• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૉપ 20 ડિસ્ગસ્ટિંગ વલ્ગર સૉંગ્સ ઑફ બૉલીવુડ : જાણો તસવીરો સાથે

|

મુંબઈ, 4 જૂન : શું તમે બૉસ ફિલ્મમાં હની સિંહનું પાર્ટી ઑલ નાઇટ... ગીત સાંભળ્યું છે? આ ગીતના શબ્દો વાંધાજનક છે કે જેના કારણે ગાયક હની સિંહ વિવાદમાં પણ સપડાયા હતાં. જોકે હનીના મોસ્ટલી ગીતો વિવાદાસ્પદ જ હોય છે. હની સિંહ જ નહીં, પણ બૉલીવુડના અનેક ગીતો વલ્ગારિટીથી ભરેલા હોય છે.

અગાઉના જમાનામાં બૉલીવુડ ફિલ્મોના ગીતોના શબ્દો અર્થસભર રહેતા હતાં, પરંતુ આજકાલના સંગીત દિગ્દર્શકો અને ગીતકારો દ્વારા રચાયેલા ગીતો અર્થહીન ભાસે છે. એમાં પણ જ્યારથી આયટમ સૉંગ ફિલ્મનો અનિવાર્ય ભાગ બન્યા છે, ત્યારથી તો ગીતકારો શબ્દો ઉપર નહીં, પણ પડદા ઉપરના ઝળહળાટને ધ્યાને લઈ ગીતો લખવા લાગ્યાં છે. જેમ કે શીલા કી જવાની... મુન્ની બદનામ હુઈ... ગંદી બાત...

ચાલો તસવીરો સાથે બતાવીએ બૉલીવુડના ટૉપ 20 વલ્ગર સૉંગ્સની યાદી :

પાર્ટી ઑલ નાઇટ...

પાર્ટી ઑલ નાઇટ...

બૉસ ફિલ્મના પાર્ટી ઑલ નાઇટ... સૉંગમાં ‘જી**ડી મેં દમ હૈ તો બંધ કરવા લો....' વલ્ગારિટીનું પ્રમાણ છે.

ગાઝિયાબાદ કી રાની...

ગાઝિયાબાદ કી રાની...

ઝિલા ગાઝિયાબાદના ગાઝિયાબાદ કી રાની ગીતના આ શબ્દો ‘અપને બાપ કા ના સમઝો માલ....' શું કહે છે?

બટન દબા દેંગે..

બટન દબા દેંગે..

મેઘા ફિલ્મના ગીત ‘લડકિયોં લડકિયોં, લડકિયોં હમસે ના ઉલઝો, બટન દબા દેંગે...' આ શબ્દોના ઉંડાણમાં જઇએ તો અશ્લીલતા સિવાય કંઈ જ નહીં મળે.

ભાગ ડીકે બોસ

ભાગ ડીકે બોસ

દેલહી બેલીના ગીતના શબ્દો જુઓ - ‘ડૅડી મુઝસે બોલા, તૂ ગલતી હૈ મેરી... તુઝપે જિંદગાની ગિલ્ટી હૈ મેરી... સાબુન કી શકલ મેં, બેટા તૂ તો નિકલા કેવલ ઝાગ... ભાગ ભાગ ડીકે બોસ ડીકે બોસ ડીકે બોસ...'

શેક ધૅટ બિસ્કિટ બૅબી

શેક ધૅટ બિસ્કિટ બૅબી

દેલહી બેલીનું ગીત ‘ચેક ધૅટ બિસ્કિટ બૅબી, ચેક ઇટ ફૉર મી, યા યા હાયે કરંટ મારતી હૈ.'

ડોન્ટ ટચ માય બૉડી

ડોન્ટ ટચ માય બૉડી

બુલેટ રાજાનું ગીત ‘હેય ડોન્ટ ટચ માય બૉડી ઓ મોરે સઇયાં, અરે ડોન્ટ ટચ માય બૉડી ઓ મોરે સઇયાં... તેરા જલા દૂંગી ગદ્દા ઔર તકિયા, ડોન્ટ ટચ માય બૉડી...' શું કહીએ આના વિશે?

