For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલીવૂડની 10 સૌથી વધુ કમાણી કરતી કરોડપતિ અભિનેત્રીઓ

|
Google Oneindia Gujarati News

જો તમને લાગતું હોય કે બોલીવૂડમાં ખાલી ખાન ત્રિપુટી જ પ્રતિ ફિલ્મ કરોડો રૂપિયાની ફ્રી વસૂલે છે. તો તમને જણાવી દઉં કે બોલીવૂડની અભિનેત્રીઓ પણ કંઇ આ મામલે પાછળ નથી.

એટલું જ નહીં અનુષ્કા, દિપીકા અને કંગના અને ઐશ્વર્યા જેવી જાણીતી ફિલ્મ અભિનેત્રીઓ પણ હવે ફિલ્મના પ્રોફિટમાં પોતાનો મોટો હિસ્સો માંગવા લાગી છે. અને પ્રત્યેક ફિલ્મ દીઠ મોટી રકમ પણ વસૂલી રહી છે. આ સાથે જ એડ ફિલ્મો અને પ્રોમોશનની ફ્રીની કમાણી તો અલગ જ.

ત્યારે 2015માં સાત આંકડાની કમાણી કરતી આ બોલીવૂડ અભિનેત્રીઓ કોણ કોણ છે. અને તે પ્રત્યેક ફિલ્મ કેટલી ફિ લે છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે દિપીકા પાદુકોણ. દિપીકા કોઇ પણ ફિલ્મ સાઇન કરતી વખતે 8 થી 9 કરોડની ફ્રી ચાર્જ કરે છે. જો કે કોઇ નાના બજેટની ફિલ્મ હોય અને તેની સ્ક્રિપ્ટ દિપીકાને ગમી જાય તો તે તેના ભાવ ઓછા પણ કરે છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા હાલમાં બોલીવૂડમાં પોતાના કેરિયરની સેકન્ડ ઇનીંગ શરૂ કરવાની છે. ત્યારે ઝસબા ફિલ્મથી રીએન્ટર થતી એશ આ ફિલ્મ માટે 7 કરોડ રૂપિયાની ફ્રી ચાર્જ કરી છે. અને ફિલ્મની સફળતામાં પણ પોતાના પ્રોફિટની ચોખવટ કરી રાખી છે.

કરિના કપૂર

કરિના કપૂર

કરિના કપૂર પણ 6 થી 7 કરોડ રૂપિયાની તગડી ફ્રી લે છે. અને તે સિવાય આઇટમ સોંગ, બ્રાન્ડ, પ્રમોશન, એડ તે બધાના અલગ હો!

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા બોલીવૂડમાં જ નહીં હોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે અને તે પણ 7 કરોડ રૂપિયા લીધા વગર ફિલ્મ સાઇન નથી કરતી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

આ ક્રિટીકલી એક્લેમ એક્ટ્રેસ પણ 6 કરોડ રૂપિયા ફી પેટે લે છે. અને તે વાત પણ સાચી છે કે અનેક ફિલ્મો વિદ્યાની અદાકારીના કારણે બોક્સ ઓફિસ પર હિટ થઇ છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કેટરીના કૈફે પણ પોતાની ફ્રી વધારી છે પહેલા 4-5 કરોડ લેનારી કેટરીના પણ હવે ફિલ્મ માટે 6 થી 7 કરોડ ચાર્જ કરવા લાગી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

એનએચ 10 અને પીકે જેવી ફિલ્મોની સફળતા બાદ અનુષ્કાએ પણ તેની ફી 6 કરોડ રૂપિયા કરી દીધી છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી પણ 5-6 કરોડ રૂપિયાની ફ્રી લે છે કોઇ પણ ફિલ્મ કરવા માટે.

કંગના રાણાવત

કંગના રાણાવત

તનુ વેડ્સ મનુ અને ક્વીન જેવી ફિલ્મોની સફળતાએ બાદ કંગનાએ પણ પોતાના ભાવ વધાર્યા છે. તે પણ હવે 5-6 કરોડ રૂપિયાની ફ્રી લે છે. તેણે તો ત્યાં સુધી કહી દીધુ કે ખાન ત્રિપુટીને પૈસા આપી શકો છો તો અમને કેમ નહીં!.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પણ પોતાની ફિલ્મો માટે 3 કરોડ રૂપિયાની ફ્રી લે છે. અને પરણિતિ ચોપડા પણ.

English summary
Top 10 Bollywood Actress who earn good money. here is the list so you can check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X