ફિલ્મ 'લક્ષ્મી' માટે ટ્રોલ થતા ભડકી ટ્વિંકલ, 'ભગવાનને મજાક ગમે છે નહિતર તે આ ના કરતા'

સોશિયલ મીડિયા પર ટ્વિંકલ ખન્ન્નાના ફોટા એડિટ કરીને તેના પર 'ટ્વિંકલ બૉમ્બ' લખવામાં આવ્યુ. જેના પર હવે તેણે પ્રતિક્રિયા આપી છે

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનુ નામ પહેલા 'લક્ષ્મી બૉમ્બ' રાખવામાં આવ્યુ હતુ જેના પર લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. બાદમાં ફિલ્મનુ નામ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યુ. આ દરમિયાન લોકોએ અક્ષય કુમારની પત્ની અને અભિનેત્રી-લેખિકા ટ્વિંકલ ખન્નાને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. સોશિયલ મીડિયા પર તેના ફોટા એડિટ કરીને તેના પર 'ટ્વિંકલ બૉમ્બ' પણ લખવામાં આવ્યુ. જેના પર હવે ટ્વિંકલ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે.

'ભગવાનને ખરેખર મજાક પસંદ છે'

'ભગવાનને ખરેખર મજાક પસંદ છે'

તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા અને ચેટ શોમાં અનોખી રીતે જવાબ આપવા માટે પણ ઓળખાય છે. હવે તેણે એક વાર ફરીથી આ જ કર્યુ છે. તેણે ટ્વિટર પર પોતાની એડિટ કરેલો ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેણે પોતાનો એડિટ કરેલો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. ફોટો શેર કરીને ટ્વિંકલે લખ્યુ છે, 'ટ્રોલ્સ મદદગાર હોય છે. એક વ્યક્તિએ મને આ ફોટામાં ટેગ કરીને થર્ડ ક્લાસ વ્યક્તિ લખ્યુ. તેણે કહ્યુ કે તુ ભગવાનની મજાક બનાવે છે. તો મે તેને જવાબ આપીને કહ્યુ, 'ભગવાનને ખરેખર મજાક પસંદ છે, નહિતર તે તમને ના બનાવતા'.'

ટ્વિંકલે ટ્રોલ થવા પર એક લેખ પણ લખ્યો

વળી, ઈનસ્ટાગ્રામ પર ટ્વિંકલે નવા સ્કિન ટોન અને ચાંદલા માટે લખ્યુ છે. આ સાથે જ તેણે ટ્રોલ થવા પર એક લેખ પણ લખ્યો છે. તેમાં તેણે લખ્યુ છે, 'ટ્રોલ્સ લક્ષ્મી બૉમ્બના માણસોની પાછળ પડી ગયા છે. ખબર નહિ કયા કારણે, તેમણે મારો ફોટો લીધો, મારી સ્કીનને ભગવાન કૃષ્ણન જેમ મયૂર રંગથી રંગી દીધી, એક લાલ ચાંદલો લગાવી દીધો અને ટ્વિંકલ બૉમ્બ લખીને પોસ્ટર શેર કરી દીધુ. હું કારણે ઘણી પ્રભાવિત થઈ છુ કારણકે આવુ એકદમ યોગ્ય સમયે થયુ છે. એક આધેડ ઉંમરની મહિલા તરીકે મે એ વિચારવાનુ શરૂ કરી દીધુ હતુ કે મારી યુવાનીના દિવસો પાછળ છૂટી રહ્યા છે.'

સોમવારે રિલીઝ થઈ રહી છે ફિલ્મ

સોમવારે રિલીઝ થઈ રહી છે ફિલ્મ

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સોમવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને રાઘવ લૉરેન્સે ડાયરેક્ટ કરી છે. ફિલ્મ લક્ષ્મીમાં અક્ષય સાડી પહેરેલ દેખાશે. ફિલ્મમાં તેણે એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ તમિલ હૉરર કૉમેડી ફિલ્મ 'મુન્ની 2: કંચના'ની રિમેક છે. જેને ડાયરેક્ટરે રાઘવ લૉરેન્સે વર્ષ 2011માં બનાવી હતી. રાઘવ લૉરેન્સની આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી અને લોકોની પ્રશંસા મેળવી હતી. ફિલ્મના ડાયરેક્ટરનુ કહેવુ છે કે તેમણે ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર સમાજની કહાની બતાવવાની કોશિશ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X