For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Top 5 highest Paid South actress : આ સાઉથની અભિનેત્રી કરે છે સૌથી વધુ કમાણી

જો આપણે કન્ટેન્ટના ફ્લો વિશે વાત કરીએ, તો કોરોના મહામારી લોકો માટે વરદાન રૂપે આવ્યો છે. જોકે, આપણે સાઉથ ફિલ્મોના કલાકારોના શાનદાર પ્રદર્શનથી પહેલાથી જ વાકેફ હતા.

|
Google Oneindia Gujarati News

જો આપણે કન્ટેન્ટના ફ્લો વિશે વાત કરીએ, તો કોરોના મહામારી લોકો માટે વરદાન રૂપે આવ્યો છે. જોકે, આપણે સાઉથ ફિલ્મોના કલાકારોના શાનદાર પ્રદર્શનથી પહેલાથી જ વાકેફ હતા, પરંતુ લોકો OTT પ્લેટફોર્મ દ્વારા તેમના વિશે વધુ જાણતા થયા છે.

આવા સમયે, જો આપણે સાઉથ એક્ટ્રેસની વાત કરીએ તો તેની લોકપ્રિયતા માત્ર સાઉથની ફિલ્મો સુધી જ સીમિત નથી. તેથી જ આજે અમે તમને સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીની યાદી જણાવી રહ્યા છીએ.

નયનતારા

નયનતારા

ઈન્ડસ્ટ્રીમાં નયનતારાને લગભગ બે દાયકા થઈ ગયા છે. 37 વર્ષીય સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીએ ઘણી તેલુગુ, તમિલ અનેમલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. નયનતારા આવતા વર્ષે શાહરૂખ ખાન સાથે ફિલ્મ જવાનથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

મીડિયારિપોર્ટ્સ અનુસાર, નયનતારા દરેક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ETimesના અહેવાલ અનુસાર, તે દક્ષિણની સૌથી વધુકમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર છે.

પૂજા હેગડે

પૂજા હેગડે

પૂજા હેગડેએ વર્ષ 2012માં તમિલ ફિલ્મ 'મુગમુદી'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં સતત કામ કરી રહી છે.

ટૂંક સમયમાં તે 'સર્કસ' અને 'કભી ઈદ કભી દિવાળી' જેવી મોટી હિન્દી ફિલ્મોમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા દરેક ફિલ્મમાટે 3.5-5 કરોડ રૂપિયા લે છે.

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ માત્ર એક સુંદર ચહેરો જ નહીં પરંતુ, એક મજબૂત અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પોતાનાઅભિનયનો જાદુ બતાવવા ઉપરાંત અભિનેત્રીએ હિન્દી વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'માં પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમંથા એક ફિલ્મ માટે 3.5-4 કરોડ રૂપિયા લે છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનું નામ યાદીમાં ચોથા નંબર પર છે. તેણે બોલીવુડમાં ઘણા સમય પહેલા ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેની ફિલ્મો વધુ છાપ છોડીશકી ન હતી.

તે પછી, તમન્નાએ તમિલ અને તેલુગુ ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને 'બાહુબલી' જેવી ઐતિહાસિક ફ્રેન્ચાઈઝીનો ભાગ બનીહતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે તેની દરેક ફિલ્મ માટે 2.5-5 કરોડ રૂપિયા લે છે.

રશ્મિકા મંદન્ના

રશ્મિકા મંદન્ના

5મા ક્રમે રશ્મિકા મંદન્ના છે, જે 'પુષ્પા'ની 'શ્રીવલ્લી' બન્યા બાદ સેન્સેશન બની ગઈ છે. રશ્મિકાએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામકર્યું છે.

તે જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ 'મિશન મજનૂ'થી બોલીવુડમાં ડેબ્યૂ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા દરેક ફિલ્મમાટે 3 કરોડ રૂપિયા લે છે.

English summary
Top 5 highest paid South actress: These 5 South actress earns the most
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X