Ohh, જેકલીનની આદતોથી પરેશાન થયા ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝ ની ફિલ્મ ફ્લાયિંગ જટ રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મના ગીતો અને ટ્રેલર તો પહેલેથી જ લોકોને પસંદ પડવા લાગ્યા છે અને આશા કરીએ કે ફિલ્મ પણ સારી જ હોય. આ ફિલ્મમાં પહેલી વાર ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝ એક સાથે જોવા મળશે.
ફિલ્મના પ્રોમોશન માટે બંને ખાસ્સો સમય એકસાથે વિતાવી રહ્યા છે. બંનેએ પોતાની ડેટ્સ ફિલ્મના પ્રોમોશન માટે આપી દીધી છે. ટાઇગર શ્રોફ તો પહેલે થી જ ઘણા શાંત અને શર્મિલા સ્વભાવના છે વધારે બોલતા પણ નથી. પરંતુ તેઓ જેકલીનની આદતોથી પરેશાન થઇ ચુક્યા છે.

જેકલિન ફર્નાન્ડિઝ દિવસમાં જેટલીવાર પણ પ્રોમોશનમાં જાય છે. એટલી વાર તે પોતાની ડ્રેસ બદલે છે. જેના કારણે ટાઇગર શ્રોફને પણ તેની રાહ જોવી પડે છે. ખાલી ડ્રેસ જ નહિ પરંતુ જેકલિન પોતાનો મેકઅપ અને હેર સ્ટાઇલ પણ બદલી નાખે છે. તો તમે સમજી જ ગયા હશો કે કેટલો વધારે સમય વેડફાતો હશે. એટલો જ સમય ટાઇગર શ્રોફનો પણ બરબાદ થાય છે.
સૂત્રોનું માન્યે તો બે વાર ટાઇગર શ્રોફએ જેકલિનને કઈ જ ના કહ્યું. પરંતુ અંતમાં તેમનો મૂડ પણ ખરાબ થઇ ગયો છતાં તેઓ કઈ જ ના કહી શક્યા કારણકે તેમને કેટલાક દિવસો ફિલ્મના પ્રોમોશન માટે જ આપી દીધા છે.












Click it and Unblock the Notifications
