• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Valentine Day Special: બૉલીવુડ કપલની 5 લવ સ્ટોરી, જે એકદમ ફિલ્મી છે

By Staff
|
Google Oneindia Gujarati News

Valentine Day Special Love Stories: દુનિયાભરના પ્રેમી પંખીડાઓ માટે વેલેન્ટાઈન ડે ખાસ હોય છે. પ્રેમ કરતા હરેક વ્યક્તિને આ દિવસનો ઈંતેજાર રહે છે. સામાન્ય લોકોથી લઈ સેલિબ્રિટી કપલ માટે પણ આ એક વિશેષ દિવસ હોય છે. બૉલીવુડ કપલની લવ સ્ટોરી હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. પછી કોઈ સેલિબ્રિટીનાં લગ્ન હોય કે પછી સગાઈ, આ ના માત્ર તેમના માટે બલકે તેમના લાખો પ્રશંસકો માટે પણ ખુશીનો મોકો હોય છે. તો આવો આ વેલેન્ટાઈન ડે, અમે તમને બૉલીવુડની પાંચ એવી લવ સ્ટોરી વિશે જણાવીએ જેમની રિયલ લાઈફ વાળી સ્ટોરી બિલકુલ ફિલ્મી છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી

બૉલીવુડની સૌથી ફેમસ જોડી છે શાહરૂખ ખાન અને ગૌરીખાન. બંને ટીનેજમાં એક પાર્ટીમાં મળ્યાં હતાં. ગૌરી ખાન શાહરુખને દેખાવમાં ખુબ સુંદર અને એટ્રેક્ટિવ લાગી હતી. શાહરુખ ખાને કેમક કરીને ગૌરી ખાનનો નંબર મેળવ્યો અને બંનેની વાત શરૂ થઈ. આ વાત વર્ષ 1984ની છે. શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરીમાં પણ બ્રેકઅપ વાળી ક્ષણ આપી, જ્યારે ગૌરી પોતાના કેટલાક ફ્રેન્ડ્સ સાથે મુંબઈ ચાલી ગઈ. ગૌરીનો પરિવાર આ સંબંધથી રાજી નહોતો. ગૌરીએ શાહરુખ હિન્દુ પરિવારનો છોકરો હોવાનું કહી પોતાના પરિજનો સાથે મળાવ્યો. પરંતુ પરિવારને જેવી જ આ વાતની ખબર પડી કે તેમણે ના પાડી દીધી. શાહરુખ ખાન પણ ગૌરીની પાછળ પાછળ મુંબઈ આવી ગયો અને આખરે તેને શોધી લીધી. છ વર્ષ લાંબી કોર્ટશિપ બાદ બંનેના પરિવાર માન્યા અને 1991માં શાહરુખ અને ગૌરીનાં લગ્ન થયાં. શાહરુખ અને ગૌરીના ત્રણ બાળકો છે- આર્યન, સુહાના અને અબરામ.

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની લવ સ્ટોરી પણ ઘણી ફિલ્મી છે, જે એક ફિલ્મના સેટ પરથી શરૂ થઈ હતી. બંનેની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. કરીના અને સૈફને ફિલ્મ ટશનના સેટ પર પ્રેમ થઈ ગયો હતો. ઓક્ટોબર 2007થી બંનેએ ડેટિંગ શરૂ કર્યું અને 16 ઓક્ટોબર 2012ના રોજ બંનેએ લગ્ન કરી લીધાં. કરીનાએ હ્યૂમન ઑફ બૉમ્બે પોસ્ટમાં પોતાની લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, "હું તેમને પહેલાં પણ મળી હતી, પરંતુ જ્યારે અમે ટશન ફિલ્મ કરી રહ્યા હતા, ત્યારે કંઈક બદલાઈ ગયું હતું. એ સમયે જ હું મારું દિલ આપી ચૂકી હતી. એ કેટલો આકર્ષક હતો, એવું લાગ્યું હું એના પ્રેમમાં બંધાઈ ગઈ છું. મને યાદ છે કે લદ્દાખ અને જેસલમેરમાં શૂટિંગ દરમ્યાન અમે થોડા એકાંતમાં સમય વિતાવવા માટે બાઈક રાઈડ પર ગયા હતા. એ બધું એટલું સુંદર હતું કે હું આજે પણ ફીલ કરી શકું છું." કરીના પહેલાં સૈફે 1991માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. 2004માં બંનેના તલાક થઈ ગયા હતા.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ

