ક્યારેક રિયાલિટી શોમાં રિજેક્ટ થયેલા આ સિંગર આજે બોલિવૂડમાં ધમાલ મચાવી રહ્યા છે.
બોલિવૂડમાં ઘણા એવા સિંગર છે જે એક સમયે રિજેક્ટ થઈ ગયા હતા. આ સિંગરો ટીવીના રિયાલિટી શોમાં ભાગ લઈને દર્શકોમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
બોલિવૂડમાં ઘણા એવા સિંગર છે જે એક સમયે રિજેક્ટ થઈ ગયા હતા. આ સિંગરો ટીવીના રિયાલિટી શોમાં ભાગ લઈને દર્શકોમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે સમય જતા તેઓ આજે બોલિવૂડના સફળ સિંગરોમાં તેની ગણતરી થાય છે. આજે આપણે બોલિવૂડના આવા જ લોકપ્રિય સિંગર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જુબિન નૌટિયાલ
સિંગર જુબિન નૌટિયાલ ઈન્ડિયન આઈડલમાં જોવા મળ્યો હતો. આ શોમાં તે સ્પર્ધક તરીકે આવ્યો હતો. શો દરમિયાન તેને ટોપ 25 સ્પર્ધકોમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આ રીતે તે ટૂંક સમયમાં જ શોમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, શોમાંથી બહાર આવ્યા પછી તે આજે બોલિવૂડના સુપરહિટ ગાયકોની યાદીમાં સામેલ છે.

અરિજિત સિંહ
અરિજિત સિંહ પણ પહેલીવાર સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં જોવા મળ્યો હતો. આ શોમાં તેણે ટોપ-3માં પોતાનું સ્થાન બનાવ્યું હતું પરંતુ બાદમાં ઓછા વોટ મળવાને કારણે તે બહાર થઈ ગયો હતો, પરંતુ અરિજીત સિંહની મહેનત અને નસીબે તેનો ક્યારેય સાથ ન છોડ્યો. હવે અરિજિત સિંહ બોલિવૂડમાં તેના અલગ અંદાજ માટે જાણીતા છે.

નેહા કક્કર
લોકોના દિલમાં રાજ કરનાર નેહા કક્કર પણ આ યાદીમાં સામેલ છે. નેહા કક્કરે ઈન્ડિયન આઈડલ સિઝન-2માં ભાગ લીધો હતો પરંતુ તે શરૂઆતના તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી. ભલે તે દિવસોમાં તે ઈન્ડિયન આઈડલમાં વિનર બની ન હતી, પરંતુ પછીથી તે આ જ શોની જજ તરીકે જોવા મળે છે. હવે નેહા સંગીતની દુનિયા અને ભારતમાં પ્રખ્યાત ગાયિકાઓમાંની એક છે.

ભૂમિ ત્રિવેદી
બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીએ વર્ષ 2005માં સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ સિઝન-5માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ફર્સ્ટ રનર અપ રહી હતી. તે શો જીતી શકી ન હતી. આમ છતાં ભૂમિએ રામ ચાહે લીલા ગીત દ્વારા બોલિવૂડમાં ધમાલ મચાવી હતી.

તોશી સાબરી
તોશી સાબરી ભલે આજે બોલિવૂડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર છે, પરંતુ તેમને ટીવીના રિયાલિટી શોમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. તોશી સાબરીએ વર્ષ 2007માં સિંગિંગ રિયાલિટી શો અમુલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે ટોપ 10માં જગ્યા બનાવી પરંતુ ટોપ 5ની રેસમાંથી બહાર થઈ ગયો હતો.

મોનાલી ઠાકુર
મોનાલી ઠાકુર ભલે આજે બોલિવૂડની જાણીતી સિંગર છે પરંતુ તેના જીવનમાં એક એવો દિવસ આવ્યો હતો જ્યારે તે પોતાની જાતને નિષ્ફળ માનવા લાગી હતી. 2005માં સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સીઝન 2 દરમિયાન તેને આ અનુભવાયુ હતું. અહીં તે ટોપ 10માં સામેલ રહી હતી.

વિશાલ મિશ્રા
વિશાલ મિશ્રાએ વર્ષ 2014માં સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તેણે શોના ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું અને બાદમાં તે શોમાંથી બહાર થઈ ગઈ હતી. શોમાંથી બહાર આવ્યા બાદ તેણે બોલિવૂડને ઘણા સુપરહિટ ગીતો આપ્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
