ટીવી કલાકાર સાક્ષી પારીખનો કાર અકસ્માત, એકનું મોત
મુંબઇ, 2 ઓગષ્ટ: ટીવી કલાકાર સાક્ષી પરીખ કાંદિવલીમાં બાઇક અને રીક્ષાને પોતાની કાર વડે ટક્કર મારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસર અકસ્માત ભયાનક હતો. સાક્ષી પરીખ સિવિકના પાંચ લોકોને કચડી નાખ્યા હતા જેમાં એકનું મોત નિપજ્યું હતું અને અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં અકસ્માત સર્જાયો હતો તે હાઇવે ન હતો તેમછતાં સાક્ષી પરીખની ગાડી પૂર ઝડપે દોડી રહી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સાક્ષી પરીખને ઇજા પહોંચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાક્ષી પરીખ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી આવ્યો છે.












Click it and Unblock the Notifications