બમ પે લાત

બમ પે લાત

હિમ્મતવાલાના ગીતના શબ્દો - ‘માર દે બમ પે લાત, તૂ માર દેબમ પે લાત, તૂ માર ઉસકે બમ પે લાત...' ક્યાં છે ગીતકાર? તેના બમ ઉપર લાત મારીએ.

ઉ લા લા...

ઉ લા લા...

ધ ડર્ટી પિક્ચરનું ગીત - ‘ચુટકી જો, તૂને કાટી હૈ, જોરી સે કાટી હૈ, યહાં વહાં... રૂઠી હૂં, મૈં તુઝસે રૂઠી હૂં, મુઝે મના લે ના, ઓ જાને જાં...' ફિલ્મનું નામ વાંચીને કહી શકાય કે આ ગીત શબ્દોનું ડર્ટી પિક્ચર હતું.

બિટ્ટૂ સબકી લેગા...

બિટ્ટૂ સબકી લેગા...

બિટ્ટૂ બૉસનું ગીત - ‘ચાચી સીધી બિઠા કે, મામી ઉલ્ટી ઘુમા કે, ઉતારેગા સબકી સબ કી ખીંચેગા... ઔર એક બાર શુરૂ હોગા, તો સુબહ હી રુકેગા, બિટ્ટૂ સબકી લેગા લેગા લેગા લેગા રે...' ફિલ્મમાં તો તસવીર ખેંચવાની વાત કરાય છે, પરંતુ દર્શકો મૂરખા નથી કે એટલું ન સમજી શકે કે ગીતકાર શું કહેવા માંગે છે.

અગા બાઈ હલ્લા મચાય રે...

અગા બાઈ હલ્લા મચાય રે...

ઐય્યા ફિલ્મનું ગીત - ‘કાનો મેં ઠુમરી છેડ જાય રે, કાનોં મેં તૂ મેરી છેડ જાય રે, તન કી દીવાની (ઓહો), મન કા ના માની (ઓહો), મન બોલા તન બેઈમાન હાય રે (હાય રે), મન બોલા તન બેઈમાન હાય રે (હાય રે)...' જાણે ગીતના શબ્દો ઓછા અશ્લીલ હોય, તેમ રાણી મુખર્જી પોતાની અદાઓ વડે તેને વધુ અશ્લીલ બનાવવાનો પ્રયત્ન કરે છે.

લૈલા તેરી લૂટ લેગી...

લૈલા તેરી લૂટ લેગી...

શૂટઆઉટ એટ વડાલાનું ગીત - ‘લૈલા તેરી લે લેગી...'ને પછીથી સેંસર બોર્ડના વાંધા બાદ ‘લૈલા તેરી લૂટ લેગી...' કરવામાં આવ્યુ હતું. બહુ ફરક નહોતો પડ્યો.

આરે પ્રીતમ પ્યારે...

આરે પ્રીતમ પ્યારે...

રાઉડ રાઉઠોડનું ગીત - ‘આરે પ્રીતમ પ્યારે....' આ ગીતમાં મહિલાના બૉડી પાર્ટ્સની સરખામણી બુલેટ્સ અને ગન્સ સાથે કરાય છે.

દન દન ચીની...

દન દન ચીની...

ડિપાર્ટમેંટ ફિલ્મના ગીત - દન દન ચીની...માં ગીતકારની બાજુ ચોખ્ખી હતી, પરંતુ ફિલ્માંકન વલ્ગર હતું.

કમ્બલ કે નીચે ક્યા હૈ...

કમ્બલ કે નીચે ક્યા હૈ...

કાંચી ફિલ્મનું ગીત જુઓ - ‘દો દિલ મિલ રહે હૈં મગર (કમ્બલ કે નીચે), આરે નાયક નહી ખલનાયક હૂં મૈં (કમ્બલ કે નીચે), આગ જબ લગ જાતી હૈ (કમ્બલ કે નીચે), તન્હાઈ તડપાતી હૈ, રાત યૂં હી કટ જાતી હૈ (કમ્બલ કે નીચે), હાયે ઇશ્ક બગીચે, ઇશ્ક બગીચે કમ્બલ કે નીચે...' સુભાષ ઘઈ જાણે પોતાની ખલનાયક ફિલ્મના ગીત ચોલી કે પીછે ક્યા હૈ...નો જવાબ લઈને આવ્યા હતાં.

