Pics : ડર્ટી ગર્લ છે 2013ની ફ્લૉપ હીરોઇન!

મુંબઈ, 14 ડિસેમ્બર : વર્ષ 2013 બસ થોડાક જ દિવસોનું મહેમાન છે. આ વર્ષે જતા-જતા બૉલીવુડને ઘણુ બધુ આપ્યું, તો તે ઘણાને પોતાની સાથે લઈને પણ જઈ રહ્યું છે. ફિલ્મી કૅનવાસે આ વર્ષ એક મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધાશે. નોંધનીય વાત એ છે કે વર્ષ 2013એ બૉલીવુડના ઘણા હીરોનો સો કરોડના ક્લબમાં સમાવેશ કર્યા, તો કેટલીક હસીનાઓએ પણ અબજો રુપિયાની કમાણી કરી, પરંતુ કેટલીક બાળાઓ દર્શકોની અપેક્ષા સામે ઉણી ઉતરી.

આ વર્ષે આશ્ચર્યજનક બાબત એ રહી કે જેઓ વર્ષના આરંભે ડિમાંડિંગ હતાં અને ગત વર્ષે નંબર વન ઉપર હતાં, તેમને જ આ વર્ષે દર્શકોએ પસંદ નહીં કર્યાં. તેમાં પહેલું નંબર આવે છે વિદ્યા બાલનનું. તેમાં કોઈ શંકા નથી કે નેશનલ ઍવૉર્ડ વિનર વિદ્યા એક નિપુણ અભિનેત્રી છે, પરંતુ તેમની આ વર્ષની રિલીઝ ફિલ્મ ઘનચક્કર તેમણે કેમ સાઇન કરી, તે કોઈને સમજાયું નહીં. કંઇક એવુ જ ફ્લૉપ કામ કર્યું બિપાશા બાસુએ.

એક અંગ્રેડી ડેલીના સર્વેના આધારે જોઇએ આ વર્ષની ફ્લૉપ અભિનેત્રીઓ :

વિદ્યા બાલન

વિદ્યા બાલન

લગ્ન બાદ વિદ્યા બાલનની ઘનચક્કર ફિલ્મ પાસે લોકોને ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ. ફિલ્મમાં વિદ્યા હદથી વધુ જાડા દેખાયાં. વિદ્યાને ફ્લૉપ અભિનેત્રીઓની યાદીમાં નંબર વન આપવામાં આવે છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બૉલીવુડના હિટ એન્ડ સેક્સી બેબ્સ બિપાશા બાસુએ આત્મા ફિલ્મ દ્વારા સૌને નિરાશ કર્યાં. લોકોને સમજાયું જ નહીં કે આત્મા બિપાશાએ કઈ રીતે સાઇન કરી? તેઓ ફ્લૉપ નંબર 2 રહ્યાં.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

બૉલીવુડના ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાએ 2013માં લાંબા વખત બાદ ઇશ્ક ઇન પેરિસ દ્વારા કમબૅક કર્યું. પોતે જ નિર્મિત આ ફિલ્મ ચાલી નહીં અને પ્રીતિ રહ્યાં ફ્લૉપ નંબર 3.

અમીષા પટેલ

અમીષા પટેલ

આ વર્ષના આરંભે અમીષા પટેલની રેસ 2 જેવી હિટ ફિલ્મ આવી, પણ ક્રેડિટ તેમને મળ્યું નહીં. પછી તેમની શૉર્ટકટ રોમિયો ફિલ્મ આવી કે જે ફ્લૉપ સાબિત થઈ.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

પાંચમું સ્થાન ચિત્રાંગદા સિંહને આપવું રહ્યું કે જેમની ઇનકાર અને આઈ મી ઔર મૈં જેવી ફિલ્મો ફ્લૉપ રહી.

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈએ પણ લોકોને નિરાશ કર્યાં. તેમની બે ફિલ્મો આઈ મી ઔર મૈં તથા પોલીસગિરી આવી કે જે બંને ફ્લૉપ જ રહી. તેમને છઠું સ્થાન આપી શકાય.

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

અદિતી પાસે આશા હતી કે તેઓ પણ મલ્લિકા શેરાવતની જેમ હૉટ સાબિત થશે, પરંતુ તેઓ નથી મર્ડર 3માં પ્રભાવિત કરી શક્યાં કે નથી બૉસમાં તેમનું કામ લોકોને સમજાયું. તેઓ છે ફ્લૉપ નંબર 7.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

દર્શકોને આકર્ષવામાં ફરી એક વાર નિષ્ફળ રહ્યાં જૅકલીન. જોકે રેસ 2 સફળ રહી, પણ જૅકલીનને કોઈએ નોટિસ નહીં કરી.

શ્રુતિ હસન

શ્રુતિ હસન

કમલ હસનની દીકરી શ્રુતિ હસનની બંને ફિલ્મો રમૈયા વસ્તાવૈયા અને ડી ડે ફ્લૉપ રહી.

સોહા અલી ખાન-માહી ગિલ

સોહા અલી ખાન-માહી ગિલ

નંબર 10ની પૉઝિશને બે ફ્લૉપ અભિનેત્રીઓ સોહા અલી ખાન અને માહી ગિલ છે કે જેઓ સાહબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સમાં સાથે પણ હતાં, પરંતુ બંનેએ નિરાશ કર્યાં. માહી ઝંજીર 2માં પણ આકર્ષી ન શક્યાં, તો સોહાએ વૉર છોડ ના યારમાં લોકોને પકવ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X