પ્રિયંકા અને નિક જોનસની પહેલી મુલાકાત પ્રિયંકાના શો ક્વાંટિકો દરમ્યાન એક દોસ્ટ દ્વારા થઈ હતી. તે દરમ્યાન બંનેમાં બસ હાય-હેલો વાળી વાત થઈ હતી. નિક જોનસે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે પ્રિયંકાને એક દોસ્તે મળાવ્યો હતો. પરંતુ અમે બંને 2017માં યોજાયેલ મેટ ગાલામાં મળ્યા હતા તે પહેલાં અમે રિયલમાં ક્યારેય નહોતા મળ્યા. ત્યાં અમે બંનેએ એક બીજા સાથે ઘણો સમય વિતાવ્યો અને ત્યાંથી જ બંનેએ એક-બીજાને ડેટ કરવા શરૂ કર્યા. પ્રિયંકા અને નિકે 2018માં જોધપુરમાં લગ્ન કર્યાં હતાં.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બૉલીવુડના સૌથી સ્ટ્રોંગ કપલમાંથી એક છે. અક્ષય સાથે તેમની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ તે વિશે વાત કરતાં ટ્વિંકલે કૉફી વિથ કરણમાં કહ્યું હતું કે હું એક લૉન્ગ ટાઈમ રિલેશનશિપથી બહાર આવી હતી અને મારી જિંદગીમાં આઝાદ રેહવા માંગતી હતી. તે દરમ્યાન મારી જિંદગીમાં અક્ષય આવ્યા અને બધું બદલાઈ ગયું. મારી પાછલી રિલેશનશીપમાંથી બહાર નિકળવા માટે અક્ષય સાથે 15 દિવસના આઉટડોર શૂટ પર ચાલી ગઈ અને તે દરમ્યાન અમારા બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ 17 જાન્યુઆરી 2001મા લગ્ન કરી લીધાં હતાં. અક્ષય અને ટ્વિંકલના બે બાળકો છે- એક દીકરો જેનું નામ આરવ છે, જે 2002માં પેદા થયો હતો અને એક દીકરી જેનું નામ નિતારા છે, જેનો જન્મ 2012માં થયો હતો.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

દીિકા પાદુકોણે રણવીર સિંહ સાથેની પોતાની મુલાકાત વિશે ફિલ્મફેરમાં વાત કરતા કહ્યું કે, "જ્યારે હું પહેલીવાર રણવીરને મળી તો મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈપણ સીરિયસ રિલેશનશીપમાં નહિ રહું... કેમ કે તે પહેલાં મારા કેટલાય સંબંધ ટૂટ્યા હતા, જેણે મારો ભરોસો તોડી નાખ્યો હતો. હું રણવીર સાથે કમિટેડ રિલેશનશિપ માટે તૈયાર થવા નહોતી માંગતી. હુ્ં પણ કેઝ્યુઅલ ડેટિંગ કરવા માંગતી હતી. હું કોઈ પ્રત્યે જવાબદેહ થવા નહોતી માંગતી. જ્યારે હું અને રણવીર 2012માં મળ્યા, તો મેં તેને કહ્યું કે તમે મને સારા લાગો છો આપણી વચ્ચે કંઈક તો છે પરંતુ આ શું છે તે મને ખબર નથી. મેં રણવીરને સ્પષ્ટ કહ્યું હતું કે હું આ રિલેશનશિપને કમિટમેંટ આપવા નથી માંગતી."

દીપિકાએ કેટલાય ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે રણવીરને લઈ સીરિયસ નહોતી પરંતુ રણવીરે તેને ફરીથી ભરોસો કરાવતાં અને પ્રેમ કરાવતાં સિખવ્યું. રણવીર અને દીપિકાએ 14 નવેમ્બર 2018ના રોજ લગ્ન કર્યાં હતાં.

શું 15 તારીખે લગ્ન કરવા જઇ રહી વછે દીયા મિર્ઝા? જાણો કોણ છે પતિશું 15 તારીખે લગ્ન કરવા જઇ રહી વછે દીયા મિર્ઝા? જાણો કોણ છે પતિ

English summary
Valentine Day Special: top 5 love story of bollywood couple, which is absolutely filmy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X