માન્યતાના બિકિની ફોટો પર સંજય દત્તની પુત્રી ત્રિશલાની કોમેન્ટ!

Written By:
Subscribe to Oneindia News

નવ્યા નવેલી, ખુશી અને જ્હાનવી કપૂર, આલિયા ઇબ્રાહિમ, સારા અલી ખાન બોલિવૂડના સુપર પોપ્યુલર સ્ટારકિડ્સ છે. આ બધામાં આપણે એક સ્ટારકિડને ભૂલી રહ્યાં છીએ, જે આ ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ સ્ટારકિડ્સમાં સ્થાન મેળવી શકે એમ છે. હાલ તે મુંબઇમાં નથી, પરંતુ તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો તેની સ્માર્ટનેસનો પુરાવો આપે છે. અમે વાત કરી રહ્યાં છીએ સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તની. તેણે હાલમાં જ માન્યતા દત્તની બિકિનીવાળી તસવીર પર કોમેન્ટ પણ કરી હતી.

માન્યતાની બિકિની તસવીર પર ત્રિશલાની કોમેન્ટ

માન્યતાની બિકિની તસવીર પર ત્રિશલાની કોમેન્ટ

માન્યતા અને સંજય દત્ત હાલ વેકેશનની મજા માણી રહ્યાં છે અને આ હોલિડેની માન્યતાની એક બિકિનીવાળી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે, જે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીર પર ત્રિશલા દત્તે કોમેન્ટ કરી છે. ત્રિશલાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું, Looking Awesome!

ત્રિશલા દત્ત

ત્રિશલા દત્ત

સંજય દત્તની સૌથી મોટી પુત્રી ત્રિશલા દત્ત ન્યૂયોર્કમાં પોતાના નાના-નાની સાથે રહે છે. હાલમાં જ તેણે સંજય દત્ત સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ શેર કરી હતી અને એથી તે ફરી એક વાર ચર્ચામાં આવી હતી.

પર્સનાલિટીમાં પરિવર્તન

પર્સનાલિટીમાં પરિવર્તન

છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રિશલા દત્તની પર્સનાલિટીમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. પહેલા ત્રિશલાનું વજન ઘણું વધારે હતું, પરંતુ હાલ તેણે વજન ખાસું ઓછું કર્યું છે અને આ કારણે તે અત્યંત સુંદર લાગી રહી છે.

બોલિવૂડ ડેબ્યૂ

બોલિવૂડ ડેબ્યૂ

સંજય દત્તને જ્યારે ત્રિશલા દત્ત અને તેના બોલિવૂડ ડેબ્યૂ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ત્રિશલાનું બોલિવૂડ એક્ટ્રેસ બનવું જરા મુશ્કેલ છે. બોલિવૂડમાં સૌથી જરૂરી છે, હિંદી ભાષા અને ત્રિશલાની અમેરિકન ભાષાવાળી હિંદી અહીં નહીં ચાલે. તેણે આ માટે ઘણી મહેનત કરવી પડશે.

ન્યૂયોર્કમાં અભ્યાસ

ન્યૂયોર્કમાં અભ્યાસ

ત્રિશલાએ ન્યૂયોર્કની જૉન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસમાંથી લૉમાં ગ્રેજ્યૂએશન કર્યું છે. ત્યાર બાદ તેણે ફેશન ડિઝઆઇનિંગ કર્યું. સંજય દત્ત નથી ઇચ્છતા કે બોલિવૂડમાં આવે, સંજય દત્ત ઇચ્છે છે કે ત્રિશલા ત્યાં જ પોતાની ફિલ્ડનું કંઇ કામ કરે.

સંજય દત્ત છે પ્રોટેક્ટિવ ફાધર

સંજય દત્ત છે પ્રોટેક્ટિવ ફાધર

સંજય દત્ત અંત્યંત પ્રોટેક્ટિવ ફાધર છે. તેઓ કહે છે, ત્રિશલાને સેફ જોબ મળે એ માટે મેં ખૂબ એનર્જી અને પૈસા ઇનવેસ્ટ કર્યા છે. વળી એક્ટર બનવું સરળ નથી, અહીં ખાલી સુંદર અને ગ્લેમરસ દેખાવાની વાત નથી. આ એક ડિફિકલ્ટ જોબ છે.

સંજય દત્તની પહેલી પત્નીની પુત્રી

સંજય દત્તની પહેલી પત્નીની પુત્રી

ત્રિશલા દત્ત સંજય દત્તની પ્રથમ પત્ની રિચા દત્તની પુત્રી છે. રિચા દત્ત લગ્નના થોડા વર્ષો બાદ જ ટ્યૂમરને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્રિશલાનું ઇન્સ્ટાગ્રામ પેજ રિચા દત્ત, સંજય દત્ત, નરગિસ દત્તના ફોટોઝથી ભરપૂર હોય છે.

English summary
Sanjay Dutt's daughter Trishala Dutt commented on step mother Maanayata Dutt's latest bikini picture.
Please Wait while comments are loading...