‘અનફૉર્ગેટેબલ’ ફિલ્મનો ઑડિયો થયો રિલીઝ

મુંબઈ, 21 મે : સીઆઈડી ટેલીવિઝન શોમાં 2006-07 દરમિયાન મુસ્કાન ગુપ્તાનો રોલ કરનાર અલકા વર્માની ફિલ્મ અનફૉર્ગેટેબલ ટુંકમાં જ રિલીઝ થવાની છે. અલકાની આ પ્રથમ ફિલ્મ છે અને તાજેતરમાં જ ફિલ્મનો ઑડિયો રિલીઝ કરવામાં આવ્યો. ઑડિયો રિલીઝ પ્રસંગે પ્રહ્લાદ કક્કડ, અરબાઝ ખાન, ઇકબાલ ખાન, આશુતોષ ગોવારીકર, જાવેદ જાફરી અને જ્હૉની લીવર જેવી અનેક હસ્તીઓ હાજર રહી હતી.

ચાલો તસવીરો સાથે બતાવીએ અનફૉર્ગેટેબલના ઑડિયો રિલીઝનો પ્રસંગ :

અનફૉર્ગેટેબલનો ઑડિયો રિલીઝ

અનફૉર્ગેટેબલનો ઑડિયો રિલીઝ

અભિનેતા ઇકબાલ ખાનની ફિલ્મ અનફૉર્ગેટેબલનો ઑડિયો તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો કે જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.

અલકા આકર્ષણ

અલકા આકર્ષણ

અનફૉર્ગેટેબલ ફિલ્મના ઑડિયો રિલીઝ પ્રસંગે ફિલ્મના અભિનેત્રી અલકા વર્મા આકર્ષણના કેન્દ્રમાં રહ્યા હતાં.

અરબાઝ ખાન-જાવેદ જાફરી-આશુતોષ ગોવારીકર

અરબાઝ ખાન-જાવેદ જાફરી-આશુતોષ ગોવારીકર

અનફૉર્ગેટેબલ ફિલ્મ ટેલીવિઝન અભિનેતા ઇકબાલ ખાન બનાવી રહ્યાં છે કે જેઓ હાલમાં તુમ્હારી પાખીમાં અંશુમન રાઠોડની ભૂમિકા ભજવી રહ્યાં છે.

ઝરાહ શાહ

ઝરાહ શાહ

મધર્સ આઈના સહકારથી જફર શાહ દ્વારા પ્રસ્તુત અનફૉર્ગેટેબલનું નિર્માણ ગ્રાન્ડ મીડિયા કૉર્પોરેશનના અરશદ શાહ તેમજ ઝરાહ શાહ અને મુમતાઝ વિજનના અરશદ યુસુફ પઠાણે કર્યું છે.

સોહેલ ખાન-અરબાઝ ખાન-જ્હૉની લીવર

સોહેલ ખાન-અરબાઝ ખાન-જ્હૉની લીવર

અરશદ યુસુફ પઠાન દિગ્દર્શિત અનફૉર્ગેટેબલનું પ્રીમિયર દુબઈમાં યોજાશે અને ફિલ્મ 13મી જૂને રિલીઝ થશે.

પ્રહ્લાદ કક્કડ-સોહેલ ખાન-અરબાઝ ખાન

પ્રહ્લાદ કક્કડ-સોહેલ ખાન-અરબાઝ ખાન

અનફૉર્ગેટેબલ ફિલ્મમાં અલકા વર્મા ઉપરાંત હૅઝલ ક્રોવની, કિરણ કુમાર, શાહબાઝ ખાન અને ઉષા વાચ્છાણી નજરે પડશે.

કાશ્મીરા શાહ-અલકા વર્મા-કૃષ્ણા અભિષેક

કાશ્મીરા શાહ-અલકા વર્મા-કૃષ્ણા અભિષેક

અનફૉર્ગેટેબલ ફિલ્મમાં આયરિશ ક્રિકેટર નિઆલ ઓ'બ્રાયન તથા વિલિયમ પોર્ટરફીલ્ડ પણ ગેસ્ટ રોલ્સમાં હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X