Bye Bye 2014 : દીપિકાનો Cleavage વિવાદ રહ્યો Top પર!

બૉલીવુડ અને વિવાદોનો એક-બીજા સાથે ચોલી-દામન જેવો સાથ છે. દર વર્ષે સિને જગતના કલાકારો ક્યારેક અંગત બાબતો અંગે, તો ક્યારેક પોતાની ફિલ્મો અંગે વિવાદોમાં ઘેરાતા રહે છે. અનેક વખત વિવાદો ગંભીર થઈ જાય છે, તો ઘણી વખત તે વિવાદો દબાવી દેવાય છે, પણ સામાન્યતઃ આવા વિવાદો તેની સાથે સંકળાયેલા કલાકારો માટે લકી સાબિત થાય છે, કારણ કે વિવાદોના કારણે કલાકારોને મફતમાં પબ્લિસિટી મળી જાય છે.

વર્ષ 2014માં શાહરુખ ખાનથી લઈ સલમાન ખાન, દીપિકા પાદુકોણેથી લઈ કૅટરીના કૈફ સુધી જુદા-જુદા વિવાદો ચર્ચામાં છવાયેલા રહ્યાં. ક્યારેક દીપિકા પાદુકોણે તેમના ક્લીવેજના કારણે વિવાદમાં સપડાયાં, તો ક્યારેક કૅટરીના કૈફ અને રણબીર કપૂર વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ ચર્ચામાં રહી.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ 2014 મોસ્ટ ટૉક્ડ વિવાદો :

શાહરુખની શરારત

શાહરુખની શરારત

શાહરુખ ખાને થોડાક સમય અગાઉ કોલકાતા ખાતે એક ઇવેંટ દરમિયાન એક મહિલા કૉન્સ્ટેબલને આમ ઉંચકી લીધી હતી. તેમના આ પગલના ટીકા થઈ હતી. શાહરુખનું કહેવુ હતું કે લોકોને એ વાતનુ ખોટુ નથી લાગ્યું કે મેં કોઇક પોલીસ કર્મચારીને ઉંચકી, પણ લોકોને આ બાબતે વાંધો હતો કે મેં કોઇક મહિલા પોલીસને ઉંચકી.

રણબીર-કૅટ લિવ ઇન રિલેશનશિપ

રણબીર-કૅટ લિવ ઇન રિલેશનશિપ

કૅટરીના કૈફ તથા રણબીર કપૂરના અફૅરની ચર્ચાઓ તો લાંબા સમયથી ચાલે છે. 2014માં સમાચારો આવ્યાં કે રણબીર-કૅટ એક સાથે એક ફ્લૅટમાં શિફ્ટ થઈ ગયાં છે અને લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યાં છે.

દીપિકા પાદુકોણેનું ક્લીવેજ

દીપિકા પાદુકોણેનું ક્લીવેજ

એક મોટા મીડિયા હાઉસે દીપિકા પાદુકોણેના ક્લીવેજ તથા તેમના ડ્રેસિંગ સેંસ અંગે એક આર્ટિકલ અને વીડિયો પબ્લિશ કર્યાં કે જેના અંગે દીપિકા ખૂબ જ નારાજ થઈ ગયાં અને તેમણે સખત શબ્દોમાં જવાબ પણ આપ્યો. તેમણે કહ્યું કે તેઓ એક મહિલા છે અને તેમની પાસે ક્લીવેજ હોવું સામાન્ય બાબત છે.

સલમાન-મોદી મુલાકાત

સલમાન-મોદી મુલાકાત

સલમાન ખાન પોતાની ફિલ્મ જય હોના પ્રમોશન માટે ગુજરાત જઈ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં અને તેમની સાથે પતંગ પણ ચગાવી. આ વાતે વિવાદ જાગ્યો. લોકોએ સલમાનની ફિલ્મ જય હો રિલીઝ થતા રોકવાની કોશિશ પણ કરી.

પ્રિયંકાની પ્રૉપર્ટીમાં સેક્સ રૅકેટ

પ્રિયંકાની પ્રૉપર્ટીમાં સેક્સ રૅકેટ

પ્રિયંકા ચોપરાની મુંબઈના વર્સોવા ખાતે આવેલી પ્રૉપર્ટીમાંથી સેક્સ રૅકેટ ઝડપાવાનાસમાચાર પણ ચર્ચામાં રહ્યાં. પ્રિયંકાએ તેની વિરુદ્ધ પોલીસની મદદ પણ લીધી.

શ્વેતા અને લોહીનો વેપાર

શ્વેતા અને લોહીનો વેપાર

બૉલીવુડની બાળ કલાકાર રહી ચુકેલી શ્વેતા પ્રસાદ લોહીનો વેપાર કરતા ઝડપાઈ. શ્વેતાના કેસ અંગે બૉલીવુડ હસ્તીઓ પણ સામે આવી અને સૌએ શ્વેતાનો સાથ આપ્યો.

સૈફઈ મહોત્સવ વિવાદ

સૈફઈ મહોત્સવ વિવાદ

ઉત્તર પ્રદેશમાં સપા સરકાર દ્વારા યોજાયેલ સૈફઈ મહોત્સવ દરમિયાન સલમાન ખાન, આલિયા ભટ્ટ અને માધુરી દીક્ષિતના આવવા તેમજ પરફૉર્મ કરવા અંગે વિવાદ ઊભો થયો હતો. આ મહોત્સવ યૂપીમાં થયેલ રમખાણો દરમિયાન યોજાયો હતો.

અનુષ્કા-વિરાટ

અનુષ્કા-વિરાટ

દરમિયાન સમાચાર વહેતા થયાં કે અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ સગપણ કરી લીધું છે. જોકે બંનેએ આ બાબત ફગાવી દીધી, પણ એક-બીજા સાથેની રિલેશનશિપ અંગે મૌન જાળવી રાખ્યું.

સલમાન-મીડિયા

સલમાન-મીડિયા

કિકના પ્રમોશન દરમિયાન એક ઇવેંટમાં સલમાન ખાન તથા ફોટોગ્રાફરો વચ્ચે ઉગ્ર દલીલો થઈ. તે પછી ફોટોગ્રાફરોએ સલમાનને બૅન કરી દીધાં.

શ્રદ્ધા-ફોટોગ્રાફર

શ્રદ્ધા-ફોટોગ્રાફર

જાણવા એમ પણ મળ્યું કે શ્રદ્ધા કપૂરે એક ઇવેંટ દરમિયાન ફોટોગ્રાફરોને તસવીરો લેવાથી રોક્યાં અને તેથી ફોટોગ્રાફરો નારાજ થયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X