જમ્મુ અને કાશ્મીરને લઈ કરેલ ટ્વીટ પર યૂઝર્સે સ્વરા ભાસ્કરને ટ્રોલ કરી

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર અવારનવાર સરકાર વિરુદ્ધ કોઈપણ સંકોચ વિના સોશિયલ મીડિયામાં પોતાની વાત રાખતી હોય છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર અવારનવાર સરકાર વિરુદ્ધ કોઈપણ સંકોચ વિના સોશિયલ મીડિયામાં પોતાની વાત રાખતી હોય છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 ખતમ કર્યા બાદ સ્વરાએ ટ્વીટ કરીને લખ્યું કે કોઈને પણ તહેવારના અવસર પર એકાંતપણુ મહેસૂસ ન થવું જોઈએ. દિલ વાળાઓ આ કાશ્મીરવાળાઓને તમારી દરિયાદિલી દેખાડો. આ લોકો માટે કંઈક ખાવાનું લઈને આવી.

ગમે તેટલી કોશિશ કરી લો

ગમે તેટલી કોશિશ કરી લો

સ્વરાએ આ ટ્વીટની સાથે એક જમ્મુ-કાશ્મીરના મેપને શેર કર્યો છે, જેના પર લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં સંચારના સાધનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આવો આપણે બધા મળીને આને મનાવીએ. સ્વરાના આ ટ્વીટ બાદ લોકોએ તેને ટ્રોલ કરવી શરૂ કરીદીધું છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું કે નીચ, દુષ્ટ, ગોબર બુદ્ધિ તું ગમે તેટલા પ્રયાસ કરી લે પરંતુ તને કાશ્મીરમાંથી એકપણ દંગાની ખબર નહિ મળે. જ્યારે પણ આંગળી ફ્રી હોય છે ત્યારે દેશની અખંડતા, અને શાંતિ ભંગ કરવાના નંગા-નાચ જ લખે છે.

કાશ્મીર માંગોગે તો ચીર દેંગે

કાશ્મીર માંગોગે તો ચીર દેંગે

જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે દૂધ 'માંગોગે તો ખીર દેંગે ઔર કાશ્મીર માંગોગે તો ચીર દેંગે' તેણે લખ્યું કે આ બહુ જૂનો નારો છે, પરંતુ આજે પણ બહુ પ્રાસંગિક છે. અન્ય એક યૂઝરે લખ્યું કે ફિલ્મો નથી મળી રહી તો દેશને બરબાદ કરવામાં લાગી છે.. જરા વિચારો કે ફિલ્મો મેળવવા માટે આ લોકો કઈ હદ સુધી પડે છે? એક કિન્નરને પણ આત્મસન્માન હોય ચે અે તે પણ છાતી ફૂલાવીને જય હિન્દ કહે છે.

આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બકરી ઈદનો તહેવાર

ઘાટીમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ અહીં ભારે સંખ્યામાં સુરક્ષાબળ તહેનાત કરી દેવામાં આવ્યું છે, જેનાથી કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાઓથી નિપટી શકાય. ભારે સુરક્ષાની વચ્ચે લોકો બકરી ઈદનો તહેવાર મનાવી રહ્યા છે. સુર7ાને ધ્યાનમાં રાખી દૂરસંચારના માધ્યમોને બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ ઈન્ટરનેટની સેવાઓ પણ ઠપ છે. જો કે અમુક હદ સધી અહીં લોકોને કર્ફ્યૂમાંથી ઢીલ આપવામાં આવી છે, જેનાથી બકરી ઈદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X