For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્વશી રૌતેલાએ પૂછ્યુ 'દિવાળી ક્યાં મનાવુ, ભારત કે ઓસ્ટ્રેલિયા'? યુઝર્સે કરી ટ્રોલ

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તે દરરોજ પોસ્ટ શેર કરતી રહે છે. જ્યારથી અભિનેત્રી ઓસ્ટ્રેલિયા ગઈ છે ત્યારથી તેની પોસ્ટને

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તે દરરોજ પોસ્ટ શેર કરતી રહે છે. જ્યારથી અભિનેત્રી ઓસ્ટ્રેલિયા ગઈ છે ત્યારથી તેની પોસ્ટને ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે જોડવામાં આવી રહી છે. યુઝર્સ તેના દરેક ફોટો અને વીડિયોને રિષભ પંત સાથે જોડી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયા આવવાનું કારણ રિષભ પંત ગણાવી રહ્યા છે. અભિનેત્રીએ ફરી એકવાર એવો વીડિયો શેર કર્યો કે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો.

ઉર્વશીએ શેર કર્યો વીડિયો

ઉર્વશીએ શેર કર્યો વીડિયો

બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તે આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ચાહકો સાથે સતત તેના અપડેટ્સ શેર કરી રહી છે. તે જ સમયે, અભિનેત્રીએ ફરી એકવાર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાર્ટ બોર્ડ પર નિશાન સાધતી જોવા મળે છે. આ પછી ઉર્વશી ઝૂલા સાથે નાચવા લાગે છે.

ફેન્સે પૂછ્યા સવાલ

ફેન્સે પૂછ્યા સવાલ

ઉર્વશી રૌતેલાના આ વીડિયોમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે તે છે વીડિયોમાં આપેલું ફની કેપ્શન. ઉર્વશી રૌતેલાએ વીડિયો શેર કર્યો અને કેપ્શન પર લખ્યું, 'દિવાળી ઓસ્ટ્રેલિયામાં કે ભારતમાં?' હવે એક્ટ્રેસના આ વીડિયો પર યુઝર્સે તેને ટ્રોલ કરવાનુ શરૂ કર્યું અને તેને રિષભ પંત સાથે જોડી દીધું હતુ.

યુઝર્સ બોલ્યા- રિષભ પંતને મનાવી લો

યુઝર્સ બોલ્યા- રિષભ પંતને મનાવી લો

ઉર્વશી રૌતેલાના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'પહેલા રિષભ પંતને મનાવો અને પછી દિવાળી ઉજવો'. અન્ય એક યુઝરે લખ્યું, 'ઋષભ પંત ભૈયા માન જાઓ યાર પગલી હોતી જા રહી હૈ મેડમ'. તો કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે, 'આ નિશાન સીધું પંત ભૈયાના દિલ પર હશે'.

ઘણા સમયથી ઉર્વશી થઇ રહી છે ટ્રોલ

ઘણા સમયથી ઉર્વશી થઇ રહી છે ટ્રોલ

તમને જણાવી દઈએ કે રિષભ પંત પણ આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે અને વર્લ્ડ કપ 20-20ની તૈયારી કરી રહ્યો છે. જ્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયા પહોંચી, આ કારણથી તે સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. ચાહકો અનુમાન કરી રહ્યા છે કે અભિનેત્રી પંતની પાછળ ઓસ્ટ્રેલિયા ગઈ છે. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે ઉર્વશી રૌતેલા તેના આગામી પ્રોજેક્ટના સંબંધમાં ઓસ્ટ્રેલિયા ગઈ છે.

આ કારણે શરૂ થયો કોલ્ડ વોર

આ કારણે શરૂ થયો કોલ્ડ વોર

તમને જણાવી દઈએ કે ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ કહ્યું કે રિષભ પંત તેને મળવા દિલ્હી આવ્યો હતો અને હોટલની લોબીમાં કલાકો સુધી તેની રાહ જોતો હતો. અભિનેત્રીના આ નિવેદન બાદ જ કોલ્ડ વોર શરૂ થઈ ગયો હતો. જોકે બાદમાં ઉર્વશી રૌતેલાએ તેની માફી પણ માંગી હતી. પરંતુ રિષભ પંત તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

English summary
Urvashi Rautela asked 'Where to celebrate Diwali, India or Australia'? Users trolled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X