Pics : લક્સનો નવો શુદ્ધ દેસી ચહેરો વાણી
મુંબઈ, 16 ઑક્ટોબર : વાણી કપૂર હજી તો બૉલીવુડમાં બરાબર સ્થાપિત પણ નથી થયાં, પરંતુ તેમને જાહેરખબર જગતમાં લૉટરી લાગી ગઈ છે. જાણવા મળે છે કે ફિલ્મી સિતારાઓનો ખૂબ જ મનપસંદ સાબુ એટલે કે લક્સની જાહેરખબરમાં હવે વાણી કપૂર નજરે પડશે.
શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વાણી કપૂર હશે લક્સનો નવો ચહેરો. વાણી કપૂરની પ્રથમ બૉલીવુડ ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ ગત મહીને રિલીઝ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા સાથેની આ ફિલ્મ બૉક્સ ઑફિસે હિટ રહી હતી. ફિલ્મ હિટ થવાની સાથે જ વાણી કપૂરનો સિક્કો બૉલીવુડમાં જ નહીં, પણ જાહેરખબર જગતમાં પણ ચાલી નિકળ્યો છે.
આ અગાઉ લક્સે રાંઝણા ફિલ્મની હિટ જોડી સોનમ કપૂર તથા ધનુષને પોતાના નવા ચહેરા તરીકે ઉમેર્યા હતાં. હવે લક્સે વાણી કપૂરને નવા ચહેરા તરીકે આગળ ધર્યાં છે.
આવો તસવીરોમાં જોઇએ લક્સના બૉલીવુડ ચહેરાઓ :

વાણી કપૂર
શુદ્ધ દેસી રોમાંસ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વાણી કપૂર હવે લક્સનો નવો ચહેરો બની ગયાં છે. તેઓ આગામી સમયમાં લક્સ બૉડી વૉશ રેંજની જાહેરખબરમાં નજરે પડશે.

સોનમ-ધનુષ
આ અગાઉ રાંઝણાની જોડી સોનમ કપૂર અને ધનુષ લક્સના નવા ચહેરા તરીકે સામે આવ્યા હતાં. રાંઝણા ફિલ્મ હિટ થતાં લક્સે આ બંનેને પોતાની જાહેરખબરમાં લીધા હતાં.

અભિષેક-ઐશ
બૉલીવુડના મોસ્ટ સેક્સી કપલ અભિષેક-ઐશ્વર્યાએ પણ લક્સ સોપની અનેક જાહેરખબરો કરી છે કે જે હિટ રહી છે.

શાહરુખ ખાન
શાહરુખ ખાન બૉલીવુડના પ્રથમ અભિનેતા હતાં કે જેઓ લક્સ સાબુની એડમાં દેખાયા હતાં. શાહરુખ અગાઉ આ જાહેરખબર અભિનેત્રીઓ જ કરતી હતી. શાહરુખ બાદ અભિષેકની એન્ટ્રી થઈ હતી.

ભવ્ય ઇતિહાસ
મધુબાલા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, કરીના કપૂર, કૅટરીના કૈફ જેવી લીડ એક્ટ્રેસોએ લક્સની જાહેરખબર કરી છે.

ફિલ્મી સ્ટાર્સનો ભરોસો
લક્સ છેલ્લા ચાલીસ વર્ષોથી લોકોની પસંદ બની રહ્યો છે કે જેની પાછળનું કારણ છે કે તેવા ફિલ્મી સ્ટાર્સ દ્વારા તેની જાહેરખબર કરવી કે જેમને દુનિયા પલકોએ બેસાડે છે.












Click it and Unblock the Notifications