મુન્ની બદનામ હુઈ...

મુન્ની બદનામ હુઈ...

દબંગ ફિલ્મનું લોકપ્રિય આયટમ સૉંગ ‘મુન્ની બદનામ હુઈ...' શબ્દરચનાની દૃષ્ટિએ મૂર્ખામીભર્યુ હતું, પરંતુ કૉમિકલ પિક્ચરાઇઝેશને આ ગીતને નૉન-ફિલ્મી બનતા અટકાવ્યું.

ચઢ ગયા ઊપર રે...

ચઢ ગયા ઊપર રે...

‘અરે ચઢ ગયા ઊપર રહે, અટરિયા પે લોટન કબૂતર રહે, ગુટુર ગુટુર... પંછી દીવાના ચુગ કર દાના, ઉડ ગયા ફર ફર રહે, અટરિયા પે લોટન કબૂતર રહે...' વૃદ્ધત્વ તરફ જતા મિથુન ચક્રવર્તી અને નવયુવાન આયેશા ઝુલ્કાએ ખૂબ જ અશ્લીલ ભાવ-ભંગિમાઓ દલાલ ફિલ્મના આ ગીતમાં રજૂ કરી હતી. તેમાં પણ ઇલા અરુણ અને પૂર્ણિમાના અવાજે વધુ ઉમેરો કર્યો હતો.

ખડા હૈ ખડા હૈ...

ખડા હૈ ખડા હૈ...

‘ખડા હૈ, ખડા હૈ, ખડા હૈ... દર પે તેરે આશિકી ખડા હૈ... ખોલ ખોલ ખોલ, દરવાજા ખોલ, બોલ બોલ પ્યાર કે દો બોલ... ખડા હૈ, ખડા હૈ, ખડા હૈ....' અંદાઝ ફિલ્મના ગીતના આ શબ્દો જ ઘણુ બધુ કહી જાય છે કે જે અનિલ કપૂર અને જુહી ચાવલા ઉપર ફિલ્માવાયુ હતું.

મૈં માલ ગાડી તૂ ધક્કા લગા...

મૈં માલ ગાડી તૂ ધક્કા લગા...

અંદાઝ ફિલ્મનું જ વધુ એક ગીત છે - ‘મૈં માલ ગાડી તૂ ધક્કા લગા...' અનિલ કપૂર આ ગીતમાં જુહી ચાવલાને ધક્કો મારે છે. અગાઉ ગીતના શબ્દો હતાં - યે માલ ગાડી તૂ ધક્કા લગા..., પરંતુ સેંસર બોર્ડે લોકોના દબાણ બાદ ગીતના શબ્દો કંઇક આવી રીતે બદલી નાંખ્યા હતાં - યે માલ ગાડીના સ્થાને મૈં માલ ગાડી કરી નાંખ્યા હતાં.

સરકાઈ લ્યો ખટિયા...

સરકાઈ લ્યો ખટિયા...

રાજા બાબૂ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર ઉપર ફિલ્માવાયેલુ ગીત - ‘સરકાઈ લ્યો ખટિયા, જાડા લગે...' આ ગીત કોઈ પણ યુગલની પહેલી રાતના સીનનું ફાસ્ટ ફૉરવર્ડ વર્ઝન હતું.

સેક્સી સેક્સી...

સેક્સી સેક્સી...

‘સેક્સી સેક્સી સેક્સી મુઝ લોગ બોલેં... હાય સેક્સી, હેલો સેક્સી ક્યોં બોલેં...' ખુદ્દાર ફિલ્મના ગીતના આ શબ્દો મુજબ જ કરીના કપૂરે સ્ક્રીન ઉપર પોતાની જાતને સેક્સી દેખાવા માટે કોઈ કસર નહોતી છોડી. જોકે વિવાદ બાદ આ ગીતમાંના સેક્સી શબ્દને બદલીને બૅબી કરી દેવાયો હતો.

English summary
There are many vulgar songs in Bollywood that have very cheap and double meaning lyrics,especially those of Honey Singh. Let's check out the vulgar songs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more