Trailer : સપનાંને જીવતા શીખવાડશે હવાઈઝાદા...
મુંબઈ, 23 ડિસેમ્બર : હવાઈઝાદા મતલબ તે જે સપના જુએ છે અને ત્યાં સુધી જુએ છે કે જ્યાં સુધી તે પૂરા નથી થઈ જતાં. આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ હવાઈઝાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ કોઇક ફૅરીટેલ જેવી લાગે છે, પરંતુ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની વાર્તા છે તે હવાઈઝાદાની કે જેણે 1895માં પહેલી વખત વિમાન બનાવ્યું અને ઉડાવ્યું પણ ખરૂં.

આયુષ્માન ખુરાના, પલ્લવી શારદા અને મિથુન ચક્રવર્તીના પાત્રો ધરાવતી આ ફિલ્મમાં તમામ સત્ય ઘટનાઓમાંથી પ્રેરણા લેવામાં આવી છે અને તે સાથે જ આ ફિલ્મ ઇતિહાસના પન્નાઓને પણ ફેરવશે. ટ્રેલર બહુ સારૂ છે અને ફિલ્મ પણ સારી હોવાની આશાઓ સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
