Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેકઅપ વિના બહાર નીકળેલી ઉર્ફીને છૂપાવવુ પડ્યુ મોઢુ, આ હાલતમાં જોઈને ફેન્સ પણ ચોંક્યા

ઉર્ફીએ દર વખતની જેમ ફાટેલા કપડાને બદલે સાદા કપડા પહેર્યા હતા. ઉર્ફીને આ સ્ટાઈલમાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.

મુંબઈઃ ઉર્ફી જાવેદ તેના દરેક નવા લુકથી ચાહકોને આશ્ચર્યચકિત કરવામાં કોઈ કસર છોડતી નથી. ઉર્ફી હંમેશા તેની બોલ્ડ ફેશન માટે હેડલાઇન્સમાં રહે છે. તે ક્યારેક ફૂલો, પત્થરો, પ્લાસ્ટિક અને ક્યારેક કાગળ અને દોરડામાંથી ડ્રેસ બનાવે છે. ઉર્ફી પાસે તમામ પ્રકારની સામગ્રીના કપડાં છે. પરંતુ આ વખતે જ્યારે ઉર્ફીને પાપારાઝી દ્વારા જોવામાં આવી ત્યારે ઉર્ફીએ કોઈ અતરંગી કપડાં પહેર્યા નહોતા પરંતુ આ વખતે ઉર્ફી નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. વળી, ઉર્ફીએ દર વખતની જેમ ફાટેલા કપડાને બદલે સાદા કપડા પહેર્યા હતા. ઉર્ફીને આ સ્ટાઈલમાં જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા.

ફેન્સ ચોંક્યા

ફેન્સ ચોંક્યા

દર વખતે અસામાન્ય સ્ટાઈલ અને હેવી મેકઅપમાં જોવા મળતી ઉર્ફી જાવેદ આ વખતે નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, ત્યારે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉર્ફીનો સિમ્પલ લુક ચાહકોની અપેક્ષાઓ કરતાં બિલકુલ અલગ હતો.

વાયરલ થયો વીડિયો

વાયરલ થયો વીડિયો

તાજેતરમાં પાપારાઝીએ ઉર્ફીને જોઈ, અભિનેત્રીને જોઈને એવુ લાગી રહ્યુ હતુ કે ઉર્ફી કેમેરા સામે આવવા માટે બિલકુલ તૈયાર નથી. ઉર્ફીના ચહેરા પર મેકઅપ નહોતો. આ સાથે તે સાવ સાદા કપડામાં જોવા મળી હતી. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સને ગમ્યો સાદગીભર્યો અંદાજ

ફેન્સને ગમ્યો સાદગીભર્યો અંદાજ

ઉર્ફી જાવેદે સફેદ ક્રોપ ટૉપ અને પીચ ટ્રાઉઝર પહેર્યુ હતુ. જ્યારે પાપારાઝીએ ઉર્ફીને બોલાવી ત્યારે ઉર્ફી પણ ચોંકી ઉઠી હતી. આ દરમિયાન ઉર્ફીને એમ કહેતી સાંભળી શકાય છે કે તે ક્લિનિકમાં આવી છે.

લોકોએ કરી ટ્રોલ

લોકોએ કરી ટ્રોલ

હવે ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીને આ સ્ટાઈલમાં જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યુ કે, યાર કપડા પહેરીને સારા લાગે છે. વળી, બીજાએ લખ્યુ કે તે કેટલી સારી લાગે છે, તો પછી તે કેમ પોતાનુ પ્રદર્શન કરે છે.

યુઝર્સના ફની રિએક્શન

યુઝર્સના ફની રિએક્શન

અન્ય યુઝરે ઉર્ફીને પહેલા કરતા વધુ સારી ગણાવી હતી. એકે કહ્યુ કે બિચારીએ મેકઅપ નથી કર્યો, યાર સમજો. એકે કહ્યુ કે આવા કપડાંમાં આને શરમ આવે છે. મોઢુ છૂપાવી લે છે આવી રીતે ક્યારેક મળી જાય તો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X