Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બૉલીવુડ ફિલ્મોમાં ધૂમ મચાવતાં South Indian ખલનાયકો...

મુંબઈ, 6 સપ્ટેમ્બર : બૉલીવુડ ફિલ્મોમાં વિલન્સ એટલે કે ખલનાયકોની કોઈ ઉણપ નથી. બૉલીવુડ હોય કે કોઈ પણ સિનેમા હોય, હીરો કે હીરોઇન બનવા માટે માણસે સખત મહેનત કરવી પડે છે, પરંતુ ખલનાયકનો રોલ સરળતાથી મળી જાય છે.

બૉલીવુડ ફિલ્મોની વાત કરીએ, તો ખલનાયકોની લાંબી યાદી છે કે જેમાંના અનેક ખલનાયકોએ પોતાની અમિટ છાપ છોડી છે. તેમાં પ્રાણથી લઈ શક્તિ કપૂર, જીવણથી લઈ કિરણ કુમાર, ગુલશન ગ્રોવર, રણજીત, અમઝદ ખાનનો સમાવેશ થાય છે. આ યાદીમાં અનેક નવા-નવા લોકોનો ઉમેરો થતો જાય છે અને તેમાં પણ હવે તો સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ખલનાયકો પણ બૉલીવુડ ફિલ્મોમાં ધમાલ મચાવી રહ્યા છે.

પ્રકાશ રાજ, આશિષ વિદ્યાર્થી, અવિનાશ, પ્રદીપ રાવત, કલાભવન મણિ, સોનૂ સૂદ, સયાજી શિંદે, સુમન જેવા ખલનાયકો સાઉથ ઇન્ડિયન સિનેમાના ટૉપ 20 ખલનાયકોમાં સામેલ છે અને આમાંના અનેક ખલનાયકોએ સિંઘમ, દબંગ જેવી હિટ બૉલીવુડ ફિલ્મોમાં શાનદાર ખલનાયકી કરી છે.

ચાલો આપને બતાવીએ સાઉથ ઇન્ડિયન સિનેમાના ટૉપ 20 Villains :

પ્રકાશ રાજ

પ્રકાશ રાજ

સાઉથ ઇન્ડિયન સિનેમાના વન ઑફ ધ મોસ્ટ પૉપ્યુલર ખલનાયક છે પ્રકાશ રાજ. તેમણે તેલુગુ, તામિળ, કન્નડ અને મલયામલ ફિલ્મોમાં ખલનાયકી કરી છે. બૉલીવુડ ફિલ્મ સિંઘમમાં તેમની ખલનાયકીના ખૂબ વખાણ થયા હતાં.

આશિષ વિદ્યાર્થી

આશિષ વિદ્યાર્થી

આશિષ વિદ્યાર્થીએ બે દાયકાથી વધુ સમયમાં અનેક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં વિલનગિરી કરી છે. તેઓ બૉલીવુડ ફિલ્મોમાં પણ ધૂમ મચાવે છે.

સોનૂ સૂદ

સોનૂ સૂદ

સોનૂ સૂદ માત્ર બૉલીવુડ જ નહીં, પણ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ પૉપ્યુલર છે. તેમણે અનેક તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે. અરુંધતી ફિલ્મમાં તેમની ખલનાયકીના ખૂબ વખાણ થયા હતાં. બૉલીવુડ ફિલ્મ દબંગમાં તેઓ મુખ્ય ખલનાયક હતા અને ટુંકમાં જ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં દેખાવાના છે.

સયાજી શિંદે

સયાજી શિંદે

તામિળ અને તેલુગુ ફિલ્મોના જાણીતા વિલન સયાજી શિંદેએ કુરુક્ષેત્ર અને ગંગા જલ જેવી અનેક બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

રઘુવરન

રઘુવરન

સ્વર્ગસ્થ રઘુવરન ખલનાયક શબ્દનો પર્યાય હતાં. તેમણે તામિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડની સોથી વધુ ફિલ્મોમાં વિલનગિરી બતાવી હતી. લાલ બાદશાહ સહિતની બૉલીવુડ ફિલ્મોમાં પણ તેઓ વિલન હતાં.

સુમન

સુમન

સુમન બહુભાષી એક્ટર છે અને તેમણે ચાર ભાષાની સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ કર્યા છે. રજનીકાંતની સિવાજી ધ બૉસ ફિલ્મમાં તેમનુ કામ નોંધનીય હતું.

