દંગ રહી જાય છે. બાહુબલી 2 નો સેટ તૈયાર થતાં 50 દિવસનો સમય લાગ્યો હતો. લગભગ 500 લોકોએ મળી આ સેટ તૈયાર કર્યો હતો.

35 કરોડમાં ઊભું કર્યું સામ્રાજ્ય
ફિલ્મના ફર્સ્ટ પાર્ટમાં માહિષ્મતી કિંગ્ડમ બનાવવા માટે 28 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બાહુબલી 2 માટે આ જ સેટમાં કેટલાક એલિમેન્ટ્સ ઉમેરી નવો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ એક નવા કિંગ્ડમનો સેટ પણ રેડી કરવામાં આવ્યો, જેના પ્રોડક્શન ડિઝાઇનનો ખર્ચ થયો 35 કરોડ રૂપિયા.

માહિષ્મતીનો ઇન્ટિરિયર વ્યૂ
દર્શકોને યાદ હશે કે, ફિલ્મના પહેલા પાર્ટમાં માહિષ્મતીના એક્સટિરિયરને એરિયલ વ્યૂમાં બતાવવામાં આવ્યું હતું. પરંતુ સેકન્ડ પાર્ટમાં ઇન્ટિરિયર અને એમ્પાયરનો વિશાળ વ્યૂ જોવા મળશે. આ ફિલ્મના લોકેશન્સ અને સેટ માટે તેના ખૂબ વખાણ થયા હતા.

સ્ટોરીલાઇન
ફર્સ્ટ પાર્ટમાં મુખ્ય કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યા હતા. હવે સેકન્ડ પાર્ટમાં વધુ ઊંડાણમાં સ્ટોરી જાણવા મળશે. આ કારણે જ દર્શકો આ ફિલ્મને જોવા માટે અતિ-ઉત્સાહિત છે.

પાણીમાં વોર સિક્વન્સ
બાહુબલીમાં જમીન પર યુદ્ધ અને યુદ્ધની રણનીતિ બતાવવામાં આવી હતી. આ કદાચ પહેલી જ એવી ફિલ્મ હતી જેમાં બોલિવૂડ દર્શકોને યુદ્ધની રણનીતિના સિન જોવા મળ્યાં. હવે સિક્વલમાં તમને પાણીમાં થતું યુદ્ધ જોવા મળશે.

ચંબલ વેલીનો સેટ
આ ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ સિન્સ રામોજી ફિલ્મસિટીમાં ફિલ્માવવામાં આવ્યા છે. રામોજીમાં ચંબલ વેલીનો એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે 100 ટ્રક ભરીને માટી નખાવવામાં આવી હતી, ત્યાર બાદ ત્યાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું.

50,000 ફુટ મોટું પોસ્ટર
બાહુબલી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં પ્રિ-પ્રોડક્શન દરમિયાન લગભગ 15,000 સ્કેચિસ બનાવવામાં આવ્યા હતા, આ સ્કેચને ધ્યાનમાં રાખીને જ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું સૌથી મોટું પોસ્ટર 50,000 ફૂટનું હતું, જેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.

અહીં વાંચો
બાહુબલી ફિલ્મની રિલીઝ પરનું ગ્રહણ હવે પૂરું થયું છે. આ ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરતાં એક્ટર સત્યરાજે કરેલી એક ટિપ્પણી સામે કન્નડ સંઘને વાંધો પડતાં તેમણે આ ફિલ્મનો વિરોધ શરૂ કર્યો હતો. આથી કટપ્પાએ પોતાના 9 વર્ષ જૂના નિવેદન અંગે માફી માંગી છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
