સિક્સ પૅક કરતાં સ્વસ્થ શરીર મહત્વનું : હૃતિક રોશન
મુંબઈ, 9 મે : બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન કહે છે કે ભૂખ્યા રહી સિક્સ પૅક બનાવવા કરતાં લોકોએ પોતાના ખાન-પાન ઉપર ધ્યાન આપવું જોઇએ તથા સ્વસ્થતા અનુભવવી જોઇએ. હૃતિક પોતાના શ્રેષ્ઠ શારીરિક સૌષ્ઠવ માટે જાણીતાં છે.

હૃતિક રોશને મુંબઈમાં આરોગ્ય સાથે સંકળાયેલ લેખક ક્રિસ ગેથિનના પુસ્તક ક્રિસ ગેથિન્સ ગાઇડ ટૂ યોર બેસ્ટ બૉડી લુકનું વિમોચન કર્યું. પુસ્તક અંગે હૃતિક રોશને જણાવ્યું - આજકલ તમામ નવયુવાનો સિક્સ પૅકના દીવાના છે અને આ ચક્કરમાં પોતાના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપતાં. આરોગ્ય અંગે લોકોએ જાગૃત થવાની જરૂર છે.
ક્રિશ 3 ફિલ્મમાં સિક્સ પૅક લુકમાં દેખાનાર હૃતિક રોશને જણાવ્યું - બહેતર શરીર તેને કહેવાય કે જેમાં આપ પોતાની જાતને સ્વસ્થ અનુભવો. ભલે સિક્સ પૅક હોય કે ન હોય, આપ સ્વસ્થ હોવ, તો કાયમ ખુશ રહી શકશો.
તેમણે જણાવ્યું - શારીરિક સૌષ્ઠવ માટે ભૂખ્યાં રહેવું જરૂરી નથી. દરેકને લાગે છે કે બૉડી બનાવવા માટે ખાવા-પીવા ઉપર અંકુશ મૂકવાનું હોય છે, પણ એવું નથી. આજે મેં આઠ વાર ભોજન કર્યું છે અને મને લાગે છે કે આપે પણ ભૂખ્યા રહેવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
