Unseen Pic: 8 વર્ષો બાદ જુઓ એશ્વર્યા-અભિષેકના લગ્નનો આલ્બમ

[આજની તસવીર] આજે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નને 8 વર્ષ પૂરા થઇ ગયા. બોલીવુડના આ ડેશિંગ કપલની ઘણી તસવીરો આપણે જોઇ છે, પરંતુ તેમના લગ્નની તસવીરો કદાચ તેમના ફેન્સે જોઇ ના પણ હોય. માટે અમે આપના માટે તેમની ગ્રાંડ લગ્નની કેટલીક વણજોયેલી તસવીરો લાવ્યા છીએ.

એશ્વર્યા-અભિષેકને આપણે ઘણી ઇવેંટમાં સાથે સાથે જોયા છે. અને આજે પણ તેમને સાથે જોઇ તેમની વચ્ચેના અઢળક પ્રેમને જોઇ શકાય છે. જેથી તેઓ આજે સફળ પતિ-પત્ની જ નહીં પરંતુ એક સફળ માતા-પિતા પણ છે. તેમની દિકરી આરાધ્યા આજે કોઇ સેલિબ્રિટીથી કમ નથી....

આવો સ્લાઇરમાં જોઇએ અભિષેક અને એશ્વર્યાના લગ્નનો આલ્બમ...

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય

અભિષેખ-ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ, 2007ના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તેમના લગ્ન ખૂબ જ પ્રાઇવેટ રીતે કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અભિષેકના લગ્નમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના આ લુકને લગભગ જ તેમને ફેન્સે જોયા હશે.

ઘોડી પર વરરાજા

ઘોડી પર વરરાજા

અત્રે અભિષેક બચ્ચન ઘોડી પર સવાર દેખાઇ રહ્યા છે. અભિષેક મંડપ સુધી ઘોડી પર ચડીને આવ્યા હતા.

શ્વેતા બચ્ચન

શ્વેતા બચ્ચન

આ તસવીર જોઇને આપ સમજી શકો છો કે બચ્ચનના લગ્ન કોઇ સામાન્ય નથી, પરંતુ એક ગ્રાંડ મેરેજ હતા. અત્રે શ્વેતા બચ્ચન પણ દેખાઇ રહી છે.

લગ્નને થયા 8 વર્ષ

લગ્નને થયા 8 વર્ષ

બંનેની મુલાકાત 'ઢાઇ અક્ષર પ્રેમ કે'ના સેટ પર થઇ હતી. જ્યાંથી બંનેની પ્રેમ કહાણીની શરૂઆત પણ થઇ ગઇ, પરંતુ લગ્નનો પ્રસ્તાવ અભિષેકે મૂક્યો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

આ તસવીરમાં જુઓ સુંદર દુલ્હન ઐશ્વર્યા રાય બચ્ચનને. જોકે એશ આજે પણ એટલી જ સુંદર દેખાય છે, જેવી 8 વર્ષ પહેલાની આ તસવીરમાં દેખાઇ રહી છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

8 વર્ષો બાદ પણ આજે કહેવામાં આવી શકે છે કે અભિષેક-ઐશ્વર્યા આજે એક હેપ્પી મેરિડ લાઇફ પસાર કરી રહ્યા છે. બંનેને દરેક ઇવેંટમાં સાથે જોવામાં આવે છે.

એશ-અભિ

એશ-અભિ

16 નવેમ્બર 2011ના રોજ તેમના ઘરે એક નાનકડી પરી આરાધ્યાએ પગરણ કર્યું. આરાધ્યાનું નામ લેતા જ દાદા અમિતાભ બચ્ચન પણ ખુશીથી ઝૂમી ઊઠે છે.

અમિતાભ બચ્ચન-જયા બચ્ચન

અમિતાભ બચ્ચન-જયા બચ્ચન

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને કોઇપણ વાર કર્યા વગર આ લગ્ન માટે હા કરી દીધી હતી. એશે પણ વધૂના રૂપમાં બચ્ચન પરિવારનું નામ રોશન કર્યું છે.

8 વર્ષોનો સંબંધ

8 વર્ષોનો સંબંધ

8 વર્ષો બાદ આજે પણ અભિષેક-એશ્વર્યામાં ત્યાં જ પ્રેમ જોઇ શકાય છે. ઇવેંટમાં ક્યારેક પ્રેમથી એશ અભિને જુએ છે તો ક્યારેક પત્નીને પ્રેમથી જોતા અભિ. તેમની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ જોડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X