શું થઇ ગયું વાણી કપૂરને? કે પોસ્ટ કર્યો આવો વીડિયો?

Written By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર સ્ટાર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ તસવીર, વીડિયો કે વિચારો તુરંત વાયરલ થાય છે. બોલિવૂડની મોટાભાગની સુંદર એક્ટ્રેસિસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, આ તેમને માટે એક સાધન બની ગયું છે પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવાનું. એક્ટ્રેસિસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ હોટ તસવીરો અને વીડિયોને કારણે તે સમાચારોમાં પણ ચમકતી રહે છે.

હાલમાં આવા જ કંઇક કારણોસર ચર્ચામાં છે 'બેફિક્રે' એક્ટ્રેસ વાણી કપૂર. વાણી કપૂરે રિસન્ટલી સોશિયલ મીડિયા પર ત્રણ હોટ વીડિયોઝ પોસ્ટ કર્યા છે, જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત છે.

વાણી કપૂરે શેર કર્યા 3 વીડિયો

વાણી કપૂરે શેર કર્યા 3 વીડિયો

એક્ટ્રેસ વાણી કપૂરે પોતાના ઓફિશનયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ વીડિયો શેર કર્યા છે, જેમાં તે શર્ટ કાઢતી નજરે પડે છે. વાણીના આ બૂમરેંગ વીડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

કેમ્પેન

કેમ્પેન

વાણી કપૂર એક ડિઝાઇનર લેબલના કેમ્પનમાં જોડાઇ છે અને તે માટે તેણે આ ત્રણ બૂમરેંગ વીડિયો પોસ્ટ કર્યા છે. સાથે જ તેણે અન્યોનો પણ આ કેમ્પેનમાં જોડાવા આમંત્રિત કર્યાં છે. કલકી કોચલિન પણ આ કેમ્પનમાં જોડાઇ છે. આ બંન્ને એક્ટ્રેસિસ એક ડિઝાઇનર બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે.

'બેફિક્રે' બાદ ખોવાઇ ગઇ હતી વાણી

'બેફિક્રે' બાદ ખોવાઇ ગઇ હતી વાણી

'બેફિક્રે'ની રિલીઝ બાદ વાણી કપૂર સમાચારોમાંથી લગભગ ગાયબ જ થઇ ગઇ હતી. હવે તેના આ ત્રણ હોટ વીડિયોને કારણે તે અચાનક ફરીથી લાઇમલાઇટમાં આવી ગઇ છે. વાણીએ હજુ સુધી આ કેમ્પેનનો પોતાનો આખો વીડિયો પોસ્ટ નથી કર્યો.

'બેફિક્રે'નું રિસ્ક ફેક્ટર

'બેફિક્રે'નું રિસ્ક ફેક્ટર

'બેફિક્રે' દ્વારા વાણી કપૂર લાંબા બ્રેક બાદ મોટા પડદે જોવા મળી હતી, આ ફિલ્મ બોક્સઓફિસ પર ખરાબ રીતે પછડાઇ હતી. આ અંગે વાણીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે હું સૌથી મોટું રિસ્ક ફેક્ટર હતી. આ ફિલ્મમાં કામ કરનાર અન્ય તમામ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી ચૂક્યાં છે અને હું નવી હતી.

'બેફિક્રે' ફ્લોપ થવાનું કારણ

'બેફિક્રે' ફ્લોપ થવાનું કારણ

'આમ છતાં, આ રોલ માટે આદિત્યએ મને ચાન્સ આપ્યો, આથી મને ક્યારેક એવું લાગે છે કે ફિલ્મ મારે કારણે નિષ્ફળ ગઇ છે.' વાણી કપૂર અનુસાર ફિલ્મ ફ્લોપ જવા પાછળનું મોટું કારણ તે છે. નોંધનીય છે કે, આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી લોકો તેને તેની લિપ સર્જરી માટે ટ્રોલ કરી રહ્યાં હતા અને ફિલ્મનો તેનો લૂક ઘણાંને પસંદ નહોતો પડ્યો.

આદિત્યએ પણ સ્વીકાર્યું

આદિત્યએ પણ સ્વીકાર્યું

પોતાના એક બ્લોગમાં આદિત્ય ચોપરાએ પણ સ્વીકાર્યું હતું કે, 'ફિલ્મમાં પેરિસમાં મોટી થયેલ બોલ્ડ પંજાબી યુવતીના રોલમાં વાણીને કાસ્ટ કરવી એ મોટું રિસ્ક હતું. મેં જ્યારે વાણી પર પસંદગી ઉતારી, ત્યારે લોકોને ખૂબ નવાઇ લાગી હતી. હું જોવા માંગતો હતો કે, તે પોતાની જાતને બિલકુલ જુદી વ્યક્તિમાં ટ્રાન્સફોર્મ કરી શકે છે કે કેમ.'

ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેન્થ

ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેન્થ

આદિત્ય ચોપરાએ આગળ લખ્યું છે, 'શાયરા('બેફિક્રે'માં વાણીનું પાત્ર) તરીકે વાણીએ મારું મન જીતી લીધું હતું. શાયરાનું કાસ્ટિંગ અને વાણીનું કાસ્ટિંગ આ ફિલ્મના બે સૌથી મોટા રિસ્ક હતા, જે મેં લીધા અને આજે હું કહી શકું કે એ બે જ આ ફિલ્મની સૌથી મોટી સ્ટ્રેન્થ છે.'

English summary
Actress Vaani Kapoor strips to basics for a designer campaign and posts 3 videos of herself on instagram, which are going viral.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.