સાઈ કુમાર

સાઈ કુમાર

સાઈ કુમાર મુખ્યત્વે હીરો તરીકે જાણીતા છે અને તેમણે તમામ સાઉથ ઇન્ડિયન ભાષાની ફિલ્મોમાં ખલનાયકી કરી છે. Thirunamgalam, Irumbu Kottai Murattu Singam, Aadi તથા Samanyudu જેવી તાજેતરની ફિલ્મોમાં સાઈએ વિલનનો રોલ કર્ય છે.

વજરાજમુનિ

વજરાજમુનિ

સ્વર્ગસ્થ વજરાજમુનિ કન્નડ ફિલ્મોના ખૂબ જ લોકપ્રિય વિલન હતાં. કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર સ્વર્ગસ્થ ડૉ. રાજકુમાર સાથે વજરાજમુનિનું કૉમ્બિનેશન યાદગાર છે.

અવિનાશ

અવિનાશ

અવિનાશ નોંધનીય કન્નડ અભિનેતા છે કે જેમણે કન્નડ, તામિળ અને તેલુગુ ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ કર્યા છે. તેઓ છેલ્લે વીરમ અને ઉગ્રમ ફિલ્મોમાં દેખાયા હતાં.

રાહુલ દેવ

રાહુલ દેવ

બહુભાષી એક્ટર રાહુલ દેવની ગણતરી પણ હાલના ટોચના વિલનમાં થાય છે. તેઓ બૉલીવુડ ફિલ્મોમાં પણ એક્ટિવ છે.

કિશોર

કિશોર

કિશોર પણ જાણીતા સાઉથ ઇન્ડિયન વિલન છે. તેમણે અનેક કન્નડ, તામિળ અને તેલુગુ ફિલ્મોમાં વિલનગિરી કરી છે.

કલાભવન મણિ

કલાભવન મણિ

કલાભવન મણિ મલયામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય ખલનાયક છે. તેઓ તામિળ ફિલ્મોમાં પણ ખલનાયકી કરે છે.

કોટા શ્રીનિવાસ રાવ

કોટા શ્રીનિવાસ રાવ

કોટા શ્રીનિવાસ રાવ તેલુગુ, તામિળ અને કન્નડ ફિલ્મોના મોસ્ટ સાઉટ વિલન છે.

મુકેશ ઋષિ

મુકેશ ઋષિ

મુકેશ ઋષિએ પોતાના નેગેટિવ રોલ્સ વડે દર્શકોને રોમાંચિત કર્યા છે. તેઓ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં વિલનગિરી કરે છે. બૉલીવુડની અનેક ફિલ્મોમાં પણ તેમણે ખલનાયકી અને સપોર્ટિંગ રોલ્સ કર્યા છે.

નાસેર

નાસેર

કોટા પછી વધુ એક ટૅલેંટેડ એક્ટર નાસેર પણ તેલુગુ, તામિળ અને કન્નડ ફિલ્મોના મોસ્ટ સાઉટ વિલન છે.

પ્રદીપ રાવત

પ્રદીપ રાવત

બૉલીવુડ એક્ટર પ્રદીપ રાવત તામિળ, તેલુગુ અને કન્નડ ફિલ્મોના લોકપ્રિય વિલન છે.

ચરણ રાજ

ચરણ રાજ

ચરણ રાજે કન્નડ અને તામિળ ફિલ્મોમાં નેગેટિવ રોલ્સ કર્યા છે. તેમની નોંધનીય ફિલ્મોમાં સૂરાપ્પા અને તિરુપિતનો સમાવેશ થાય છે.

શોભરાજ

શોભરાજ

શોભરાજ કન્નડ ફિલ્મોના જાણીતા વિલન છે. તેઓ 90ના દાયકામાં ખૂબ જ સક્રિય હતાં.

અજય

અજય

એક્ટર અજય પણ તેલુગુ અને કન્નડ ફિલ્મોના ફૅમસ વિલન છે.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ

બૉલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના વન ઑફ ધ પૉપ્યુલર ચૉઇસેસ વિલન છે. તેમની મહત્વની ફિલ્મોમાં બિલ્લા 2 અને ઊસારાવેલ્લીનો સમાવેશ થાય છે.

Rare Pics : ઐશ્વર્યા રાય ધ બ્યુટીફુલ Cover Girl

Rare Pics : ઐશ્વર્યા રાય ધ બ્યુટીફુલ Cover Girl

Rare Pics : ઐશ્વર્યા રાય ધ બ્યુટીફુલ Cover Girl

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X